દરેક દેશને પોતાની આગવી ઓળખ હોય છે, જેને બધા જ લોકો દ્વારા સ્વીકારવામાં આવે છે. રાષ્ટ્રના પ્રતીકો એ દેશનો ઈતિહાસ, વ્યક્તિત્વ અને વિશિષ્ટતા છે. દેશનું રાષ્ટ્રીય પ્રતિક એ ભારત દેશનું પ્રતિબિબ છે. ચાલો તો આપડે આ લેખમાં ભારતના રાષ્ટ્રીય પ્રતીકો નિબંધ 2022 – આપણા રાષ્ટ્રીય પ્રતીકો નિબંધ પર વાત કરીએ.

ચાલો આપડે આ લેખમાં ભારતીય પ્રતીકો વિશે વિસ્તારથી વાત કરીએ. સ્કુલ અથવા કોલેજમાં પણ ભારતના રાષ્ટ્રીય પ્રતીકો નિબંધ 2022 – આપણા રાષ્ટ્રીય પ્રતીકો નિબંધ પુછાય છે તો આ લેખ ધ્યાન પૂર્વક વાંચજો.

ભારતનો રાષ્ટ્રધ્વજ તિરંગો / ત્રિરંગો

– ભારતીય રાષ્ટ્રીય ધ્વજમાં ત્રણ રંગો છે. – કેસરી, સફેદ અને લાલ રંગકેસરી : શક્તિનું પ્રતિક સફેદ : શાંતિનું પ્રતિક લીલો : સમૃદ્ધિનું પ્રતિક – વચ્ચે સફેદ પટ્ટીમાં 24 આરા ધરાવતું વાદળી રંગનું અશોકશક્ર જે અશોકના વારસણી ખાતેના સારનાથના સ્તંભમાંથી લેવામાં આવ્યું છે. – રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈ 3 : 2 છે.

ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન

– મૂળ સ્તંભમાં 4 સિંહ છે જે એક – બીજાની સામ સામેની બાજુમાં બેસેલા છે. આથી ત્રણ સિંહ જ દેખાય છે. – નીચે ઘંટાકાર પદ્મના ઉપર એક હાથી, એક ઘોડો, એક સાંઢ તથા એક સિંહની ઉપસેલી મૂર્તિઓ છે જેની વચ્ચો વચ્ચ ચક્ર છે. – એક જ પથ્થર પરથી કોતરેલ આ સ્તંભની ઉપર ધર્મચક્ર રાખવામાં આવ્યું છે નીચેની તરફ “મુંડકોપનીષદ”માંથી લીધેલ સૂત્ર “સત્મેવ જયતે” લખેલ છે. જેની લિપિ દેવનાગરી છે જેનો અર્થ થાય છે “સત્યનો જ વિજય થાય છે”

ભારતનું રાષ્ટ્રગાન

– મૂળ રાષ્ટ્રગાન 5 પદમાં લખાયેલું છે પરંતુ તેનું પ્રથમ પદ રાષ્ટ્રગાન તરીકે સ્વીકારવામાં આવ્યું છે. – રાષ્ટ્રગાનના ગાયનની અવધી 52 સેકન્ડની છે. ઘણીવાર સંક્ષિપ્તરૂપમાં પ્રથમ અને છેલ્લી પંક્તિમાં ગાવામાં આવે છે જેની અવધી 20 સેકન્ડની છે. – બંધારણસભા દ્વારા “જન ગણ મન…” રાષ્ટ્રીયગાન તરીકે 24 જાન્યુઆરી 1950ના રોજ સ્વીકારવામાં આવ્યું. – સૌપ્રથમ વખત “જન ગણ મન…” રાષ્ટ્રગાનનું ગાન રવિન્દ્રનાથ ટાગોરની ભત્રીજી દ્વારા “ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ”ના કોલકત્તા ખાતેના ઈ.સ. 1911ના 27માં અધિવેશનમાં ગવાયું હતું.

ભારતનું રાષ્ટ્રગીત

– “વંદેમાતરમ્” બંકિમ ચંદ્ર ચેટરજીની કૃતિ “આનંદમઢ”માંથી લેવામાં આવ્યું છે. – “વંદેમાતરમ્”ને “જન ગણ મન”ની સમ્માન દરજ્જો પ્રાપ્ત છે. – બંધારણસભા દ્વારા “વંદેમાતરમ્”ને 24 જાન્યુઆરી 1950ના રોજ સ્વીકારવામાં આવ્યું. – સૌપ્રથમ વખત “વંદેમાતરમ્”નું ગાન “ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ”ના કલકત્તા ખાતેના ઈ.સ. 1896ના 12માં અધિવેશનમાં ગવાયું હતું.