SBI ક્લાર્ક ભરતી 2022

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, SBI દ્વારા જુનિયર એસોસીએટ (કસ્ટમર સપોર્ટ અને સેલ્સ)ની 5008 જગ્યાઓ માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. ગુજરાતની 353 જગ્યાઓ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચો અને ઓનલાઈન અરજી કરો. આલેખમાં ભરતી વિશેની તમામ માહિતી ગુજરાતીમાં મેળવીએ.

પોસ્ટ નામ

જુનિયર એસોસીએટ (ક્લાર્ક)

જાહેરાત ક્રમાંક

CRPD/CR/2022-23/15

SBI ક્લાર્ક શૈક્ષણિક લાયકાત

માન્ય યુનિવર્સીટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ સમકક્ષ લાયકાત. ઈન્ટિગ્રેટેડ ડ્યુઅલ ડિગ્રી (IDD) પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે IDD પાસ કરવાની તારીખ 30-11-2022 અથવા તે પહેલાની છે.

SBI ક્લાર્ક પગાર ધોરણ

પ્રારંભિક મૂળભૂત પગાર રૂ. 19,900/- (રૂ. 17900/- ઉપરાંત સ્નાતકોને સ્વીકાર્ય બે એડવાન્સ ઇન્ક્રીમેન્ટ રૂ. 17900-1000/3-20900-1230/3-24590-1490/4-30550-1730/7-42600-3270/1-45930-1990/1-47920)

SBI ક્લાર્ક વય મર્યાદા

– ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ.