ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની – ગુજરાત જ્ઞાન ગુરુ કવીઝમાં ધોરણ 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ અન્ય નાગરિકો ભાગ લઇ શકશે અને આકર્ષક ઇનામો જીતી શકશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022

ગુજરાત જ્ઞાન ગુરુ કવિઝનો હેતુ

રાજ્યના વિદ્યાર્થીઓ અને પ્રજાજનોને પ્રોત્સાહિત કરી તેઓ વચ્ચે એક તંદુરસ્ત જ્ઞાનવર્ધક હરીફાઈ થકી તેઓનું સશક્તિકરણ કરવાનો છે. આ ક્વિઝમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી પહેલ, વિકાસગાથા, ગૌરવગાથા અને જન સુખાકારી યોજનાઓની માહિતી તેમજ સામાન્ય માન અને નોંધનીય બાબતોનો સમાવેશ થશે.

ઈનામની રકમ

જીતો 25 કરોડથી વધુના ઈનામો

રાજ્ય, જીલ્લા, તાલુકા કક્ષા પ્રમાણે ઈનામોની વહેંચણી