ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2024: 731 જગ્યાઓ માટે ભરતી

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2024 : Ahmedabad Municipal Corporation (AMC) દ્વારા વિવિધ ખાતાઓમાં સહાયક જુનિયર ક્લાર્ક અને સહાયક ટેકનીકલ સુપરવાઈઝર (ઈજનેર અને લાઈટ) કુલ 731 જગ્યાઓ માટે ભરતી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

જુનિયર કલાર્કની 612 જગ્યાઓ.

કુલ જગ્યા 731.

અરજી ઓનલાઈન કરવાની રહેશે.

અરજી કરવાની છેલ્લી તારીખ 15-04-2024 રહેશે.

ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ છે. છેલ્લી તારીખ 19-04-2024.

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2024

મહાનગરપાલિકા નામAhmedabad Municipal Corporation
પોસ્ટ ટાઈટલઅમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2024
પોસ્ટ નામસહાયક જુનીયર ક્લાર્ક અને અન્ય
કુલ જગ્યા731
અરજી કરવાની છેલ્લી તારીખ15-04-2024 (19-04-2024)
અરજી પ્રકારઓનલાઈન
ઓફિશિયલ વેબસાઈટahmedabadcity.gov.in
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2024
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2024

Ahmedabad Municipal Corporation Bharti 2024

AMC ભરતી 2024 દ્વારા વિવિધ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે જેની વિગતો જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ વગેરે માહિતી આ મુજબ છે.

AMC ભરતી 2024 / AMC Bharti 2024 / AMC Recruitment 2024

પોસ્ટ નામકુલ જગ્યા
સહાયક જુનીયર ક્લાર્ક612
સહાયક ટેકનીકલ સુપરવાઈઝર (ઇજનેર)93
સહાયક ટેકનીકલ સુપરવાઈઝર (લાઈટ)26
કુલ જગ્યા731

સહાયક જુનીયર ક્લાર્ક

  • શૈક્ષણિક લાયકાત : કોઈ પણ માન્ય વિદ્યાશાખાના સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએટ પાસ. સરકાર માન્ય સંસ્થામાંથી સી.સી.સી પાસ
  • પગાર ધોરણ : હાલ ફિક્સ વેતન રૂપિયા 26,000/- ત્રણ વર્ષ સુધી ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઇ, લેવલ – 2, પે મેટ્રીક્સ રૂ. 19,900/63,200ની ગ્રેડમાં બેઝીક + નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થા.
  • વયમર્યાદા : 33 વર્ષથી વધે નહિ, સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય. અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં નિયમો મુજબ લાભ મળશે.

સહાયક ટેકનીકલ સુપરવાઈઝર (ઈજનેર અને લાઈટ)

  • ઈજનેર શૈક્ષણિક લાયકાત : બી.ઈ. સિવિલ અથવા ડી.સી.ઈ.
  • લાઈટ શૈક્ષણિક લાયકાત : બી.ઈ. (ઈલેક્ટ્રીકલ / મીકેનીકલ) અથવા ડીપ્લોમા (ઈલેક્ટ્રીકલ / મીકેનીકલ)
  • પગાર ધોરણ : નિમણૂકના પ્રથમ ત્રણ વર્ષ રૂપિયા 40,800/-નું માસિક ફિક્સ વેતન ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈ, લેવલ – 5 પે મેટ્રીક્સ રૂ. 29,200/92,300 + નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થા.
  • વય મર્યાદા : 30 વર્ષથી વધુ નહિ સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નોકરીમાં હોય. અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં નિયમો મુજબ લાભ મળશે.

અરજી ફી

બિન અનામત વર્ગના (દિવ્યાંગજન વર્ગ સિવાયના) ઉમેદવારોએ અરજીદીઠ રૂપિયા 500/- (અંકે રૂપિયા પાંચસો પૂરા) તથા આ.ન.વ., સા.શૈ.પ. વર્ગ, અનુ. જાતિ, અનુ. જનજાતિના (દિવ્યાંગ વર્ગ સિવાયના) ઉમેદવારોએ અરજીદીઠ રૂપિયા 250/- (અંકે રૂપિયા બસો પચાસ પૂરા) ઓનલાઈન તારીખ 25-04-2024 સુધીમાં ભરવાના રહેશે. (દિવ્યાંગજન વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે નહી.)

નોંધ : ઓફિશિયલ વેબસાઈટમાં આપેલ જાહેરાતની તમામ માહિતી વિસ્તાર પૂર્વક વાંચ્યા બાદ જ ઓનલાઈન અરજી કરવી.

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2024 અરજી કઈ રીતે કરવી?

લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2024 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 15-03-2024
અરજી છેલ્લી તારીખ : 15-04-2024 (છેલ્લી તારીખ : 19-04-2024)

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ