બેંકિંગ કર્મચારીઓની પસંદગીની સંસ્થા (Institutes of Banking Personnel Selection – IBPS) દ્વારા 6432 જગ્યાઓ માટે IBPS PO ભરતી 2022 અને IBPS MT–XII ભરતી 2022 બહાર પાડવામાં આવી છે. બેંક ભરતી 2022માં અરજી કરતા પહેલા ઓફિશિયલ નોટીફીકેશન વાંચો અને ત્યાર બાદ અરજી કરો.

IBPS PO ભરતી 2022

બેંક ઓફ ઇન્ડીયા : 535 કેનેરા બેંક : 2500 પંજાબ નેશનલ બેંક : 500 પંજાબ એન્ડ સિંધ બેંક : 253 યુકો બેંક : 550 યુનિયન બેંક ઓફ ઇન્ડિયા2094

શૈક્ષણિક લાયકાત

ઉમેદવારે માન્ય યુનિવર્સીટી દ્વારા સ્નાતક અથવા તેની સમકક્ષ લાયકાતની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. લાયકાત ધરાવતા ઉમેદવારો જ પરીક્ષામાં બેસી શકશે.

પગાર ધોરણ

મહીને પગાર રૂ. 36000 થી 52630 છે, શરૂઆતમાં મૂળ પગાર રૂ. 36000 છે જેમાં મોંધવારી ભથ્થું, મકાન ભાડું ભથ્થું, તબીબી ભથ્થું અને પરિવહન ભથ્થું સામેલ છે.

વયમર્યાદા

આ ભરતી માટે ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષની અને વધુમાં વધુ ઉંમર 30 વર્ષની હોવી જોઈએ.