GISFS સિક્યુરીટી ગાર્ડ ભરતી 2022

ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ સોસાયટી, અમદાવાદ ખાતે સિક્યુરીટી ગાર્ડની એક્સમેનથી જગ્યા ભરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. અરજી કરતા પહેલા જરૂરી સુચના વાંચી લેવી અને 15-08-2022 પહેલા અરજી કરવાની રહેશે.

કુલ જગ્યા

1320

શૈક્ષણિક લાયકાત

– નિવૃત ભૂમિદળ / નૌકાદળ / હવાઈદળ / CRPF / BSF / CISF / SSB / ITBP જેવા પોલીસ / SRP / હોમગાર્ડઝ / નિવ્રૃત / રાજુનામુ આપેલ હોય તેવા પોલીસ કોન્સ્ટેબલ / હેડ કોન્સ્ટેબલ / ASI અને તેની સમકક્ષ હોદ્દો ધરવતા લાયકાત

GISFS સિક્યુરીટી ગાર્ડ પગાર

એક્સમેન ગાર્ડને એક્સમેનની ખાલી જગ્યા ઉપર મુકવામાં આવે તો કુલ પગાર રૂ. 14,329.80 અને એક્સમેન ગાર્ડને સાદા ગાર્ડની જગ્યા ઉપર મુકવામાં આવે તો રૂ. 12,030/- મળવાપાત્ર રહેશે. હથિયારી લાયસન્સ અને હથિયાર ધરાવતા એક્સમેન ગાર્ડને ગનમેનની જગ્યા ઉપર મુકવામાં આવે તો 15,816.40 મળવાપાત્ર રહે છે તદુપરાંત EDLI તથા ગુમાસ્તાધારા મુજબ મળવાપાત્ર લાભો મળશે. ઉપર પૈકી જે જગ્યા ખાલી હશે ત્યાં નિમણુક આપવામાં આવશે અને તે મુજબ પગાર મળવાપાત્ર રહેશે.

GISFS સિક્યુરીટી ગાર્ડ વય મર્યાદા

ઉમેદવારની ઉંમર તા. 15-08-2022ના રોજ મહત્તમ 63વર્ષથી વધુ ન હોવી જોઈએ.

GISFS સિક્યુરીટી ગાર્ડ ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?

જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે. https://ojas.gujarat.gov.in/