મતદાન કરવા માટે માન્ય પુરાવા : મતદાન પ્રક્રિયા, મતદાન કરો

મતદાન કરવા માટે માન્ય પુરાવા : લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી, હાલમાં દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે તમારે મતદાન કરવા જવા માટે સાથે જરૂરી પુરાવાઓ પણ રાખવા પડે છે. ચાલો આ લેખમાં આ પુરાવાની ચર્ચા કરીએ.

મતદાન કરવા માટે માન્ય પુરાવા

મતદાન કરવા માટે માન્ય પુરાવા
મતદાન કરવા માટે માન્ય પુરાવા
 • ચૂંટણીપંચ દ્વારા મતદાન કરવા માટે વિવિધ પુરાવાઓ માન્ય રાખ્યા છે જે નીચે મુજબ છે.
 • મતદાર ઓળખકાર્ડ (EPIC)
 • આધારકાર્ડ
 • પાનકાર્ડ
 • Unique Disability ID (UDID) કાર્ડ
 • સરકારી ફોટો ઓળખપત્ર
 • બેંક / પોસ્ટ ઓફીસ દ્વારા આપવામાં આવેલ ફોટો સહીતની પાસબુક
 • આરોગ્ય વીમા સ્માર્ટ કાર્ડ (શ્રમ મંત્રાલયનું)
 • ડ્રાઈવિંગ લાયસન્સ
 • પાસપોર્ટ
 • NPR હેઠળ RGI દ્વારા આપવામાં આવેલ સ્માર્ટ કાર્ડ
 • પેન્શન દસ્તાવેજ
 • ધારાસભ્યો / લોકસભા સભ્યોને આપવામાં આવેલ આધિકારીક ઓળખપત્ર
 • મનરેગા જોબ કાર્ડ

મતદાન મથકમાં કોઈપણ ગેજેટ્સને લઈ જવાની મંજૂરી નથી.

મતદાન પ્રક્રિયા

 • મતદારો લાઈનમાં ઉભા રહે છે.
 • મતદાન અધિકારી મતદારયાદીમા આપનું નામ અને આપનું ઓળખપત્ર ચકાસશે.
 • મતદાન અધિકારી આપના ડાબા હાથની પ્રથમ આંગળીના નાખ પર અવિલોપ્ય શાહી લગાવશે, એક પહોંચ આપશે અને આપની સહી લેશે.
 • મતદાન અધિકારી આપની પાસેથી પહોંચ લેશે અને આંગળી પર કરવામાં આવેલ નિશાન ચકાસશે.
 • મતદાર પોતાના પસંદગીના ઉમેદવાર / NOTAની સામેનું વાદળી રંગનું બટન દબાવશે: લાલ કલરની લાઈટ થશે.

મતદાન કરો

મતદાન માટે તૈયાર રહો : જયારે તમે મતદાન મથકમાં પ્રવેશો છો ત્યારે 3જા મતદાન અધિકારી બેલેટ યુનિટ (BU)ને ચાલુ કરે છે, ત્યારે BUની લીલી લાઈટ ઝળહળશે.

તમારો મત આપો : તમારી પસંદગીના ઉમેદવારના નામ / પ્રતીક / NOTA વિકલ્પ સામે બેલેટ યુનિટ પર બ્લુ બટન દબાવો.

લાઈટ જુઓ : પસંદ કરેલ ઉમેદવાર / NOTA વિકલ્પના નામ / પ્રતિકની સામે લાલબત્તી ઝળહળશે.

તમારો મત ચકાસો : VVPAT પસંદ કરેલ ઉમેદવાર / NOTAનો સીરીયલ નંબર, નામ અને પ્રતીક ધરાવતી બેલેટ સ્લીપ પ્રિન્ટ અને પ્રદર્શિત કરશે.

BEEP સાંભળો : કંટ્રોલ યુનિટનો BEEP અવાજ એ ચિહ્નિત કરે છે કે મતદાન સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે.

જો તમને VVPATમાં બેલેટ સ્લિપ દેખાતી નથી અથવા જોરથી બીપ સંભળાય છે, તો પ્રીસાઈડીંગ ઓફિસરનો સંપર્ક કરો.

સ્લિપ કાચમાંથી 7 સેકંડ માટે દેખાશે. પ્રિન્ટેડ સ્લિપ VVPATમાં સુરક્ષિત રહેશે.

મતદાર પ્રતિજ્ઞા

“અમે, ભારતના નાગરીકો, લોકશાહીમાં સંપૂર્ણ વિશ્વાસ રાખીને પ્રતિજ્ઞા લઈએ છીએ કે, અમે, આપણા દેશની લોકતાંત્રિક પ્રક્રિયાઓની મર્યાદા જાળવીશું અને સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરીમાને જાળવીને, નિર્ભયતાથી, ધર્મ, વર્ગ, જાતિ, સમાજ, ભાષા અથવા અન્ય પ્રલોભનથી થયા સિવાય, દરેક ચૂંટણીમાં અમારા મતાધિકારનો ઉપયોગ કરીશું”

નોંધ : મતદાન કરવા માટે માન્ય પુરાવા માટેની માહિતી અમને વિવિધ માધ્યમથી મળેલ છે તેથી ખરાઈ કરી લેવી.

Leave a Comment