ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

ગુજરાતનો ઇતિહાસ ઉપયોગી સવાલ ભાગ 2

ગુજરાતનો ઇતિહાસ ઉપયોગી સવાલ : હાલના સમયમાં સરકારી નોકરીની તૈયારી કરતો વર્ગ ઘણો છે. સરકારી ભરતીમાં લેખિત પરીક્ષા હોય છે જેમાં ગુજરાતનો ઈતિહાસ એક વિષય તરીકે હોય છે જેના ઘણા સવાલો પુછાય છે તો આપડે ગુજરાતના ઈતિહાસને લગતા કેટલા ક સવાલ જવાબની ચર્ચા આ આર્ટીકલ દરમિયાન કરવાના છીએ.

ગુજરાતનો ઇતિહાસ ઉપયોગી સવાલ 2
ગુજરાતનો ઇતિહાસ ઉપયોગી સવાલ 2

ગુજરાતનો ઇતિહાસ ઉપયોગી સવાલ

પોસ્ટ નામગુજરાતનો ઇતિહાસ ઉપયોગી સવાલ
પોસ્ટ પ્રકારજનરલ નોલેજ
વિષયગુજરાતનો ઈતિહાસ
ગુજરાતનો ઇતિહાસ ઉપયોગી સવાલ

ગુજરાતનો ઈતિહાસ IMP સવાલ-જવાબ

ગુજરાતમાં સુપ્રથમ ટ્રેન ક્યા શરૂ થઈ હતી? ઉતરણથી અંકલેશ્વર

વડોદરાને ભારતસંઘ સાથે ક્યા રાજાએ જોડ્યું? પ્રતાપસિંહ ગાયકવાડ

આ પણ જુઓ : તલાટી મોડેલ પેપર 1

લક્ષ્મીવિલાસ પેલેસ ક્યાં આવેલો છે? વડોદરા

સૌપ્રથમ ક્યા રાજાએ ભારતસંઘ સાથે પોતાનું રાજ્ય જોડ્યું? મહારાજા કૃષ્ણકુમાર સિહજી (ભાવનગર)

સૌપ્રથમ ગુજરાતમાં પ્રાથમિક શાળાની સ્થાપના ક્યા થઈ? સુરત

ગુજરાતમાં 1857ના વિપ્લવની શરૂઆત ક્યા થઈ? અમદાવાદ

ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (ગુજરાત વિદ્યાસભા)ની સ્થાપના ક્યારે થઈ? ઈ.સ.1848

ગુજરાતમાં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના ક્યારે થઈ? 1850

ગુજરાતસભાની સ્થાપના ક્યારે થઈ? 1884

આ પણ જુઓ : તલાટી મોડેલ પેપર 2

સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો? ટંકારા

દયાનંદ સરસ્વતીનું મૂળનામ જણાવો? મૂળશંકર

આર્ય સમાજની સ્થાપના ક્યારે, કોણે અને ક્યા કરી હતી? 1875, દયાનંદ સરસ્વતીએ, મુંબઈ

“વેદો તરફ પાછા વળો” આ સૂત્ર કોણે આપ્યું છે? દયાનંદ સરસ્વતી

કોંગ્રેસની સ્થાપના ક્યારે અને કોણે કરી? ઈ.સ. 1885, એલન ઓકટોવિન હ્યુમ

સૌપ્રથમ કોંગ્રેસનું અધિવેશન ક્યા ભરાયું હતું? મુંબઈ

કોંગ્રેસના પ્રથમ અધિવેશનના અધ્યક્ષ કોણ હતા? વ્યોમેશચંદ્ર બેનર્જી

આ પણ જુઓ : તલાટી મોડેલ પેપર 3

ગુજરાતમાં સૌપ્રથમ ક્યારે અને કોના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસનું અધિવેશન ભરાયું? 1902, સુરેન્દ્રનાથ બેનર્જી

લંડનમાં “ઇન્ડિયા હાઉસની” સ્થાપના કોણે કરી હતી? શ્યામજીકૃષ્ણ વર્મા

ગુજરાતનો ઇતિહાસ ઉપયોગી સવાલ

“વંદે માતરમ્” મેગેજીન કોના દ્વારા ચાલુ કરવામાં આવ્યું હતું? ભીખાઈજી કામા

ક્યાં અધિવેશન દરમિયાન કોંગ્રેસના બે પક્ષ પડ્યા? 23માં

જર્મનીના “સ્ટેટ ગાર્ડમાં” કોણે રાષ્ટ્રધ્વજને ફરકાવ્યો હતો? મેડમ ભીખાયજી કામા

ગાંધીજી ભારત પાછા ક્યારે ફર્યા? 9 જાન્યુઆરી, 1915

ક્યાં ક્રાંતિકારીએ વાયસરોય લોર્ડ મિન્ટો પર બોમ્બ ફેંક્યો? મોહનલાલ પંડ્યા

હોમરૂલ લીંગની સ્થાપના કોણે કરી? એની બેસન્ટ

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા? એની બેસન્ટ

સત્યાગ્રહ આશ્રમની સ્થાપના ક્યાં કરવામાં આવી? કોચરબ ગામ (અમદાવાદ)

ક્યાં સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને “ડુંગળીચોર”નું બિરૂદ મળ્યું? ખેડા સત્યાગ્રહ

ભારતમાં કુલ કેટલા રજવાડા હતા? 562

ગુજરાતમાં કુલ કેટલા રજવાડા હતા? 366

ગાંધીજીએ રેટીંયો શોધવાનું કોને કહેલું? ગંગાબહેનને

ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે અને ક્યારે કરી? ગાંધીજીએ, 1920

ગુજરાત વિદ્યાપીઠમાં પ્રથમ અધ્યાપક તરીકે કોણ જોડાણું? કાકા સાહેબ કાલેલકર

વલ્લભભાઈ પટેલને “સરદાર”નું બિરૂદ ક્યા સત્યાગ્રહ દરમિયાન મળ્યું? બારડોલી

“સ્વરાજ આશ્રમ” ક્યાં આવેલો છે? બારડોલી (સુરત)

ગાંધીજીનો પ્રથમ ઉપવાસવાળો સત્યાગ્રહ કયો હતો? અમદાવાદ સત્યાગ્રહ

પૂર્ણ સ્વરાજનો ઠરાવ ક્યારે અને ક્યા પસાર થયો? 31 ડિસેમ્બર, 1929, લાહોર

સવિનય કાનૂનભંગ એટલે શું? અયોગ્ય સરકારી કાયદાનો વિનય સહીત ભંગ કરવો

ક્યાં સત્યાગ્રહને વિશ્વના 10 સત્યાગ્રહોમાં સ્થાન મળેલ છે? દાંડીકૂચ

દંડીકૂચમાં કુલ કેટલા સત્યાગ્રહીઓ જોડાણા? 79 (78 સાથી + ગાંધીજી)

દાંડીકૂચ દરમિયાન પહેલો વિરામ ક્યા લીધો? અસ્લાલિ

ગાંધીજીએ દાંડીકૂચણી શરૂઆત ક્યારે અને ક્યાંથી કરી? 12 માર્ચ, 1930, સાબરમતી આશ્રમથી

દાંડીકૂચનું કુલ અંતર જણાવો? 385 કિ.મી (241 માઈલ)

ગાંધીજીએ ક્યારે મીઠાના કાયદાનો ભંગ કર્યો? 6 એપ્રિલ, 1930

ભારતની કોકીલા તરીકે કોણ ઓળખાય છે? શ્રીમતી સરોજીની નાયડું

ધરાસણા સત્યાગ્રહની કોણે લીધી હતી? અબ્બાસ તૈયાબે

અબ્બાસ તૈયાબની ધરપકડ થતાં ધરાસણા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી? શ્રીમતી સરોજીની નાયડું

ગાંધીજી – ઈરવિન કરાર ક્યાં સત્યાગ્રહ દરમિયાન થયો? ધરાસણા સત્યાગ્રહ

“સરહદના ગાંધી” તરીકે કોણ ઓળખાય છે? અબ્દુલ ગફારખાન

“કરેંગે યા મરેંગે” સૂત્ર ક્યાં સત્યાગ્રહ દરમિયાન મળ્યુ? હિન્દ છોડો ચળવળ

“હિન્દ છોડો આંદોલન” દરમિયાન ગુજરાત કોલેજમાં ત્રિરંગો લહેરાવા જતા કોણે શહીદી વ્હોરી હતી? વિનોદ કિનારીવાલા

“નવજીવન” માસિકની શરૂઆત કોણે કરી હતી? ઈન્દુલાલ

આરઝી હકુમતમાં વડાપ્રધાન તરીકે કોની નિમણૂક કરવામાં આવી? શામળદાસ ગાંધી

ગુજરાતનો ઇતિહાસ ઉપયોગી સવાલ

આરઝી હકુમતનું જાહેરનામું કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું? કનૈયાલાલ મુનશી

આરઝી હકુમત દરમિયાન તેનું પ્રથમ મુખ્ય કાર્યાલયનું નામ શું હતું અને તે ક્યા આવેલું હતું? આઝાદ જૂનાગઢ, રાજકોટમાં આવેલું

આરઝી હકુમત દરમિયાન લોકસેના દ્વારા સૌપ્રથમ ક્યા ગામનો કબજો લેવામાં આવ્યો? ભેંસાણ

સૌપ્રથમ ભાષાના આધારે રાજ્યની રચના કરવી કે નહી તેની સમિક્ષા કરવા કઈ સમિતીની રચના કરવામાં આવી? ધાર સમિતી

“મહાગુજરાત સીમા સમિતી”ની સ્થાપના ક્યારે થઈ અને તેના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ઈ.સ. 1951, સર પુરુષોત્તમદાસ

“મહાગુજરાત સમિતી”ની સ્થાપના ક્યારે થઈ અને તેના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ઈ.સ. 1952, હિમ્મતલાલ શુક્લ

ફજલઅલી પંચની સ્થાપના ક્યારે થઈ? ઈ.સ. 1953

મહાગુજરાત આંદોલનની શરૂઆત ક્યારે થઈ? 8મી ઓગસ્ટ, 1956

મહાગુજરાત વિદ્યાર્થી પરિષદની સ્થાપના ક્યારે થઈ? 9 ઓગસ્ટ, 1956

મહાગુજરાત વિદ્યાર્થી પરિષદે ક્યારે શહિદદિન ઉજવ્યો? 13 ઓગસ્ટ, 1956

મહાગુજરાત પરિષદની સ્થાપના ક્યારે થઈ? 9 સપ્ટેમ્બર, 1956

મહાગુજરાત જનતા પરિષદે ચૂંટણી દરમિયાન કયું નિશાન રાખેલ? કુકડો

મહાગુજરાત આંદોલન દરમિયાન શહીદ સ્મારક હટાવ્યા બાદ હિંસાત્મક બનાવો બન્યા તેના તપાસ માટે કઈ સમિતીણી રચના કરવામાં આવો? કોટવાલ પંચ

ગુજરાત રાજ્ય રચવાની સત્તાવાર જાહેરાત ક્યારે થઈ? 27 ઓગસ્ટ, 1959

“મહાગુજરાત જનતા પરિષદ” સમિતીનું વિસર્જન ક્યારે થયુ? 20 માર્ચ, 1960

ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે, ક્યાં અને કોના હસ્તે કરવામાં આવી? 1 મેં, 1960 , સાબરમતી આશ્રમે, રવિશંકર મહારાજ દ્વારા

ગુજરાત રાજ્યની સ્થાપના બાદ પ્રથમ વ્યક્તિ

  • મુખ્યમંત્રી – જીવરાજ મહેતા
  • રાજ્યપાલ – મહેંદી નવાજ જંગ
  • ઉપસ્પીકર – અંબાલાલ શાહ
  • સ્પીકર – કલ્યાણજી મહેતા
  • મુખ્ય ન્યાયધીશ – એસ.ટી.દેસાઈ
  • મુખ્ય સચિવ – ઈશ્વરન્
  • પાટનગર – અમદાવાદ
  • ધારાસભા – સિવિલ હોસ્પિટલ
  • સચિવાલય – પોલીટેકનીકલ બિલ્ડીંગ, અમદાવાદ
  • હાઇકોર્ટ – નવરંગપૂરા
  • રાજભવન – શાહિબાગનો બંગલો

પ્રથમ વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગુજરાત વિધાનસભાની કુલ બેઠકો કેટલી હતી? 132

કેટલામી વિધાનસભાની ચૂંટણી દરમિયાન કુલ બેઠકો 182 થઈ? પાંચમી વિધાનસભાની ચૂંટણી (1975 – 1980)

ગુજરાતમાં કુલ કેટલી વાર રાષ્ટ્રપતિ શાસન લાગ્યું? 5

ગુજરાતમાં ક્યા રાજ્યપાલના સમયમાં સૌથી વધુ રાષ્ટ્રપતિશાસન લાગ્યું અને કેટલી વાર? કે.કે.વિશ્વનાથન, 2 વાર

ગુજરાતમાં 2012 – 2017 દરમિયાન કેટલામી વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી? તેરમી

ગુજરાતમાં ક્યાં મુખ્યમંત્રીના સમયમાં પંચાયતી રાજ્યનો અમલ થયો? ડૉ. જીવરાજ મહેતા (1 એપ્રિલ, 1963)

ગુજરાતમાં GIDCની સ્થાપના ક્યાં મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન થઈ? બળવંતરાય મહેતા

ક્યાં મુખ્યપ્રધાનના સમયમાં અંકલેશ્વર તેલક્ષેત્ર શોધાયું? જીવરાજ મહેતા

“સુથરી ડેમની” રચના કોની યાદ માટે બનાવવામાં આવ્યું છે? બલવંતરાય મહેતા

ગાંધીનગરને ગુજરાતનું પાટનગર ક્યારે બનાવવામાં આવ્યું? 11 ફેબ્રુઆરી, 1971

“અંત્યોદય યોજના” ક્યા મુખ્યપ્રધાનના સમયમાં શરૂ કરવામાં આવી હતી? બાબુભાઈ પટેલ

“કુટુંબપોથી”ની શરૂઆત કોના સમયમાં થઈ? માધવસિંહ સોલંકી

“ગોકુલગ્રામ” યોજનાની શરૂઆત કોના સમયમાં થઈ? કેશુભાઈ પટેલ

ગુજરાતનો ઇતિહાસ ઉપયોગી સવાલ

ગુજરાતનો ઇતિહાસ ઉપયોગી સવાલPDF
હોમે પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
ગુજરાતનો ઇતિહાસ ઉપયોગી સવાલ

1 thought on “ગુજરાતનો ઇતિહાસ ઉપયોગી સવાલ ભાગ 2”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ