ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી બૂક

હાલના સમયમાં ભારતીય રોડ પર બાઈક, ફોર વીલર, કે હેવી વાહન ચલાવવા માટે લાઈસન્સ જરૂરી છે. ડ્રાઈવિંગ લાઇસન્સ કાઢવો ત્યારે કોમ્પ્યુટર ટેસ્ટ આપવી ફરજીયાત છે. ચાલો તો આપણે આ લેખમાં કોમ્પ્યુટરમાં પૂછાઈ શકે તેવા સવાલો અને તેના જવાબોની ચર્ચા કરીએ.

ડ્રાઇવિંગ લાઇસન્સ કોમ્પ્યુટર પરીક્ષા

ડ્રાઇવિંગ લાઈસન્સ માટે ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ કોમ્પ્યુટર ટેસ્ટ આપવાની હોય છે. કોમ્પ્યુટર ટેસ્ટ આપવી ફરજીયાત છે. ચાલો તો આપડે જાણીએ કે કોમ્પ્યુટર ટેસ્ટમાં કેવા સવાલો પુછાય શકે.

આરટીઓ કોમ્પ્યુટર પરીક્ષા નિયમો

– હાલ કોમ્પ્યુટર ટેસ્ટ આપવા માટે એક PDF ફાઈલ છે જે લેખની છેલ્લે આપેલ છે તે વાંચજો – કમ્પ્યુટરની ટેસ્ટમાં જનરલ સવાલો હશે જે તમે તમે રસ્તાઓ પર જાઓ તે સમયે જોતા હોવ છો. – પ્રશ્ન સાથે ઓપ્શન પણ આપવામાં આવે છે, જેમાંથી તમારે સાચો જવાબ ટીક કરવાનો રહેશે. – RTO કોમ્પ્યુટર પરીક્ષા દરમિયાન 15 પ્રશ્ન પૂછવામાં આવે છે જેમાંથી તમારે 11 પ્રશ્ન સાચા જવાબ આપવા ફરજીયાત છે તો જ તમે પરિક્ષામાં પાસ ગણાશો. – દરેક પ્રશ્ન માટે 45 સેકન્ડનો સમય આપવામાં આવે છે. – ઓનલાઈન આરટીઓ પરીક્ષા ટેસ્ટમાં જાવ ત્યારે એક ID પ્રૂફ આપવું ફરજીયાત છે.

ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્ન

1. રાહદારીઓ માટેના ક્રોસિંગ ઉપર રાહદારી રોડ ક્રોસ કરવા ઉભા હોય ત્યારે તમે શું કરશો? : વાહન ઉભુ રાખી દઈ રાહદારી રોડ ક્રોસ કરી લે ત્યાં સુધી થોભી પછી આગળ વધશો. 2. તમે સાંકડા નાળા પાસે પહોંચો છો, સામેથી નાળામાં બીજું વાહન પ્રવેશે છે તમે શું કરશો? : સામેનું વાહન પસાર થાય ત્યાં સુધી થોભી ત્યારબાદ આગળ વધશો 3. વાહને અકસ્માત કરી જયારે કોઈ વ્યક્તિને ઈજા કરેલ હોય ત્યારે : ઘાયલ વ્યક્તિને સારવાર મળે તે માટેના દરેક પગલાં લઈ 24 કલાકમાં પોલીસ સ્ટેશને રીપોર્ટ લખાવશો.

ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્ન

જરૂરિયાત વગર હોર્નનો વારંવાર ઉપયોગ ગુન્હો બને છે? : હા નોન ટ્રાન્સપોર્ટ વાહન સાથે રાખવાના દસ્તાવેજ : આર.સી.બુક, પીયુસી, વીમા પ્રમાણપત્ર, મોટર ડ્રાઈવિંગ લાયસન્સ કોઈપણ વાહન ચલાવતી વખતે મોબાઈલ ઉપર વાત કરવી જોઈએ? : ના સીટ ઉપર લગાવેલ હેડ રેસ્ટ કઈ રીતે ઉપયોગી છે? : અકસ્માત વખતે ડોકની ઈજાથી બચાવે છે.

ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્ન

PUC સર્ટીફીકેટની મુદ્દત કેટલી છે? : 6 મહિના વળાંક નજીક હોય ત્યારે ઓવર ટેકિંગ કરવું? : માન્ય નથી નશો કરીને ડ્રાઈવિંગ કરવું? : કોઈપણ વાહનમાં મનાઈ છે