તલાટી પરીક્ષા 2023: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા યોજાનાર તલાટી મંત્રી પરીક્ષા 2023 (Talati Exam 2023) તારીખ 07-05-2023ના રોજ યોજાનાર છે. સંસાધનોનો ખોટો ઉપયોગ ન થાય તે માટે સરકારે નવો નિર્ણય લીધો છે, પહેલા ઉમેદવારો પાસેથી કન્ફર્મેશન લેવામાં આવશે, જે કન્ફર્મેશન આપશે તેમની જ પરીક્ષા લેવામાં આવશે.
- પરીક્ષા 07-05-2023ના રોજ આયોજન કરવામાં આવશે.
- કુલ 17,10,368 ઉમેદવારો નોંધાયા છે.
- સંમતિ અંગેનું ફોર્મ તારીખ 13-04-2023 ના બપોર 16:00 કલાકથી ભરી શકાશે
- સંમતિ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20-04-2023 ના રોજ સવારે 11:00 કલાક રહેશે.

તલાટી પરીક્ષા 2023
મળતી માહિતી અનુસાર તલાટીની પરીક્ષા તારીખ 07-05-2023ના રોજ યોજવામાં આવશે. ઉમેદવારોની વધારે સંખ્યાઓના લીધે બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે ઉમેદવારો પાસેથી “પરીક્ષા આપવા માટેની સંમતિ” લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. OJAS Portal મારફતે ઉમેદવારો સંમતી આપી શકશે.
17,10,368 ઉમેદવારોએ ફોર્મ ભર્યા
જાહેરાત ક્રમાંક 10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી મંત્રી)ની સીધી ભરતીની જાહેરાત અન્વયે કુલ 17,10,368 ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભર્યા છે. જે આંકડો ખુબ જ મોટો છે તેથી GPSSB બોર્ડે પરીક્ષા આપવા માટેની સંમતિ લેવાનું નક્કી કર્યું છે જેનુ ફોર્મ ઓજસ પોર્ટલ પર ઓનલાઈન ભરવાનું રહેશે. આ લેખમાં આપડે તમામ માહિતીની વિસ્તાર પૂર્વક ચર્ચા કરીશું.
જુનીયર ક્લાર્કની પરીક્ષા 41% ઉમેદવારે જ આપી
તારીખ 09-04-2023ના રોજ યોજાયેલ જુનીયર ક્લાર્ક (વહીવટી/હિસાબ)ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ નોંધાયેલ 9,53,723 ઉમેદવારો સામે માત્ર 3,51,736 (41%) ઉમેદવારો જ હાજર રહ્યા હતા આમ ગેર હાજરનું પ્રમાણ ઘણું મોટું રહેલ છે તેથી તલાટી પરીક્ષા પહેલા ઉમેદવારો પાસે પરીક્ષા આપવા માટેની સંમતિ લેવાઈ રહી છે.
ઉમેદવારોની સંખ્યાઓને ધ્યાનમાં રાખી આયોજન
સ્પર્ધાત્મક પરીક્ષાના આયોજન માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઈને આયોજન કરવું પડતુ હોય તે માટે ખુબ વિશાળ પ્રમાણમાં વ્યવસ્થાઓ કરવાની થાય છે. જેમાં પરીક્ષા કેન્દ્રો, વર્ગખંડ, ઇન્વીજીલેટર, કેન્દ્ર નિયામક વગેરે તેમજ પોલીસ સ્ટાફ પણ મોટા પ્રમાણમાં રોકાયેલ રહે છે. પરીક્ષામાં ગેરહાજર રહેતા ઉમેદવારોની મોટી સંખ્યાને કારણે તે પ્રમાણમાં કરવામાં આવેલ તમામ વ્યવસ્થાઓનો બિનજરૂરી ખર પણ થાય છે. આથી જે ઉમેદવારો પરીક્ષા આપવા ઈચ્છતા ન હોય તેવા ઉમેદવારોની આગાઉથી જાણ થઇ જાય અને તેમના માટેની પરીક્ષા વ્યવસ્થા કરવાની ન થાય તો બાકી રહેતા ઉમેદવારો માટેની પરીક્ષા વ્યવસ્થા વધારે સારી રીતે લરી શકાય.
પરીક્ષા આપવા માટેની સંમતિ કઈ રીતે આપવી?
હાલમાં GPSSB દ્વારા જાહેર કરેલ તલાટી પરિપત્ર અનુસાર તલાટીની પરીક્ષા આપવા માંગતા ફોર્મ ભરેલ તમામ ઉમેદવારોએ પરીક્ષા આપવા માટે સંમતિ આપવી પડશે. જેની માહિતી આ મુજબ છે.
જાહેરાત ક્રમાંક 10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી મંત્રી) માટે નોંધાયેલ ઉમેદવારો પાસેથી “પરીક્ષા આપવા માટેની સંમતિ” અંગેનું ફોર્મ OJAS વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ ઉપર HOME PAGE ઉપર NOTICE BOARD સેક્ટરમાં “જાહેરાત ક્રમાંક 10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી મંત્રી)ની તારીખ 07-05-2023ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ ભરવા અહીં ક્લિક કરો”. ઉપર ક્લિક કરી લોગીન કરવાનું રહેશે. સંમતિ અંગેનું ફોર્મ તારીખ 13-04-2023 ના બપોર 16:00 કલાકથી ભરી શકાશે. સંમતિ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20-04-2023 ના રોજ સવારે 11:00 કલાક રહેશે.
વધુ વિગત માટે તલાટી સંમતિ માટે સુચના જુઓ.
તલાટી પરીક્ષા સંમતિ માટે સુચના | અહીં ક્લિક કરો |
તલાટી પરીક્ષા સંમતિ ફોર્મ | અહીં ક્લિક કરો |
માયઓજસઅપડેટ હોમ પેજ | અહીં ક્લિક કરો |
Exam
Tnx