હર ઘર તિરંગા અભિયાન સર્ટિફિકેટ 2022

હર ઘર તિરંગા અભિયાન સર્ટિફિકેટ : ભારત દેશના આ વર્ષે 75માં સ્વતંત્ર દિવસના અવસર પર “આઝાદી નો અમૃત મહોત્સવ” ઉજવવા જઈ રહ્યા છીએ, આ અંતર્ગત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા “Har Ghar Tiranga” અભિયાનની જાહેરાત કરી છે.

હર ઘર તિરંગા મિશન વિશે જાણો

75માં સ્વતંત્ર દિવસના અવસર પર શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા “હર ઘર તિરંગા મિશન”ની જાહેરાત કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય લોકોની અંદર તિરંગા પ્રત્યે સન્માન અને લગાવની ભાવના કેળવવાનો છે.

હર ઘર તિરંગા મિશનની ઉદ્દેશ્ય

આઝાદીના અમૃત મહોત્સવના પર્વ પર ભારત સરકારે નાગરિકોને પોતાની દેશભક્તિને પ્રદર્શિત કરવા માટે 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી પોતાના ઘર પર તિરંગો લહેરાવવાની અપીલ કરી છે. આપડે સૌ એ આ અવસર પર તિરંગો ઘર પર લહેરાવીને આ અભિયાનમાં ભાગ લેવો જોઈએ. ઝંડો લહેરાવ્યા બાદ તેની સાથે એક સેલ્ફી લઈને ઓફિશિયલ વેબસાઈટ પર અપલોડ કરીને તમે “હર ઘર તિરંગા અભિયાન સર્ટિફિકેટ” ડાઉનલોડ કરી શકો છો.

હર ઘર તિરંગા સર્ટિફિકેટ 2022

હર ઘર તિરંગા અભિયાનનું સર્ટિફિકેટ મેળવવા માટે સૌપ્રથમ તમારે તિરંગો લાવીને ઘર પર લહેરાવવો પડશે. હર ઘર તિરંગા અભિયાન માટે તમે 22 જુલાઈ થી 15 ઓગસ્ટ સુધી રજીસ્ટ્રેશન કરી શકશો. જે લોકો આ અભિયાન અંતર્ગત રજીસ્ટ્રેશન અને પોતાની સેલ્ફી અપલોડ કરે છે તે જ લોકો હર ઘર તિરંગા અભિયાન સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશે

હર ઘર તિરંગા અભિયાન રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું?

– સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ harghartiranga.com પર જાઓ – જે પેજ ઓપન થાય એમાં Pin A Flag વાળા બટન પર ક્લિક કરવાનું રહેશે. – ત્યારબાદ નામ અને મોબાઈલ નંબર લાખો પછી Next બટન પર ક્લિક કરવાનું રહેશે. – નવા પેજમાં તમારું લોકેશન ગૂગલની મદદથી ટ્રેક કરવામાં આવશે. – ત્યારબાદ તમારે Pin A Flag વાળા ઑપ્સન પર ફરી ક્લિક કરવાનું રહેશે. – આ તમામ પક્રિયા કર્યા પછી તમને એક મેસેજ જોવા મળશે Congratulations Your Flag Has Been Pined. – આ મેસેજ આવ્યા બાદ તમે તમારું હર ઘર ત્રિરંગા યાત્રાનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો.

હર ઘર તિરંગા અભિયાન સત્તાવાર વેબ સાઈટ કઈ છે?

https://harghartiranga.com