ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

ટકાવારી : Percentage

ટકાવારી – Percentage : રોજબરોજના વ્યવહારમાં વધ, ઘટ, નફો, ખોટ, વટાવ વગેરે બાબતોનું યોગ્ય સ્વરૂપ સમજીને તેની સરખામણી કરાવી પડે છે. આ માટે કોઈ ચોક્કસ પરિણામની જરૂર પડે છે. આવા પરિણામને પ્રમાણભૂત ગણવામાં આવે છે. કોઈપણ સંખ્યાનું 100 સાથેનું પ્રમાણ એટલે Takavari અથવા શતમાન.

ટકાવારી : Percentage
ટકાવારી : Percentage

ટકાવારી : Percentage

શતામાન એ એક પ્રકારનો અપૂર્ણાંક છે. આ અપૂર્ણાંકના છેડામાં હંમેશા 100 હોય છે.

  • 12%નો અર્થ 12/100અથવા 0.12 થાય છે.

આપેલા અપૂર્ણાંકને 100 વડે ભાગવાથી તેનું સાદા કે દશાંક અપૂર્ણાંકમાં રૂપાંતર કરી શકાય છે.

  • 3/4 નું ટકાવારીમાં રૂપાંતર = 3/4 * 100 = 75%
  • 40%નું અપૂર્ણાંકમાં રૂપાંતર = 4/100 = 2/5 અથવા 0.4

ટકાવારી અંગેના ઉદાહરણોમાં ઉપયોગી થાય તે માટે અપૂર્ણાંક અને ટકાવારીનું એકબીજામાં રૂપાંતર કરવું જરૂરી બને છે. આ માટે યાદ રાખવા જેવી ટકાવારીનું અપૂર્ણાંકમાં નીચે દર્શાવેલ છે

Percentageઅપૂર્ણાંકPercentageઅપૂર્ણાંકPercentageઅપૂર્ણાંક
25%1/46 1/4 %1/165%1/20
50%1/212 1/2 %1/810%1/10
75%3/416 2/3 %1/620%1/5
100%18 1/3 %1/1240%2/5

ટકાવારીના 50 જેટલા દાખલાઓ સોલ્યુશન સાથે ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

ટકાવારી માટેના અગત્યના સૂત્રો

  • x ના y ટકા xy/100 .
  • x ને y ના ટકાવારી સ્વરૂપમાં દર્શાવવા x/y * 100 લેવું.
  • x ની કેટલી ટકાવારી z છે? આનો જવાબ મેળવવા (z+100)/x શોધો.
  • કેટલાના y% એ z બરાબર છે? આનો જવાબ મેળવવા (z + 100)/y શોધો.
  • જો a, b થી x% વધારે હોય, તો b, a થી કેટલા ટકા ઓછા છે? આનો જવાબ મેળવવા x/(100+x)100 શોધો. જો કોઈ ચીજની કિમતમાં x% નો વધારો થાય તો ખર્ચમાં કેટલા ટકાનો ઘટાડો કરવાથી ન નફો કે ન નુકસાન થાય? આનો જવાબ મેળવવા x/(100+x)100 ગણો.
  • જો કોઈ વસ્તુની કિંમતમાં x% નો ઘટાડો થાય તો ખર્ચમાં કેટલા ટકા વૃદ્ધિ કરવાથી ન નફો કે ન નુકસાન થાય? આનો જવાબ મેળવવા માટે x/(100-x)100 ગણો. જો કોઈ દુકાનદાર વસ્તુઓને તેની ખરીદ કિંમતે વેચે, પરંતુ તોલમાપમાં x માપના સ્થાને ઓછું માપ y વાપરે તો મળતો લાભ (ટકાવારીમાં) x/(x- y)100.
  • જો કોઈ વસ્તુની કિંમતમાં x% નો ઘટાડો કરી નાખવામાં આવે તો પહેલાંની કિંમત મેળવવા માટે નવી કિંમતમાં કેટલા ટકા વૃદ્ધિ કરાવી પડે? આનો જવાબ મેળવવા x/(100-x)*100 ગણો.
  • જો કોઈ સંખ્યાને x% વધાર્યા બાદ તેને x% ઘટાડવામાં આવે અથવા x% ઘટાડ્યા x% વધારી દેવામાં આવે તો તે સંખ્યા ઘટતી જશે અને બંને કિસ્સામાં સંખ્યામાં થતો (ટકાવારી) ઘટાડો = x^2/100 થશે.

સ્પર્ધાત્મક પરીક્ષામાં પુછાતા કેટલાક પ્રશ્નો

  • 75 ના કેટલા ટકા 60 થાય?
  • કઈ રકમના 52% એ 182 થાય?
  • એક સંખ્યાના 71% તેના 46% કરતા 120 વધારે છે તો તે સંખ્યાના 30% શોધો?
  • એક સંખ્યાના 31% અને 13% વચ્ચેનો તફાવત 576 છે તે સંખ્યાના 17% શોધો?
  • કોઈ વ્યક્તિ પોતાની આવકના 10% બચત કરે છે જયારે તે પોતાની આવકના રૂ.4500 ખર્ચ કરે છે તો તે વ્યક્તિની કૂલ આવક કેટલી.
  • કોઈ એક પરિક્ષામાં પાસ થવા માટે જરૂર 33% છે એક વિદ્યાર્થીને તે પરિક્ષામાં 210 ગુણ પ્રાપ્ત થાય છે પણ તે 21 ગુણ માટે થઈને નાપાસ થાય છે તો પરીક્ષા કૂલ કેટલા ગુણની હશે.
  • એક ચુંટણીમાં એક ઉમેદવારને 62% મત પ્રાપ્ત થાય છે અને તે 144 મતોથી જીતી જાય છે તો કુલ મતદાન શોધો.
  • A નો પગાર B કરતા 25% વધારે છે તો B નો પગાર A ના પગાર કરતા કેટલા ટકા ઓછો હશે.
  • જો ચાના મુલ્યમાં 20% વધારો થાય તો ગૃહિણીએ ચાની વપરાશમાં કેટલો ઘટાડો કરવો જોઈએ કે જેથી ખર્ચમાં કોઈ ફેરફાર ન થાય.
  • બે સંખ્યાનો તફાવત એ મોટી સંખ્યાના 20% જેટલો છે જો નાની સંખ્યા 20 હોય તો મોટી સંખ્યા શોધો.
વધુ ઉદાહરણ દાખલા જોવાઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ