ઇડર નગરપાલિકા ભરતી 2022 - MY OJAS UPDATE



ઇડર નગરપાલિકા ભરતી 2022

ઇડર નગરપાલિકા ભરતી 2022 : ઇડર નગરપાલિકા દ્વારા ક્લાર્ક, સફાઈ કામદાર, મુકાદમ, ડ્રેનેજ સફાઈ કામદારની કુલ 22 જગ્યાઓ માટે પાંચ વર્ષના સમયગાળા માટે ફિક્સ પગારથી સીધી ભરતીથી નિમણૂક માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચો અને પછી અરજી કરો.

ઇડર નગરપાલિકા ભરતી 2022

પોસ્ટ ટાઈટલઇડર નગરપાલિકા ભરતી 2022
પોસ્ટ નામક્લાર્ક, સફાઈ કામદાર અને અન્ય
કુલ જગ્યા22
સ્થળઇડર-ગુજરાત
સંસ્થાઇડર નગરપાલિકા
અરજી પ્રકારઓફલાઈન

આ પણ વાંચો : SBI PO ભરતી 2022

નગરપાલિકા ભરતી 2022

જે મિત્રો ક્લાર્ક, સફાઈ કામદાર અને અન્ય જગ્યાઓની ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે ઇડર નગરપાલિકા ભરતી એક સારો મોકો છે. ભરતીને લગતી માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, કુલ જગ્યા, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

પોસ્ટ નામજગ્યાશૈક્ષણિક લાયકાતપગાર ધોરણ
ક્લાર્ક / ક્લાર્ક-ટાઈપીસ્ટ05માન્ય યુનિવર્સીટીમાંથી સ્નાતક અથવા તેની સમકક્ષ સરકારે માન્ય કરેલ શૈક્ષણિક અને કોમ્પ્યુટર કૌશલ્ય (CCC) પરીક્ષા પાસ.રૂ. 19,900-63,200/-
સફાઈ કામદાર12લખી વાંચી શકે તેવા.રૂ. 14,800-47,100/-
મુકાદમ03લખી વાંચી શકે તેવા.રૂ. 15,000-47,600/-
ડ્રેનેજ સફાઈ કામદાર02લખી વાંચી શકે તેવા.રૂ. 14,800-47,100/-
કુલ જગ્યા22

આ પણ વાંચો : VMC પીડીયાટ્રીશીયન ભરતી 2022

ક્લાર્ક/સફાઈ કામદાર વય મર્યાદા

વય મર્યાદા સરકારશ્રીના નીતિ નિયમ મુજબની રહેશે તેમજ અનામત વર્ગના ઉમેદવારોને સરકારશ્રીના નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે.

તા. 01/09/2022ની સ્થિતિએ વયમર્યાદા ગણતરી રહેશે. તા. 01/09/2022ની સ્થિતિએ નિયત શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.

નિયામકશ્રી નગરપાલિકા ગુજરાત રાજ્ય ગાંધીનગર તા. 03-08-2004ના પરિપત્ર તેમજ અમરેલી નગરપાલિકા સ્પે.સી.એ.નં. 5746/1999ના હાઇકોર્ટના ચુકાદાને આધીન તેમજ મંજુર થયેલ ભરતી – બઢતીના નિયમોની જોગવાઈ મુજબ નગરપાલિકામા કામ કરતા કર્મચારીને ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

આ પણ વાંચો : NHM પોરબંદર ભરતી 2022

નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમ દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી અરજી કરતા પહેલા ભરતીની સત્યયા તપાસો.

અધુરી કે સમય મર્યાદાબાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી અને આ અંગે કોઈ પત્ર વ્યવહાર કરવામાં આવશે નહિ

આ જાહેરાત તથા સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાની તથા પસંદગી કરવી કે ન કરવી તે અંગે ઇડર નગરપાલિકાને સંપૂર્ણ અબાધિક હક્ક / અધિકાર રહેશે. નગરપાલિકા આ માટે કોઈ કારણો આપવા માટે બંધાયેલ રહેશે નહિ.

આ પણ વાંચો : ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022

ઇડર નગરપાલિકા ભરતી 2022 પસંદગી પ્રક્રિયા

મંજુર થયેલ ભરતી – બઢતીના નિયમો મુજબ સફાઈ કામદાર, મુકાદમ અને ડ્રેનેજ સફાઈ કામદારની ભરતી રૂબરૂ મુલાકાતની જોગવાઈ મુજબ કરવામાં આવશે તથા ક્લાર્ક સંવર્ગની જગ્યા માટે સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા લેવામાં આવશે.

ઇડર નગરપાલિકા ભરતી 2022 અરજી પ્રક્રિયા

અરજીનો નમુનો ઇડર નગરપાલિકા કચેરી ખાતેથી મેળવી લેવાનો રહેશે. અરજદારે અરજી સાથે તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઈઝનો ફોટો નંગ 1, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતની સ્વપ્રમાણિત નકલ રજુ કરવાની રહેશે. અનામત વર્ગના ઉમેદવારે સક્ષમ અધિકારીશ્રીનું જાતિ અંગેનું પ્રમાણપત્ર તથા આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારે પાત્રતા અંગેનું સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે અને આપેલ સરનામાં પર રજી.પોસ્ટ એડીથી મોકલવાનું રહેશે

આ પણ વાંચો : SSC CGL ભરતી 2022

અરજી કવર ઉપર જે જગ્યા માટે અરજી કરેલ હોય તે જગ્યાનું નામ સ્પષ્ટ દર્શાવવાનું રહેશે.

સરનામું

ચીફ ઓફિસરશ્રી,
ઇડર નગરપાલિકા,
ઇડર,
જીલ્લો-સાબરકાંઠા

આ પણ વાંચો : IOCL ભરતી 2022

છેલ્લી તારીખ

જાહેરાત પ્રસિદ્ધ થયાને 15 દિવસમાં અરજી કરવાની રહેશે. (જાહેરાત : 24-09-2022 સંદેશ ન્યુઝ પેપર)

સુધારા જાહેરાતઅહીં ક્લિક કરો
જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો
ઇડર નગરપાલિકા ભરતી 2022
ઇડર નગરપાલિકા ભરતી 2022

9 thoughts on “ઇડર નગરપાલિકા ભરતી 2022”

Leave a Comment

આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ