Heat Wave: ગરમીમાં લૂ લાગવા (હીટવેવ) થી બચો

Heat Wave : હાલમાં ઉનાળામાં સખત તડકો પડી રહ્યો છે તેથી ઘણી જગ્યાઓએ હીટ વેવની આગાહી કરવામાં આવી છે ચાલો તો આપને આજે આ લેખમાંથી હીટ વેવથી બચવા માટે કેટલાક સુચનોની ચર્ચા કરીએ.

Heat Wave

Heat Wave
Heat Wave

આટલું જરૂર કરશો

 • ઘરની બહાર હોય ત્યારે માથાનો ભાગ કપડા, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો.
 • વજનમાં હળવા હોય તેવા સુતરાઉ વસ્ત્રો પહેરો.
 • તરસ ન લાગે છતાં પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનો આગ્રહ રાખો.
 • આંખોના રક્ષણ માટે સન ગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સન સ્કીન લગાવો.
 • ઓ.આર.એસ દ્રાવણ, છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ, નાળીયેર પાણી સહિતના પીણાનું સેવન કરો.
 • ગરમી સામે રક્ષણ માટે પ્રાથમિક સારવાર અંગે તાલીમ લેવી.
 • બાળકો, વૃદ્ધ અને બિમાર વ્યક્તિઓએ વિશેષ કાળજી રાખવી.

આટલું ન કરશો

 • બપોરના 12 વાગ્યાથી 03 વાગ્યા સુધી તડકામાં ન જવું. ઉઘાડા પગે બહાર ન જવું.
 • બપોરના સમયે બહાર હોય ત્યારે શ્રમ પડે તેવી પ્રવૃત્તિ ન કરવી.
 • બપોરના સમયે રસોઈ કરવાનું ટાળો અને રસોડાના બારી અને બારણા ખુલ્લા રાખો.
 • શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવા ચા, કોફી કે સોફ્ટ ડ્રીંક ન લેવા.
 • પ્રોટીનની વધુ માત્રા હોય તેવા મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠાવાળા આહાર ન લેવા.

થોડી વધુ સાવચેતી

 • શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહો.
 • ઘરગથ્થુ ઉપાય જેવા કે કાચી કેરી સાથે ડુંગળીમાં ધાણાજીરું નાખેલું કચુંબર ‘લૂ’ સામે રક્ષણ આપે છે.
 • સુકા પાંદડા, ખેતીનો કે અન્ય કચરો બાળશો નહી.
 • ઉર્જા કાર્યદક્ષ સાધનો, શુદ્ધ બળતણ અને ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોતનો ઉપયોગ કરવો.

ખેડૂતો અને પશુપાલકોએ નીચે મુજબની સાવચેતી રાખવી

 • વહેલી સવારે અથવા સાંજે સિંચાઈ કરો.
 • પાકના વિકાસના મહત્વના સ્તરે સિંચાઈની માત્ર વધારો.
 • નિંદામણ કરીને જમીનના ભેજનું પ્રમાણ જાળવો.
 • પશુઓને છાંયડીમાં રાખો અને તેમણે શુદ્ધ અને ઠંડુ પાણી પુષ્કળ પ્રમાણમાં આપો.
 • પશુઓને સવારે 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી બહાર કાઢવાનું ટાળો.
 • મરઘા ઉછેર કેન્દ્રમાં પડદા લગાવો અને હવા-ઉજાસની યોગ્ય વ્યવસ્થા કરો.
 • પશુઓને આહારમાં લીલો ચારો આપો અને પ્રોટીન ચરબી વગરનો તથા ખનિજ દ્રવ્ય યુક્ત ખોરાક આપો.
 • પશુઓના આશ્રય સ્થાનમાં પંખા લગાવો, પાણીનો છંટકાવ કરો તેમજ આશ્રય સ્થાનને છાણ, માટી અથવા સફેદ રંગથી રંગો.

લૂ લાગવા (હીટવેવ) ના લક્ષણો

 • માથું દુઃખવું, પગની પીંડીઓમાં દુઃખાવો થવો.
 • શરીરનું તાપમાન વધી જવું.
 • ખુબ તરસ લાગવી.
 • શરીરમાંથી પાણી ઓછું થઇ જવું.
 • ઉલ્ટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા.
 • બેભાન થઇ જવું.
 • સુધ-બુધ ગુમાવી દેવી (Confusion).
 • અતિગંભીર કિસ્સામાં ખેંચ આવવી.

લૂ લાગવા (Heat Wave)ની અસર જણાઈ તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.

નોંધ: Heat Wave માહિતી અમને વિવિધ સોશિયલ મીડિયા દ્વારા મળેલ છે તેથી હીટ વેવ દરમ્યાન શું શું કાળજી લેવી તેની માહિતી તમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી દવાખાના અથવા સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા લેખ અવશ્ય વાંચી લેવા.

Leave a Comment