જીલ્લા બાળ સુરક્ષા એકમ નર્મદા ભરતી 2023 - MY OJAS UPDATE

જીલ્લા બાળ સુરક્ષા એકમ નર્મદા ભરતી 2023

જીલ્લા બાળ સુરક્ષા એકમ નર્મદા ભરતી 2023 : ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા અમલમાં મુકાયેલ કેન્દ્ર સરકાર પુરસ્કૃત સંકલિત બાળ સુરક્ષા યોજના (ICPS) હેઠળ જીલ્લા બાળ સુરક્ષા નર્મદામાં 11 માસના કરાર આધારિત ફિક્સ પગારથી તદ્દન હંગામી ધોરણે મંજુર થયેલ જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ (બીજો પ્રયત્ન) કરવામાં આવી છે.

જીલ્લા બાળ સુરક્ષા એકમ નર્મદા ભરતી 2023

પોસ્ટ ટાઈટલજીલ્લા બાળ સુરક્ષા એકમ નર્મદા ભરતી 2023
પોસ્ટ નામવિવિધ
કુલ જગ્યા03
સંસ્થાસંકલિત બાળ સુરક્ષા યોજના
અરજી પ્રકારઓફલાઈન

આ પણ જુઓ : CRPF ભરતી 2023

જીલ્લા બાળ સુરક્ષા એકમ નર્મદા ભરતી 2023
જીલ્લા બાળ સુરક્ષા એકમ નર્મદા ભરતી 2023

આ પણ જુઓ : જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2023

સંકલિત બાળ સુરક્ષા યોજના ભરતી 2023

જે મિત્રો ICPS ભરતી 2023ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, વય મર્યાદા, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

ક્રમજગ્યાનું નામસંખ્યા
1સામાજીક કાર્યકર (ફક્ત મહિલા)01
2ડેટા એનાલીસ્ટ01
3આઉટ રીચ વર્કર01

આ પણ જુઓ : સુરત TRB ભરતી 2023

શૈક્ષણિક લાયકાત

જગ્યાનું નામશૈક્ષણિક લાયકાત અને અનુભવ
સામાજીક કાર્યકર (ફક્ત મહિલા)MRM/MSW/MRS/મનોવિજ્ઞાન/સમાજશાસ્ત્ર સાથે અનુસ્નાતક લઘુત્તમ 50% સાથે ઉત્તીર્ણ તથા શૈક્ષણિક લાયકાતને અનુરૂપ લઘુત્તમ 02 વર્ષનો અનુભવ.
ડેટા એનાલીસ્ટકોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતક અથવા કોમ્પ્યુટરની ડિગ્રી/ડીપ્લોમા 50% સાથે ઉત્તીર્ણ, MS Office, ઈન્ટરનેટ અને માહિતી વિશ્લેષણ ક્ષેત્રે બે વર્ષનો અનુભવ.
આઉટ રીચ વર્કરBRS/BSW/મનોવિજ્ઞાન/સમાજશાસ્ત્ર સાથે સ્નાતક લઘુત્તમ 50% સાથે ઉત્તીર્ણ, સરકારી પ્રોજેક્ટ કે સ્વૈચ્છિક સંસ્થામાં અભ્યાસને અનુરૂપ લઘુત્તમ એકવર્ષનો અનુભવ.

આ પણ જુઓ : ગઢડા નગરપાલિકા ભરતી 2023

પગાર ધોરણ

જગ્યાનું નામપગાર
સામાજીક કાર્યકર (ફક્ત મહિલા)14,000/-
ડેટા એનાલીસ્ટ14,000/-
આઉટ રીચ વર્કર11,000/-

આ પણ જુઓ : ડિસ્ટ્રીકટ અર્બન હેલ્થ યુનિટ સાબરકાંઠા ભરતી 2023

વય મર્યાદા

  • 21 વર્ષની ઉંમર પૂરી થયેલ હોય અને 40 વર્ષથી વધારે ઉંમર ધરાવતા ન હોવા જોઈએ.

નોંધ :

ઉમેદવારોએ પોસ્ટ કવર તથા અરજી પત્રક પર જે પોસ્ટ માટે અરજી કરી હોય તેનો જાહેરાત દર્શાવેલ અનુક્રમ તથા જગ્યાનું નામ અવશ્ય લખવું.

લાયકાત ધરાવતા ઉમેદવારે સ્વલીખીત અરજી પત્રક જરૂરી શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે રજીસ્ટર એ.ડી.સ્પીડ પોસ્ટ અથવા કુરિયર મારફતે જીલ્લા બાળ સુરક્ષા એકમ, રૂમ નં – 06, ગ્રાઉન્ડ ફ્લોર કેન્ટીન સામે, જીલ્લા સેવા સદન, રાજપીપળા, જી-નર્મદા, 363145 ખાતે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસથી દિન 10માં (જાહેર રજા સાથે) મોકલી આપવાની રહેશે ત્યાર બાદ મળેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહી.

આ પણ જુઓ : NHM અમદાવાદ ભરતી 2023

દરેક જગ્યા માટે કોમ્પ્યુટરની બેઝીક જાણકારી અંગેનું CCCનું પ્રમાણપત્ર ફરજીયાત જોડવાનું રહેશે.

ઉપરોક્ત ભરતી સંબંધિત વિગત માટે કચેરીએ રૂબરૂ / ટેલીફોનીક સંપર્ક કરવો નહી.

દરેક જગ્યાઓ માટેનો અનુભવ દર્શાવેલ શૈક્ષણિક લાયકાત બાદનો જ માન્ય ગણવામાં આવશે.

જાહેરાતમાં આપેલ તમામ જગ્યાઓ વિશેની માહિતી સંકલિત બાળ સુરક્ષા યોજનાની માર્ગદર્શીકામાં થતા તમામ ફેરફારોને બંધનકર્તા રહેશે. જાહેરાત આપ્યા બાદ જગ્યાઓમાં સંભવિત જગ્યાઓ ખાલી પડતા વધારો કરવાની તમામ સત્તા જીલ્લા કક્ષાની પસંદગી સમિતી, નર્મદાની રહેશે.

દરેક ઉમેદવારે કોઇપણ એક જ જગ્યા માટે અરજી કરવાની રહેશે.

આ પણ જુઓ : આધાર કાર્ડ સુધારો ઘરબેઠા 2 જ મિનિટમાં

આ જાહેરાત સંબંધિત ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી કે રદ કરવી તે અંગેનો અબાધિત અધિકાર જીલ્લા કક્ષાની પસંદગી સમિતી, નર્મદાનો રહેશે.

જાહેરાતમાં દર્શાવેલ જગ્યાઓની ભરતી / ઈન્ટરવ્યુ / સંબંધી કોઈ પ્રકારની માહિતી આપવાપાત્ર રહેશે નહી.

મળેલ અરજીઓ પૈકી લાયકાત, અનુભવ વગેરેને ધ્યાને રાખીને સ્કુટીનીટી કરવામાં આવશે. જેના આધારે ઉપલબ્ધ જગ્યાના બે થી ત્રણ ઘણી યાદી બનાવી કાર્યવાહી કરવામાં આવશે.

ત્યાર બાદ યોગ્ય ઉમેદવારને પસંદગી માટે ઈન્ટરવ્યું માટે જાણ કરવામાં આવશે.

આ મુલાકાત / ઈન્ટરવ્યુમાં કોઈ પણ જાતના ભથ્થા કે રકમ ચુકવવામાં આવશે નહી.

નોંધ : જીલ્લા બાળ સુરક્ષા એકમ નર્મદા ભરતી 2023ની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી અરજી કરતા પહેલા ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જાણો અને ભરતીની ખરાઈ કર્યા બાદ જ અરજી કરો.

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો
જીલ્લા બાળ સુરક્ષા એકમ નર્મદા ભરતી 2023

Leave a Comment