ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

GSSSB CCE પરીક્ષા કાર્યક્રમ સુધારા બાબત સ્પષ્ટતા

GSSSB CCE પરીક્ષા કાર્યક્રમ સુધારા બાબત : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 212/202324, ગુજરાત ગૌણ સેવા, વર્ગ 3 (ગ્રુપ A તથા ગ્રુપ B)ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class-III (Group A and Group B)) Combined Competitive Examination) અંતર્ગત કુલ 5554 જગ્યાઓ સીધી ભરતી ભરવા માટે ઉમેદવારો પાસેથી તારીખ 04-01-2024 થી તારીખ 31-01-2024 દરમિયાન OJAS વેબસાઈટના માધ્યમથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ હતી.

GSSSB CCE પરીક્ષા કાર્યક્રમ સુધારા બાબત સ્પષ્ટતા

આ જાહેરાતના અનુસંધાને ગ્રુપ A અને ગ્રુપ B સંવર્ગની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંગે તારીખ 01-03-2024ના રોજ અગત્યની માહિતી, કાર્યક્રમ તથા સૂચનાઓ જાહેર કરેલ હતી.

GSSSB CCE પરીક્ષા કાર્યક્રમ સુધારા બાબત
GSSSB CCE પરીક્ષા કાર્યક્રમ સુધારા બાબત

વહીવટી કારણોસર તારીખ 06-05-2024 અને તારીખ 07-05-2024ની પરીક્ષા અન્ય બે દિવસ તારીખ 15-04-2024 અને તારીખ 09-05-2024ના રોજ રાખવામાં આવેલ છે. તદુપરાંત પરીક્ષાની શિફ્ટના સમયમાં પણ ફેરફાર કરવામાં આવેલ છે.

પરીક્ષાનો કાર્યક્રમ નીચે મુજબ છે

પરીક્ષાનો સમયગાળોતા. 01-04-2024 થી 098-05-2024 દરમિયાન
પરીક્ષા પદ્ધતિCBRT (Computer Based Response Test)
કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખતારીખ 27-03-2024ના રોજ 14:00 કલાકથી 06-04-2024 રાત્રે 23:59 સુધી

GSSSB CCE પરીક્ષા કાર્યક્રમ (GSSSB CCE પરીક્ષા કાર્યક્રમ સુધારા)

DateDayRemarks
01-04-2024Monday4 Shift
02-04-2024Tuesday4 Shift
03-04-2024Wednesday4 Shift
07-04-2024Sunday4 Shift
13-04-2024Saturday1 Shift (Third Shift)
14-04-2024Sunday2 Shift (Third and Fourth Shift)
15-04-2024Monday4 Shift
16-04-2024Tuesday4 Shift
17-04-2024Wednesday4 Shift
18-04-2024Thursday4 Shift
19-04-2024Friday4 Shift
20-04-2024Saturday4 Shift
21-04-2024Sunday4 Shift
27-04-2024Saturday4 Shift
28-04-2024Sunday4 Shift
04-05-2024Saturday4 Shift
05-05-2024Sunday4 Shift
08-05-2024Wednesday4 Shift
09-05-2024Thursday 4 Shift

GSSSB CCE Revised Exam Schedule 2024

ShiftStart TimeEnd Time
Shift 109:00 AM10:00 AM
Shift 212:00 AM01:00 PM
Shift 303:00 PM04:00 PM
Shift 406:00 PM07:00 PM

અગત્યની સુચના

ઉમેદવારે પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ સમયે કોલ લેટરની સાથે પોતાનું અસલ ઓળખકાર્ડ બતાવવાનું રહેશે. ઉમેદવારે આધારકાર્ડ, પાનકાર્ડ, મતદાર ઓળખપત્ર, ડ્રાઈવિંગ લાઈસન્સ અથવા ભારતીય પાસપોર્ટ અસલમાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ વખતે બતાવવું ફરજીયાત છે. પરિણીત મહિલા ઉમેદવારના કોલલેટરમાં અને ઓળખપત્રમાં નામમાં ફેર થતો હોય તો મેરેજ સર્ટીફીકેટ / લગ્ન નોંધણી પ્રમાણપત્ર રજૂ કરવું ફરજીયાત છે. મેરેજ સર્ટીફીકેટ / લગ્ન નોંધણી પ્રમાણપત્ર ના હોય તેવા કિસ્સામાં નામ ફેર અંગે સ્પષ્ટતા કરતું સોગંધનામું (એફિડેવીટ) રજૂ કરવાનું રેહેશે.

કોલ લેટરમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા શરૂ થવાનના 15 મિનિટ પહેલા ઉમેદવારનો પરીક્ષાનો પ્રવેશ બંધ કરી દેવામાં આવશે. તેથી ઉમેદવારોને સમયપાલનનું ચુસ્તપણે પાલન કરવા નમ્ર અપીલ છે.

આ પરીક્ષાની સંવેદનશીલતા અને સલામતીના કારણોસર આપને કોલ લેટર ફાળવેલ સ્થળ, તારીખ અને સમય કોઈપણ સંજોગોમાં બદલી શકાય તેમ નથી, જેની ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.

GSSSB CCE પરીક્ષા કાર્યક્રમ સુધારા ઓફિશિયલ પરિપત્ર જુઓઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ