ગુજરાત બોર્ડનું 2022-23 કેલેન્ડર જાહેર

ધોરણ10બોર્ડની પરીક્ષા તારીખ જાહેર

ધોરણ 12 બોર્ડની પરીક્ષા તારીખ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણબોર્ડ (GSEB) દ્વારા શૈક્ષણિક વર્ષ 2022-23નું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ કેલેન્ડરમાં પ્રથમ સત્ર, બીજું સત્ર, પરીક્ષા તારીખ, બોર્ડની પરીક્ષાની તારીખ, વેકેશનના દિવસો, જાહેર રજાઓ સહિત તમામ આપવામાં આવી છે.

ધોરણ 10 અને 12ની પરીક્ષા તારીખ જાહેર

ધોરણ 10 અને 12ની પરીક્ષા તારીખ તા. 14/03/2023 થી 31/03/2023 સુધી લેવાશે

ધોરણ 9 અને 11ની દ્વિતીય પરીક્ષા માટે જૂન થી જાન્યુઆરી સુધીનો અભ્યાસક્રમ રહેશે. જેમાં જૂન થી સપ્ટેમ્બર સુધીના અભ્યાસક્રમમાંથી 30% અભ્યાસક્રમ અને ઓક્ટોબર થી જાન્યુઆરી સુધીના અભ્યાસક્રમમાંથી 70% અભ્યાસક્રમ રહેશે.

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા તેમજ ધોરણ 9 અને 10ની વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.

પરીક્ષા અંગેની સૂચનાઓ

શૈક્ષણિક વર્ષ 2022-23 માટે ધોરણ 9 થી 12ના અભ્યાસક્રમમાં કોઈપણ ઘટાડો કરવામાં આવશે નહિ. ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષા જૂન થી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે. ધોરણ 10 અને 12ની પ્રિલીમ પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. ધોરણ 9 અને 11ની દ્વિતીય પરીક્ષા માટે જૂન થી જાન્યુઆરી સુધીનો અભ્યાસક્રમ રહેશે. જેમાં જૂન થી સપ્ટેમ્બર સુધીના અભ્યાસક્રમમાંથી 30% અભ્યાસક્રમ અને ઓક્ટોબર થી જાન્યુઆરી સુધીના અભ્યાસક્રમમાંથી 70% અભ્યાસક્રમ રહેશે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા તેમજ ધોરણ 9 અને 10ની વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. ઉપરોક્ત તમામ પરીક્ષાઓ માટે શૈક્ષણિક વર્ષ 2019-20થી અમલમાં આવેલ પરીક્ષા પદ્ધતિ યથાવત રહેશે. પરીક્ષા પદ્ધતિમાં કોઈ ફેરફાર કરવાનો રહશે નહિ.

ધોરણ 9 થી 12  શૈક્ષણિક કેલેન્ડર  માટે