સરકારી મુદ્રણાલય ભાવનગર ભરતી 2023: 8 પાસ અને 10 પાસ માટે એપ્રેન્ટીસ ભરતી - MY OJAS UPDATE

સરકારી મુદ્રણાલય ભાવનગર ભરતી 2023: 8 પાસ અને 10 પાસ માટે એપ્રેન્ટીસ ભરતી

સરકારી મુદ્રણાલય ભાવનગર ભરતી 2023: સરકારી મુદ્રણાલય, વિઠ્ઠલવાડી ઔધોગિક વસાહત, ભાવનગર ખાતે પ્રેસમાં બુક બાઈન્ડર, લિથો ઓફસેટ મશીન માઈન્ડર, પ્લેટ મેકર (લિથો ગ્રાફિક્સ) એપ્રેન્ટીસ ટ્રેડ માટે ભરતીસત્ર ફેબ્રુઆરી/માર્ચ 2023 માટે એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ તાલીમ મેળવવા બાબતે અરજીઓ મંગાવવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.

સરકારી મુદ્રણાલય ભાવનગર ભરતી 2023

પોસ્ટ ટાઈટલસરકારી મુદ્રણાલય ભાવનગર ભરતી 2023
પોસ્ટ નામબુક બાઈન્ડર, લિથો ઓફસેટ મશીન માઈન્ડર અને અન્ય
કુલ જગ્યા10
નોકરી સ્થળભાવનગર-ગુજરાત
અરજી છેલ્લી તારીખ15-04-2023
અરજી પ્રકારઓફલાઈન
સરકારી મુદ્રણાલય ભાવનગર ભરતી 2023
સરકારી મુદ્રણાલય ભાવનગર ભરતી 2023

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ભરતી 2023

જે મિત્રો સરકારી પ્રિન્ટીંગ પ્રેસ એપ્રેન્ટીસ ભરતી 2023 ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ સારો મોકો છે. એપ્રેન્ટીસ ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ભાવનગર ભરતી 2023

અ.નં.ટ્રેડતાલીમનો સમયગાળોજગ્યાશૈક્ષણિક લાયકાત
1બુક બાઈન્ડર02 વર્ષ06ધોરણ 8 પાસ અથવા સમકક્ષ પરીક્ષા પાસ.
2લિથો ઓફસેટ મશીન માઈન્ડર03 વર્ષ03ધોરણ 10 પાસ અથવા સમકક્ષ પરીક્ષા પાસ.
3પ્લેટ મેકર (લિથો ગ્રાફિક્સ)02 વર્ષ01ધોરણ 10 પાસ અથવા સમકક્ષ પરીક્ષા પાસ.

વય મર્યાદા

  • 14 વર્ષથી ઓછી નહિ પરંતુ 23 વર્ષ સુધી ઈચ્છવા યોગ્ય.

સ્ટાઇપેન્ડ

પસંગી પામેલ ઉમેદવારોને એપ્રેન્ટીસ એકટ અધિનિયમ – 1961 મુજબ નિયત કરેલ સ્ટાઇપેંડ ચુકવવામાં આવશે.

સુચના

ઉપરોક્ત અ.નં. 01 ટ્રેડમાં બિન અનામત – 03, સા.શૈ.પ.વ. – 01, આ.ન.વ. – 01, અનુ. જાતિ – 01 જગ્યા તથા અ.નં. 02 ટ્રેડમાં બિન અનામત – 02, અનુ. જાતિ – 01 જગ્યાઓ અને અ.ન. 03 ટ્રેડમાં બિન અનામત – 01 જગ્યા છે.

બુક બાઈન્ડર તેમજ ઓફસેટ મશીન માઈન્ડર ટ્રેડમાં આઈ.ટી.આઈ. પાસ કરેલ હશે તેને 01 વર્ષ છૂટ આપવામાં આવશે અને આગલા વર્ષમાં પ્રવેશ મળશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે તારીખ 15-04-2023 સુધીમાં અરજી કરવાની રહેશે. મોડી આવેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી. ઈન્ટરવ્યુ માટે ઉમેદવારોએ સ્વખર્ચે હાજર થવાનું રહેશે. પસંદ થયેલ ઉમેદવારોને એપ્રેન્ટીસ અધિનિયમ 1961 મુજબ નિયત કરેલ સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે અને તાલીમ પૂર્ણ થયે છૂટા કરવામાં આવશે.

નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે. અમારો હેતુ આપ સુધી સાચી માહિતી પહોચાડવાનો છે તેથી અરજી કરતા પહેલા જાહેરાતની ખરાઈ જરૂર કરી લેવી.

સરકારી મુદ્રણાલય ભાવનગર ભરતી 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યું પ્રમાણે થશે (નિયમો મુજબ)

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ભાવનગર ભરતી 2023 અરજી કઈ રીતે કરશો?

જરૂરી લાયકાતના પ્રમાણપત્રની પ્રમાણિત નકલો સાથે તા. 15-04-2023 સુધીમાં આપેલ સરનામે મળી રહે તે રીતે અરજી કરવાની રહેશે.

સરનામું
સરકારી મુદ્રણાલય,
વિઠ્ઠલવાડી ઔધોગિક વસાહત,
ભાવનગર

સરકારી મુદ્રણાલય ભાવનગર ભરતી 2023 અરજીની છેલ્લી તારીખ કઈ છે

છેલ્લી તારીખ : 15-04-2023

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

8 thoughts on “સરકારી મુદ્રણાલય ભાવનગર ભરતી 2023: 8 પાસ અને 10 પાસ માટે એપ્રેન્ટીસ ભરતી”

Leave a Comment