પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના: પીએમ વિશ્વકર્મા યોજના, 15,000 સુધીની ટૂલકીટ સહાય - MY OJAS UPDATE

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના: પીએમ વિશ્વકર્મા યોજના, 15,000 સુધીની ટૂલકીટ સહાય

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના: પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો પ્રારંભ 17 સપ્ટેમ્બર 2023ના રોજ થયો હતો. આ યોજના અંતર્ગત 18 પ્રકારના પારંપરિક કારીગરો-શિલ્પકારોને રૂપિયા 15 હજાર સુધીની ટૂલકીટ સહાય આપવામાં આવશે.

સ્કિલ અપગ્રેડેશન માટે ટ્રેનિંગ અને રૂપિયા 500 પ્રતિદિન સ્ટાઇપેન્ડ.

રૂપિયા 15 હજાર સુધીની ટૂલકીટ સહાય.

વિશ્વકર્મા ભાઈ-બહેનોને રૂપિયા 3 લાખ સુધીની વિના ગેરંટી લોન.

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના

18 પ્રકારના પારંપરિક કારીગરો-શિલ્પકારોમાં 1) સુથાર, 2) નૌકા નિર્માતા, 3) અસ્ત્રકાર, 4) દરજી, 5) માળાકાર, 6) રાજમિસ્ત્રી, 7) સોની, 8) કુંભાર, 9) મોચી, 10) ધોબી, 11) હજામ, 12) તાળા બનાવનાર, 13) હથોડા અને ટૂલકીટ નિર્માતા, 14) મૂર્તિકાર, પથ્થર કોતરનાર / તોડનાર, 15) માછલી પકડવાની જાળ બનાવનાર, 16) લુહાર, 17) ટોકરી/ચટાઈ/ઝાડૂ બનાવનાર/કોયર વણકર, 18) ઢીંગલી અને રમકડાં બનાવનાર (પરંપરાગત)

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના

પીએમ વિશ્વકર્મા યોજના (PM Vishwakarma Scheme)

આ યોજનામાં કારીગરો અને શિલ્પકારોને નીચેના લાભો આપવાની જોગવાઈ કરવાની કલ્પના કરવામાં આવી છે.

ઓળખ : પીએમ વિશ્વકર્મા સર્ટીફીકેટ અને આઈડી કાર્ડ દ્વારા કારીગરો અને શિલ્પકારોને માન્યતા

કૌશલ્ય સુધારણા : 5 થી 7 દિવસની મૂળભૂત તાલીમ અને 15 દિવસ કે તેથી વધુ સમય માટે આધુનિક તાલીમ, દરરોજ રૂપિયા 500ના સ્ટાઇપેન્ડ સાથે.

ટૂલકીટ પ્રોત્સાહન : બેઝિક સ્કિલ ટ્રેનિંગની શરૂઆતમાં ઈ-વાઉચરના રૂપમાં રૂપિયા 15,000 સુધીની ટૂલકીટ ઇન્સેન્ટીવ.

શ્રેય આધાર : 1 લાખ રૂપિયા અને 2 લાખ રૂપિયાની બે શાખાઓના અનુક્રમે 18 મહિના અને 30 મહિનાની મુદ્દત સાથે રૂપિયા 3 લાખ સુધીની કોલેટરલ ફ્રી ‘એન્ટરપ્રાઈઝ ડેવલોપમેન્ટ લોન્સ’ 5 ટકાના દરે વ્યાજ કન્સેશનલ દરે નક્કી કરવામાં આવી છે, જેમાં ભારત સરકાર 8 ટકા સુધી સબવેન્શન ધરાવે છે. જે લાભાર્થીઓએ મૂળભૂત તાલીમ પૂર્ણ કરી છે. તેઓ રૂપિયા 1 લાખ સુધીની ધિરાણ સહાયના પ્રથમ હપ્તાનો લાભ મેળવવાને પાત્ર બનશે. બીજી લોન શાખા એવા લાભાર્થીઓને ઉપલબ્ધ થશે જેમણે પ્રથમ શાખા અને પ્રમાણભૂત લોન ખાતું જાળવ્યું છે અને તેમના વ્યવસાયમાં ડિજીટલ વ્યવહારો અપનાવ્યા છે અથવા અદ્યતન તાલીમ લીધી છે.

ડિજિટલ વ્યવહાર માટે પ્રોત્સાહન : દરેક ડિજિટલ પે-આઉટ અથવા રસીદ માટે લાભાર્થીના ખાતામાં દર મહીને મહત્તમ 100 ટ્રાન્ઝેક્શન સુધીની 1 રૂપિયાની રકમ જમા કરવામાં આવશે.

માર્કેટિંગ સપોર્ટ : વેલ્યુ ચેઈન સાથેના જોડાણને સુધારવા માટે કારીગરો અને શિલ્પકારોને ગુણવતા પ્રમાણપત્રો, બ્રાન્ડિંગ, જીઈએમ, જાહેરાત, પ્રચાર અને અન્ય માર્કેટિંગ પ્રવૃત્તિઓ જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઓનબોર્ડીંગના સ્વરૂપમાં માર્કેટિંગ સપોર્ટ પૂરો પાડવામાં આવે છે.

ઉપરોક્ત લાભો ઉપરાંત આ યોજના ઔપચારિક એમએસએમઈ ઇકોસિસ્ટમમાં ‘ઉદ્યોગસાહસિકો’ તરીકે ઉદ્યોગ સહાયક પ્લેટફોર્મ પર લાભાર્થીઓને સામેલ કરશે.

લાભાર્થીઓની નોંધણી સામાન્ય સેવા કેન્દ્રો મારફતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા પોર્ટલ પર આધાર-આધારિત બાયોમેટ્રિક પ્રમાણભૂતતા સાથે કરવામાં આવશે. લાભાર્થીઓ નોંધણી પછી ત્રણ તબક્કાની ચકાસણી હાથ ધરવામાં આવશે, જેમાં 1) ગ્રામ પંચાયત / યુએલબી સ્તરે ચકાસણી, 2) જીલ્લા અમલીકરણ સમિતિ દ્વારા ચકાસણી અને ભલામણ, 3) સ્ક્રીનિંગ કમિટી દ્વારા મંજુરીનો સમાવેશ થાય છે.

વધુ માહિતી માટે પીએમ વિશ્વકર્મા ગાઈડલાઈન્સ pmvishwakarma.gov.in પર પહોંચી શકાશે. કોઇપણ પ્રશ્ન માટે કારીગરો 18002677777 પર કોલ કરી શકે છે અથવા pm-vishwakarma@dcmsme.gov.in પર ઇમેઇલ કરી શકે છે.

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ઓફિશિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

1 thought on “પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના: પીએમ વિશ્વકર્મા યોજના, 15,000 સુધીની ટૂલકીટ સહાય”

Leave a Comment