ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, મહેસાણા વિભાગ ખાતે એપ્રેન્ટીસ એક્ટ 1961 પ્રવર્તમાન નિયમાનુસાર (1) મીકેનીક ડીઝલ (2) મીકેનીક મોટર વ્હીકલ (3) ઈલેક્ટ્રીશીયન (4) શીટ મેટલ વર્કર (5) વેલ્ડર (6) એડવાન્સ ડીઝલ (7) કોપા ITI ટ્રેડમાં એપ્રેન્ટીસ ભરતી 2022 બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર જાહેરાત વાંચો અને પછી અરજી કરો.

GSRTC એપ્રેન્ટીસ ભરતી 2022

જે ઉમેદવારો GSRTCમાં એપ્રેન્ટીસ ભરતી માટે રાહ જોઈ રહ્યા છે તેમના માટે ખુબ જ સારી તક છે. આ તકનો લાભ લેવા સત્તાવાર જાહેરાત વાંચો પછી અરજી કરો.

GSRTC ભરતી 2022

આ ભરતી જરૂરી માહિતી જેવી કે પોસ્ટ નામ, શૈક્ષણિક લાયકાત, ઉંમર, પગાર, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે બાબતો નીચ્ચે મુજબ છે.

એપ્રેન્ટીસ ભરતી

– મીકેનીક ડીઝલ – મીકેનીક મોટર વ્હીકલ – ઈલેક્ટ્રીશીયન – શીટ મેટલ વર્કર – વેલ્ડર – એડવાન્સ ડીઝલ – કોપા

શૈક્ષણિક લાયકાત

– 10 પાસ + ITI (અન્ય ટ્રેડ ) – 12 પાસ + ITI (કોપા ટ્રેડ)

પગાર / સ્ટાઇપેંડ

સરકારી નિયામુસાર સ્ટાઇપેંડ મહીને મળવાપાત્ર છે.

GSRTC મહેસાણા ભરતી અરજી કઈ રીતે કરશો?

ઉમેદવારોએ WWW.APPRENTICESHIPINDIA.ORG વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરી તેની હાર્ડ કોપી મેળવી એસ.ટી. વિભાગીય કચેરી, ગાયત્રી મંદિર રોડ, મહેસાણા વહીવટી શાખા ખાતેથી જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી 18/08/2022 સુધી 11:00 કલાકથી 14:00 કલાક સુધીના સમય દરમિયાન જાહેર રજાના દિવસો સિવાય અરજી પત્રક મેળવી, શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાની પ્રમાણિત નકલ સહિત અરજીપત્રક તા. 20/08/2022 સુધીમાં જમા કરવાનું રહેશે.