ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         
રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024 : ઓનલાઈન અરજી કરવાની રહેશે

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024 : Rajkot Mahanagarpalikaની જુદા-જુદા સંવર્ગની જગ્યાઓ ભરવા માટે નીચે મુજબની વિગતે કેટેગરી વાઈઝ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે www.rmc.gov.in પર તારીખ 05-03-2024 થી તારીખ 26-03-2024 (23.59 કલાક) સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024

પોસ્ટ ટાઈટલરાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024
પોસ્ટ નામમેનેજર અને અન્ય
કુલ જગ્યા15
સંસ્થાRajkot Municipal Corporation
ઓફિશિયલ વેબસાઈટwww.rmc.gov.in
અરજી પ્રકારઓનલાઈન
રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024
રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024

Rajkot Manahagarpalika Bharti 2024

જે મિત્રો Rajkot Municipal Corporation Bharti 2024ની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા વગેરે નીચે મુજબ છે.

જગ્યાનું નામકુલ જગ્યા
ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ01
મેનેજર 08
આસીસ્ટન્ટ એકાઉન્ટન્ટ03
વોર્ડ ઓફિસર03
કુલ જગ્યા15

ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ

  • લાયકાત : ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સી.એ.) અથવા કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટન્ટ (આઈ.સી.ડબલ્યુ.એ.) અથવા કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ (સી.એમ.એ.) / એમ.કોમ.
  • અનુભવ : કેન્દ્ર સરકાર / રાજ્ય સરકાર / બોર્ડ / નિગમ / મહાનગરપાલિકામાં હિસાબી અથવા ઓડીટ કામગીરીનો 04 વર્ષનો અનુભવ અથવા કંપની એક્ટ હેઠળ નોંધાયેલ જાહેર કંપનીમાં મેનેજર કક્ષાનો હિસાબી અથવા ઓડીટ કામગીરીનો 04 વર્ષનો અનુભવ
  • પગાર ધોરણ : ત્રણ વર્ષ માટે ફિક્સ પગાર રૂ. 64,700/- અને ત્રણ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરીયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ. 53,100-1,67,800 (પે-મેટ્રિક્સ લેવલ 9), (છઠ્ઠા પગારપંચ મુજબ રૂ. 9300-34800, ગ્રેડ પે 5400) આપવા અંગે વિચારણા કરવામાં આવશે.
  • વય મર્યાદા : 21 થી 35 વર્ષ

મેનેજર

  • લાયકાત : UGC/AICTE માન્ય યુનિવર્સીટીની કોઇપણ વિદ્યાશાખા સ્નાતક.

આસીસ્ટન્ટ એકાઉન્ટન્ટ

  • લાયકાત : ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સી.એ.) અથવા કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટન્ટ (આઈ.સી.ડબલ્યુ.એ.) અથવા કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ (સી.એમ.એ.) / એમ.કોમ.
  • પગાર ધોરણ : પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ. 53,700/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ. 44,900-1,42,400 (પે-મેટ્રિક્સ લેવલ 8), (છઠ્ઠા પગારપંચ મુજબ રૂ. 9300-34800, ગ્રેડ પે 4600) આપવા અંગે વિચારણા કરવામાં આવશે.
  • વય મર્યાદા : 18 થી 35 વર્ષ

વોર્ડ ઓફિસર

  • લાયકાત : UGC/AICTE માન્ય યુનિવર્સીટીની કોઇપણ વિદ્યાશાખા સ્નાતક.
  • પગાર ધોરણ : પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ. 53,700/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ. 44,900-1,42,400 (પે-મેટ્રિક્સ લેવલ 8), (છઠ્ઠા પગારપંચ મુજબ રૂ. 9300-34800, ગ્રેડ પે 4600) આપવા અંગે વિચારણા કરવામાં આવશે.
  • વય મર્યાદા : 18 થી 35 વર્ષ

અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર છે.

અરજી ફી

બિન અનામત વર્ગના ઉમેદવારોએ રૂ. 500/- અરજી ફી તરીકે ભરવાના રહેશે જયારે અન્ય વર્ગના ઉમેદવારોએ રૂ. 250/- અરજી ફી તરીકે ભરવાના રહેશે. આ અરજી ફી માત્ર અને માત્ર ઓનલાઈન/નેટ બેન્કિંગથી જ સ્વીકારવામાં આવશે. અરજી ફી ભર્યા બાદ રીફંડ આપવામાં આવશે નહી.

નોંધ : લય્કાતર ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટમાં આપેલ જાહેરાતમાં આપેલ તમામ માહિતી વાંચ્યા બાદ જ ઓનલાઈન અરજી કરવી.

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024 અરજી કઈ રીતે કરવી?

લાયકાત ધરવતા ઉમેદવારો www.rmc.gov.in વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024 અરજી છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 05-03-2024
અરજી છેલ્લી તારીખ : 26-03-2024 (23.59 કલાક)

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ