અમને ફોલો કરો Follow Now

SSA Gujarat: સમગ્ર શિક્ષા અંતર્ગત ભરતી 2023

Table of Contents

SSA Gujarat Recruitment 2023: સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લાકક્ષા અને તાલુકાકક્ષાએ હાલમાં ખાલી પડેલ વિવિધ જગ્યાઓ માટે 11 માસ માટે કરાર આધારે ભરવા જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી ઓનલાઈન અરજી કરવી.

SSA Gujarat Recruitment 2023

સમગ્ર શિક્ષા અંતર્ગત ગુજરાત રાજ્યમાં જિલ્લાકક્ષાએ ઉક્ત જગ્યાઓની ભરતી માટે પસંદગીયાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાતો અને પુરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ઉમેદવારો સત્તાવાર જાહેર કરવામાં આવેલ જાહેરાત વિસ્તાર પૂર્વક વાંચી લેવી.

SSA Gujarat Recruitment 2023
SSA Gujarat Recruitment 2023

SSA ગુજરાત ભરતી 2023

સમગ્ર શિક્ષા અંતર્ગત પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર:સેકન્ડરી એજ્યુકેશન, મદદનીશ જિલ્લા કો-ઓર્ડીનેટર અને અન્ય કુલ 52 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

સર્વ શિક્ષા અભિયાન ભરતી 2023 / SSA Gujarat Bharti 2023

SSA Gujarat Recruitment 2023 માટે ઉમેદવારોએ અરજી કરતા પહેલા વેબ સાઈટ પર મુકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણું અંગેની સૂચનાઓ / માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. સ્ટેટ પ્રોજેક્ટ ઓફીસ તથા જીલ્લા પ્રોજેક્ટ ઓફીસ ખાતે રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહી. તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહી.

પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર : સેકન્ડરી એજ્યુકેશન
  • ખાલી જગ્યા : 14
  • લાયકાત : માન્ય યુનિવર્સીટીની સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ગ (60%)ની તથા અનુસ્નાતક કક્ષાએ દ્રિતીય વર્ગ (55%)ની પદવી સાથે બી.એડ અને એમ.એડ.ની લાયકાત ફરજીયાત ધરાવતા હોવા જોઈએ. ઉમેદવાર કોમ્પ્યુટરનું જ્ઞાન ફરજીયાત ધરાવતા હોવા જોઈએ. (સીસીસી/સીસીસી પ્લસ તથા તેને સમકક્ષ) તેમજ ઉમેદવાર ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષા લખતા, વાંચતા, બોલતા આવડતું હોવું જોઈએ.
  • અનુભવ : ઉમેદવાર શિક્ષણના ક્ષેત્રમાં ફરજીયાત “5 વર્ષનો સવેતન અનુભવ” ફરજીયાત ધરાવતા હોવા જોઈએ. (નોંધ: સ્નાતક, અનુસ્નાતક, બી.એડ. પછીનો જ અનુભવ માન્ય ગણાશે)
  • માસિક ફિક્સ મહેનતાણું : 20,000/-
મદદનીશ જિલ્લા કો-ઓર્ડીનેટર : ક્વોલીટી એજ્યુકેશન એન્ડ મોનીટરીંગ (ટીચર્સ ટ્રેનીંગ)
  • ખાલી જગ્યા : 02
  • લાયકાત : માન્ય યુનિવર્સીટીની સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ગ (60%)ની તથા અનુસ્નાતક કક્ષાએ દ્રિતીય વર્ગ (55%)ની પદવી સાથે બી.એડની લાયકાત ફરજીયાત ધરાવતા હોવા જોઈએ. તેમજ ઉમેદવાર TET/TAT પરીક્ષા ફરજીયાત પાસ કરેલ હોવી જોઈએ. ઉમેદવાર TET/TAT પરીક્ષા પાસ કરેલ નહી હોય તો ગેરલાયક ઠરશે.
  • અનુભવ : ઉમેદવાર શિક્ષણના ક્ષેત્રમાં ફરજીયાત “3 વર્ષનો સવેતન અનુભવ” ફરજીયાત ધરાવતા હોવા જોઈએ. (નોંધ: સ્નાતક, અનુસ્નાતક, બી.એડ. પછીનો જ અનુભવ માન્ય ગણાશે)
  • માસિક ફિક્સ મહેનતાણું : 16,500/-
  • ફક્ત મહિલા ઉમેદવારે જ અરજી કરવી.
મદદનીશ જિલ્લા કો-ઓર્ડીનેટર : ગર્લ્સ એજ્યુકેશન
  • ખાલી જગ્યા : 09
  • લાયકાત : ફક્ત મહિલા ઉમેદવાર માન્ય યુનિવર્સીટીની સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ગ (60%)ની તથા અનુસ્નાતક કક્ષાએ દ્રિતીય વર્ગ (55%)ની પદવી સાથે બી.એડની લાયકાત ફરજીયાત ધરાવતા હોવા જોઈએ. તેમજ ઉમેદવાર TET/TAT પરીક્ષા ફરજીયાત પાસ કરેલ હોવી જોઈએ. ઉમેદવાર TET/TAT પરીક્ષા પાસ કરેલ નહી હોય તો ગેરલાયક ઠરશે.
  • અનુભવ : ઉમેદવાર કન્યા શિક્ષણના ક્ષેત્રમાં ફરજીયાત “3 વર્ષનો સવેતન અનુભવ” ફરજીયાત ધરાવતા હોવા જોઈએ. (નોંધ: સ્નાતક, અનુસ્નાતક, બી.એડ. પછીનો જ અનુભવ માન્ય ગણાશે)
  • માસિક ફિક્સ મહેનતાણું : 16,500/-
મદદનીશ જિલ્લા કો-ઓર્ડીનેટર : જિલ્લા હિસાબી અધિકારી
  • ખાલી જગ્યા : 00
  • લાયકાત : ઉમેદવાર માન્ય યુનિવર્સીટીની બી.કોમની ડિગ્રી મુખ્ય વિષય એકાન્ટન્સી સાથે અથવા બી.બી.એ.ની ડિગ્રી મુખ્ય ફાયનાન્સ સાથે ઓછામાં ઓછા 60% ગુણાંક તથા અનુસ્નાતક કક્ષાએ એમ.કોમની ડિગ્રી મુખ્ય વિષય એકાન્ટન્સી 55% સાથે અથવા એમ.બી.એની ડિગ્રી મુખ્ય વિષય ફાયનાન્સ સાથે ઓછામાં ઓછા 55% ફરજીયાત ધરાવતા હોવા જોઈએ. કોમ્પ્યુટરના ઉપયોગ અંગે ખાસ કરીને ટેલી (Tally) સોફ્ટવેર અંગે ફરજીયાત કોર્ષ કર્યા અંગેનું પ્રમાણપત્ર સરકાર માન્ય સંસ્થામાંથી ધરાવતા હોવા જોઈએ.
  • ઈચ્છનીય લાયકાત : મરજિયાત : ઉમેદવાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મમાં 3 વર્ષમાં આર્ટીકલશીપ કરેલ હશે તો પ્રાધાન્ય આપવામાં આવશે.
  • અનુભવ : ઉમેદવાર ઓડીટ અંગેની જાણકારી નાણાકીય વ્યવસ્થાપન અંગેની સ્પષ્ટ સૂઝ સાથે હિસાબી ઓડીટીંગ કામકાજના “3 વર્ષનો સવેતન અનુભવ” ફરજીયાત ધરાવતા હોવા જોઈએ. (નોંધ: સ્નાતક, પછીનો જ અનુભવ માન્ય ગણાશે)
  • માસિક ફિક્સ મહેનતાણું : 16,500/-
મદદનીશ જિલ્લા કો-ઓર્ડીનેટર : એમ.આઈ.એસ.
  • ખાલી જગ્યા : 04
  • લાયકાત : ઉમેદવાર માન્ય યુનિવર્સીટીમાં સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ગ (60%)ની B.E. Computer (60%) / IT (60%) અથવા સ્નાતક (60%) / IT (60%) અથવા સ્નાતક (60%) સાથે MCA (55%) અથવા સ્નાતક (60%) સાથે M.sc Computer Science (CS) / IT 55%ની લાયકાત ફરજીયાત ધરાવતા હોવા જોઈએ.
  • અનુભવ : ઉમેદવાર સબંધિત ક્ષેત્રમાં “3 વર્ષનો સવેતન અનુભવ” સિસ્ટમ એનાલિસ્ટ અથવા પ્રોગ્રામર તરીકેનો અનુભવ ફરજીયાત રહેશે. (નોંધ: સ્નાતક અને પોસ્ટ ગ્રેજ્યુએશન પછીનો જ અનુભવ માન્ય ગણાશે)
  • માસિક ફિક્સ મહેનતાણું : 16,500/-
મદદનીશ જિલ્લા કો-ઓર્ડીનેટર : અલ્ટરનેટીવ સ્કૂલીંગ / એક્સેસ, રીટેન્શન એન્ડ વોકેશનલ એજ્યુકેશન
  • ખાલી જગ્યા : 01
  • લાયકાત : ફક્ત મહિલા ઉમેદવાર માન્ય યુનિવર્સીટીની સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ગ (60%)ની તથા અનુસ્નાતક કક્ષાએ દ્રિતીય વર્ગ (55%)ની પદવી સાથે બી.એડની લાયકાત ફરજીયાત ધરાવતા હોવા જોઈએ. તેમજ ઉમેદવાર TET/TAT પરીક્ષા ફરજીયાત પાસ કરેલ હોવી જોઈએ. ઉમેદવાર TET/TAT પરીક્ષા પાસ કરેલ નહી હોય તો ગેરલાયક ઠરશે.
  • અનુભવ : ઉમેદવાર શિક્ષણના ક્ષેત્રમાં ફરજીયાત “3 વર્ષનો સવેતન અનુભવ” ફરજીયાત ધરાવતા હોવા જોઈએ. (નોંધ: સ્નાતક અને બી.એડ. પછીનો જ અનુભવ માન્ય ગણાશે)
  • માસિક ફિક્સ મહેનતાણું : 16,500/-
મદદનીશ જિલ્લા કો-ઓર્ડીનેટર : આઈઈડી કો-ઓર્ડીનેટર
  • ખાલી જગ્યા : 03
  • લાયકાત : લાયકાત : ફક્ત મહિલા ઉમેદવાર માન્ય યુનિવર્સીટીની સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ગ (60%)ની તથા અનુસ્નાતક કક્ષાએ દ્રિતીય વર્ગ (55%)ની પદવી સાથે વિશિષ્ટ શિક્ષણમાં સ્પેશિયલ બી.એડ. કે સ્પેશિયલ ડીપ્લોમામાં RCI માન્ય સંસ્થામાંથી તેમજ RCI CRR રજીસ્ટ્રેશન ફરજીયાત કરેલ હોવું જોઈએ.
  • અનુભા : વિશિષ્ટ જરૂરીયાત (Special Needs) ધરાવતા બાળકો સાથે કામ કરવાનો RCI માન્ય સંસ્થાનો કે માન્ય શાળાનો “3 વર્ષનો સવેતન અનુભવ” ફરજીયાત ધરાવતા હોવા જોઈએ. (નોંધ: સ્નાતક, અનુસ્નાતક અને સ્પેશિયલ ડીપ્લોમાં પછીનો જ અનુભવ માન્ય ગણાશે)
  • માસિક ફિક્સ મહેનતાણું : 16,500/-
એડીશ્નલ મદદનીશ જિલ્લા કો-ઓર્ડીનેટર : ગર્લ્સ એજ્યુકેશન (કેજીબીવી)
  • ખાલી જગ્યા : 05
  • લાયકાત : સ્નાતક કક્ષાએ (55%), અનુસ્નાતક (50%) અને તાલીમ સ્નાતક (બી.એડ)
  • અનુભવ : ઉમેદવાર કન્યા શિક્ષણના ક્ષેત્રમાં ફરજીયાત “3 વર્ષનો સવેતન અનુભવ” ફરજીયાત ધરાવતા હોવા જોઈએ. (નોંધ: સ્નાતક, અનુસ્નાતક અને બી.એડ. પછીનો જ અનુભવ માન્ય હણાશે )
  • માસિક ફિક્સ મહેનતાણું : 13,000/-
  • ફક્ત મહિલા ઉમેદવારે જ અરજી કરવી.
હિસાબનીશ (બિન નિવાસી) (કેજીબીવી / બોઇઝ હોસ્ટેલ)
  • ખાલી જગ્યા : 14
  • લાયકાત : ફક્ત ઉમેદવાર માન્ય યુનિવર્સીટીની સ્નાતકકક્ષાએ 5% સાથે બી.કોમ/બીબીએમાં મુખ્ય વિષય એકાઉન્ટન્સી સાથેની લાયકાત ફરજીયાત ધરાવતા હોવા જોઈએ. તેમજ ટેલી સોફ્ટવેરનો સર્ટીફીકેટ કોર્ષ સરકાર માન્ય સંસ્થામાંથી ફરજીયાત કરેલ હોવો જોઈએ.
  • માસિક ફિક્સ મહેનતાણું : 8,500/-
  • ફક્ત મહિલા ઉમેદવારે જ અરજી કરવી.

વય મર્યાદા

ઉમેદવારની વયમર્યાદા ઓન-લાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ 35 વર્ષ સુધીની રહેશે.

ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જયારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓન-લાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરીક્ષ નકલ, પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ્સ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.

નોંધ: SSA Gujarat Recruitment 2023ની નીચે સત્તાવાર જાહેરાત આપેલ છે તે વિગત સુપૂર્ણ વાંચી પછી જ ઓનલાઈન અરજી કરવી.

SSA Gujarat Bharti 2023 અરજી કઈ રીતે કરશો?

ઉમેદવારોએ ઓનલાઈન અરજી https://www.ssagujarat.org વેબ સાઈટ પર જઈને Recruitment પર ક્લિક કરીને કરવાની રહેશે.

SSA Gujarat Recruitment 2023 અરજી કરવાની છેલ્લી તારીખ?

અરજી શરૂ તારીખ : 14-09-2023
અરજી છેલ્લી તારીખ : 23-09-2023

SSA Gujarat ભરતી જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment