ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

તલોદ નગરપાલિકા ભરતી 2022, ક્લાર્કની જગ્યાઓ માટે અરજી કરો

તલોદ નગરપાલિકા ભરતી 2022 : તલોદ નગરપાલિકા પસંદગી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલ ધોરણ અને શરતો અને તલોદ નગરપાલિકાના મંજુર થયેલ લઘુત્તમ મહેકમ માટે કર્મચારીઓની ભરતી-બઢતી અંગેના ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ની કલમ – ૨૭૧ હેઠળ પ્રાદેશિક કમિશ્નરશ્રીની કચેરી ગાંધીનગર દ્વારા મંજુર થયેલ ભરતી બઢતીના નિયમો ૨૦૨૨ને આધીન સ્પર્ધાત્મક પરીક્ષાના મેરીટના આધારે આપેલ સંવર્ગની જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી પાંચ વર્ષના સમયગાળા માટે ફિક્સ પગારથી સીધી ભરતીથી નિમણૂક માટે અરજીઓ મંગાવવામાં આવે છે.

તલોદ નગરપાલિકા ભરતી 2022
તલોદ નગરપાલિકા ભરતી 2022

આ પણ જુઓ : મફત પ્લોટ યોજના 2022

તલોદ નગરપાલિકા ભરતી 2022

પોસ્ટ ટાઈટલતલોદ નગરપાલિકા ભરતી 2022
પોસ્ટ નામકલાર્ક / ક્લાર્ક-કોમ્પ્યુટર ઓપરેટર
કુલ જગ્યા08
નગરપાલિકાતલોદ નગરપાલિકા (જી. સાબરકાંઠા)
સત્તાવાર વેબસાઈટwww.talodnp.org
અરજી પ્રકારઓફલાઈન

આ પણ જુઓ : કુંવરબાઈનું મામેરું યોજના 2022

ક્લાર્ક ભરતી 2022

જે મિત્રો ક્લાર્ક ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા વગેરે માહિતી નીચે મુજબ છે.

પોસ્ટ નામ : કલાર્ક / ક્લાર્ક-કોમ્પ્યુટર ઓપરેટર

કુલ જગ્યા : 08

કલાર્ક ભરતી શૈક્ષણિક લાયકાત

  • સ્નાતક પરીક્ષા પાસ.

આ પણ જુઓ : આધાર કાર્ડ ડાઉનલોડ કરો મોબાઈલમાં

કલાર્ક પગાર ધોરણ

  • 19900-62300 (લેવલ 2) (૭માં પગાર ધોરણ અનુસાર).

કલાર્ક ભરતી વય મર્યાદા

વયમર્યાદા સરકારશ્રીના નીતિનિયમ મુજબની રહેશે. તેમજ અનામત વર્ગના ઉમેદવારોને સરકારશ્રીના નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે. વયમર્યાદા તથા નિયત શૈક્ષણિક લાયકાત અરજી કરવાની છેલ્લી તારીખના રોજની ગણવામાં આવશે.

આ પણ જુઓ : ગુજરાતના તમામ ગામના નકશા જુઓ

અન્ય શરતો

અનામત વર્ગના ઉમેદવારોએ જાતિ અંગે સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. અરજી સાથે પ્રમાણપત્ર સામેલ ન હોય તેવી કોઈ અરજી ધ્યાને લેવામાં આવશે નહી.

ઉપરોક્ત સંવર્ગ માટે અરજી સાથે બિન અનામત વર્ગના અરજદારે રૂ. 300/- ચીફ ઓફિસર તલોદ નગરપાલિકા તલોદના નામના ડીમાંડ ડ્રાફ્ટથી મોકલવાનો રહેશે. અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ તથા સામાજિક શૈક્ષણિક પછાતવર્ગના ઉમેદવારે પણ કોઈ ફી ભરવાની રહેશે નહી.

અરજી કવર ઉપર અરજી કરેલ જગ્યાનું નામ સ્પષ્ટ દર્શાવવાનું રહેશે.

આ પણ જુઓ : જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો

નિયામકશ્રી નગરપાલિકા ગુજરાત રાજ્ય ગાંધીનગર તા. ૦૩-૦૮-૨૦૦૪ના પરિપત્ર તેમજ અમરેલી નગરપાલિકા સ્પે.સી.એ.નં. ૫૭૪૬/૧૯૯૯ના હાઇકોર્ટના ચુકાદાને આધીન નગરપાલિકા ખાતે રોજમદાર તરીકે ફરજ બજાવેલ કર્મચારીઓને મળવાપાત્ર લાભો આપવામાં આવશે.

અધુરી કે સમય મર્યાદાબાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી અને આ અંગે કોઈ પત્ર વ્યવહાર કરવામાં આવશે નહી.

આ જાહેરાત તથા સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાની તથા પસંદગી કરવી કે ન કરવી તે અંગે નગરપાલિકાને સંપૂર્ણ અબાધિત હક્ક / અધિકાર રહેશે. નગરપાલિકા આ માટે કોઈ કારણો આપવા બંધાયેલ રહેશે નહી.

આ પણ જુઓ : પાનકાર્ડ મેળવો ફક્ત 10 જ મિનિટમાં

અનામત વર્ગના ઉમેદવાર સામાન્ય જગ્યાઓ ઉપર અરજી કરે છે તો અનામતનો લાભ મળવાપાત્ર રહેશે નહી અને સામાન્યવર્ગના ઉમેદવાર તરીકેની શરતો લાગુ પડશે.

નોંધ : આ ભરતીની જાહેરાત અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે. અમારો હેતુ આપના સુધી નવી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની સત્તાવાર ચકાસણી કર્યા બાદ જ અરજી કરો.

આ પણ જુઓ : જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો

તલોદ નગરપાલિકા ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?

અરજીનો નમુનો તલોદ નગરપાલિકા કચેરી ખાતેથી અથવા www.talodnp.org વેબસાઈટ પરથી મેળવી લેવાનો રહેશે. અરજદારે અરજી સાથે તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઈઝનો ફોટો નંગ 2, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, આધારકાર્ડ, શૈક્ષણિક લાયકાતની સ્વપ્રમાણિત નકલ અને અન્ય જરૂરી માહિતી સાથે ફક્ત રજીસ્ટર પોસ્ટ એડીથી આપેલ સરનામે મોકલવાનું રહેશે

સરનામું
ચીફ ઓફિસર શ્રી,
તલોદ નગરપાલિકા,
તલોદ,
જી. સાબરકાંઠા

તલોદ નગરપાલિકા ભરતી 2022 અરજી કરવાની તારીખ કઈ છે?

અરજી જાહેરાત પ્રસિદ્ધ થયેથી 15 દિવસ સુધીમાં અરજી મોકલાની રહેશે (જાહેરાત : 15-10-2022 ગુજરાત સમાચાર)

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

2 thoughts on “તલોદ નગરપાલિકા ભરતી 2022, ક્લાર્કની જગ્યાઓ માટે અરજી કરો”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ