ગુજરાત ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022, માહિતી મેળવો - MY OJAS UPDATE

ગુજરાત ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022, માહિતી મેળવો

ગુજરાત ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022 : ભારતીય ટપાલ વિભાગ, પ્રવર અધિક્ષક ડાકઘર, વડોદરા પૂર્વ વિભાગ, વડોદરા ટપાલ જીવન વીમા / ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટ બનાવ માટેની સોનેરી તક છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચો.

ગુજરાત ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022

પોસ્ટ ટાઈટલગુજરાત ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022
પોસ્ટ નામટપાલ જીવન વીમા / ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટ
કુલ જગ્યા
સંસ્થાનું નામભારતીય ટપાલ વિભાગ, પ્રવર અધિક્ષક ડાકઘર, વડોદરા પૂર્વ વિભાગ
સ્થળવડોદરા
વોક ઈન્ટરવ્યું તારીખ12-09-2022
અરજી પ્રકારઓફલાઈન

ભારતીય ટપાલ વિભાગ ભરતી 2022

પ્રવર અધિક્ષક ડાકઘર, વડોદરા પૂર્વ વિભાગ (વડોદરા ઇસ્ટ ડિવિઝન, રાવપુરા)ની કચેરી, વડોદરા દ્વારા ટપાલ જીવન વીમા / ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટની નિયુક્તિ માટે “વોક-ઇન-ઈન્ટરવ્યુ”નું આયોજન આપેલ સ્થળ પર કરવામાં આવેલ છે.

શૈક્ષણિક લાયકાત

10મું પાસ અથવા કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા અધિકૃત સમકક્ષ શૈક્ષણિક લાયકાત.

વય મર્યાદા

18 થી 50 વર્ષ

પાત્રતા ધરાવતા વર્ગો

ભૂતપૂર્વ વીમાસલાહકાર / આંગણવાડી કાર્યકરો / મહિલા મંડળ કાર્યકરો / સ્વ સહાય જૂથના કાર્યકરો / એક્સ સર્વિસમેન / નિવૃત્ત શિક્ષકો / બેરોજગાર / સ્વરોજગાર યુવાનો / પોસ્ટ ઓફીસ SSA / એમપીકેબીવાય એજન્ટો અથવા ઉપરોક્ત લાયકાત ધરાવતા કોઇપણ વ્યક્તિ.

પ્રાથમિકતા

વડોદરા જીલ્લાના રહેવાસી, ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ વેંચવાનો અનુભવ, કોમ્પ્યુટરની જાણકારી સ્થાનિક જગ્યાની જાણકારી.

કમિશન કે ઇન્સેટીવ સરકારશ્રીના નિયમો અનુસાર મળશે.

ખાસ નોંધ :

  • કોઈપણ લાઈફ ઈન્સ્યોરન્સમાં કામ કરતા એજન્ટને પીએલઆઈ/આરપીએલઆઈની એજન્સી મળવાપાત્ર નથી.
  • જે ઉમેદવારની પસંદગી એજન્ટ તરીકે થશે તેમણે રૂપિયા 5000/- ના NSC/KVP સિક્યુરીટી ડીપોઝીટ તરીકે મુકવાના રહેશે.
  • જે ઉમેદવાર “વોક-ઇન-ઈન્ટરવ્યું”માં આવે એમને સરકાર તરફથી કોવિડ-19ને લગતી તમામ ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે.
  • ઉમેદવારએ પોતે એકલા એ જ “વોક-ઇન-ઈન્ટરવ્યું”માં આવવાનું રહેશે.
  • ઉમેદવારોએ પોતાના બાયોડેટાની સાથે પાસપોર્ટ સાઈઝના 2 ફોટા, ઉંમરનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતના સર્ટીફીકેટ, પાનકાર્ડ અને આધારકાર્ડની નકલ, આવશ્ય પ્રમાણપત્ર અને અનુભવનો દાખલો (જો હોય તો) લાવવાનો રહેશે. ઓરીજનલ તેમજ દરેકની સ્વ પ્રમાણિત 2 નકલ સાથે લાવવાની રહેશે.

ગુજરાત ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?

પ્રવર અધિક્ષક ડાકઘર, વડોદરા પૂર્વ વિભાગ (વડોદરા ઇસ્ટ ડિવિઝન, રાવપુર)ની કચેરી, વડોદરા દ્વારા ટપાલ જીવન વીમા / ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટની નિયુક્તિ માટે વોક-ઇન-ઈન્ટરવ્યુંનું આયોજન નીચે જણાવેલ સરનામે, તારીખ અને સમયે કરવામાં આવશે. નીચેની શરતો પૂર્ણ કરતાં તેમજ રસ ધરાવતા ઉમેદવારો હાજર રહી શકે છે.

ઈન્ટરવ્યું સ્થળ :
પ્રવર અધિક્ષક ડાકપર, વડોદરા પૂર્વ વિભાગ (વડોદરા ઇસ્ટ ડિવિઝન), ત્રીજે માળે, રાવપુરા હેડ પોસ્ટ ઓફિસની પાછળ, રાવપુરા, વડોદરા – ૩૯૦૦૦, તારીખ : 12-09-2022 (સોમવાર)

ગુજરાત ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022 ઈન્ટરવ્યું તારીખ કઈ છે?

ઈન્ટરવ્યું તારીખ : 12-09-2022
સમય : 10:30 થી 01:30 કલાકે

જાહેરાતઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો
ગુજરાત ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022
ગુજરાત ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022

6 thoughts on “ગુજરાત ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022, માહિતી મેળવો”

Leave a Comment