અમને ફોલો કરો Follow Now

તલાટી મંત્રી પરીક્ષા 2023 ઉમેદવારો માટે અગત્યની સુચના

તલાટી મંત્રી પરીક્ષા 2023: જાહેરાત ક્રમાંક 10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી મંત્રી)ની સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 07-05-2023ના રોજ મંડળ દ્વારા યોજાનાર છે. ઉમેદવારો માટે અગત્યની સુચના બોર્ડ દ્વારા તેની ઓફિસિયલ વેબ સાઈટ પર તારીખ 17-04-2023ના રોજ મુકવામાં આવી છે.

  • પરીક્ષા 07-05-2023ના રોજ આયોજન કરવામાં આવશે.
  • સંમતિ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20-04-2023 ના રોજ સવારે 11:00 કલાક રહેશે.
તલાટી મંત્રી પરીક્ષા 2023
તલાટી મંત્રી પરીક્ષા 2023

તલાટી મંત્રી પરીક્ષા 2023

ઉપરોક્ત જાહેરાત અન્વયે (તલાટી મંત્રી પરીક્ષા) નોંધાયેલ ઉમેદવારોની સંખ્યા વધારે હોઈ તેમજ સામાન્ય રીતે પરીક્ષામાં ઉમેદવારોની ગેરહાજરીનું પ્રમાણ મોટું રહેતુ હોઈ જે ઉમેદવારો પરીક્ષા આપવા ઈચ્છતા ન હોઈ તેવા ઉમેદવારો પરીક્ષા આપવા ઈચ્છતા ન હોઈ તેવા ઉમેદવારોને બાદ કરી બાકી રહેતા ઉમેદવારો માટે પરીક્ષા યોજવાથી રાજ્ય સરકારશ્રીના સંશાધનોનો બિન જરૂરી વ્યય બચાવી શકાય તે હેતુથી ઉપરોક્ત જાહેરાત અન્વયે તારીખ 07-05-2023ના રોજ યોજાનાર પરીક્ષા માટે આપવા માટેની સંમતિ ફોર્મ ઉમેદવારો પાસેથી મેળવવાની જાહેરાત મંડળ દ્વારા તારીખ 13-04-2023ના રોજ કરવામાં આવેલ છે.

આ સંમતિ અંગેનું ફોર્મ ઓજસ વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ ઉપર તારીખ 20-04-2023ના રોજ સવારે 11:00 કલાકથી સુધી ઉમેદવાર ભરી શકાશે. ત્યારબાદ કોઈપણ ઉમેદવાર પરીક્ષા આપવાનું સંમતિ ફોર્મ ભરી શકશે નહી. જે ઉમેદવારો ઉપરોક્ત ઓનલાઈન સંમતિ ફોર્મ નિયત તારીખ સમય સુધીમાં ભરશે નહી, તેવા ઉમેદવાર તારીખ 07-05-2023ની પરીક્ષા માટેના પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે નહી, તેવા ઉમેદવાર તારીખ 07-05-2023ની પરીક્ષા માટેના પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે નહી અને પરીક્ષા આપી શકશે નહી, તેની નોંધ લેવા સર્વે ઉમેદવારોને જણાવવામા આવે છે.

તલાટી પરીક્ષા 2023

આથી ઉમેદવારોને પુન:સૂચિત કરવામાં આવે છે કે, જે ઉમેદવારો તારીખ 07-05-2023ના રોજ યોજનાર તલાટી મંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા ઈચ્છતા હોય તેવા ઉમેદવારોને ઝડપથી તારીખ 20-04-2023ના સવારે 11:00 વાગ્યા સુધીમાં ઓજસ વેબસાઈટ ઉપર પોતાનું ઓનલાઈન સંમતિ ફોર્મ ભરી દેવા જણાવવામાં આવે છે.

વધી વિગતો માટે મંડળ વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ તારીખ 13-04-2023ની “ઉમેદવારો માટેની અગત્યની સુચના” જોવા વિનંતી છે. વધુમાં આ અંગેની રોજબરોજની જાણકારી માટે દરરોજ મંડળની વેબસાઈટ જોતા રહેવા સર્વે ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે.

તલાટી મંત્રી પરીક્ષા 2023 અગત્યની સુચનાઅહીં ક્લિક કરો
તલાટી પરીક્ષા સંમતિ ફોર્મઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

તલાટી પરીક્ષા કઈ તારીખે છે?

તલાટી પરીક્ષા તારીખ 07-05-2023ના રોજ યોજાશે

1 thought on “તલાટી મંત્રી પરીક્ષા 2023 ઉમેદવારો માટે અગત્યની સુચના”

Leave a Comment