ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

પીએમ સૂર્ય ઘર યોજના : 300 યુનિટ સુધીની વિજળી મફત

પીએમ સૂર્ય ઘર યોજના : કેન્દ્ર સરકારની આ યોજના એટલે PM Surya Ghar Yojana (pmsuryaghar.gov.in), પીએમ સૂર્ય ઘર નિ:શુલ્ક વીજળી યોજનાને કેન્દ્રિય કેબિનેટે મંજુરી આપી દીધી છે. આ યોજના અંતર્ગત સોલાર પેનલ લગાવનારને 300 યુનિટ વીજળી નિ:શુલ્ક મળશે.

પીએમ સૂર્ય ઘર યોજના 2024

આ યોજનામાં 1 કરોડ ઘર પર સોલાર પેનલ લગાવવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. આ માટે કેન્દ્ર સરકાર ૭૮ હજાર સુધીની સબસીડી આપશે. 300માંથી વધેલા યુનિટ વેચાશે તો વપરાશકારને વાર્ષિક રૂપિયા ૧૫ હજાર સુધીની આવક થશે.

પીએમ સૂર્ય ઘર યોજના 2024
પીએમ સૂર્ય ઘર યોજના 2024

PM Surya Ghar Yojana 2024

સરકાર આ યોજના હેઠળ શહેરોથી ગામડાઓ સુધીના ઘરો પર સોલાર પેનલ દ્વારા વીજળીના બીલમાં મોટી બચત થશે. આ યોજના હેઠળ સરકાર કુલ ૭૫ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો તો જાણો સંપૂર્ણ પ્રોસેસ.

પીએમ સૂર્ય ઘર યોજના માટે કઈ રીતે અરજી કરવી?

  • pmsuryaghar.gov.in પર જાઓ.
  • એપ્લાય ફોર રૂફટોપ સોલારના વિકલ્પ પર ક્લિક કરો.
  • રજીસ્ટ્રેશન પેજ ખુલશે.
  • માંગેલ તમામ માહિતી ભરી દયો.
  • પછી ડિસ્કોમથી ફિઝિબિલિટી એપ્રૂવલ મળતા જ રજિસ્ટર્ડ વેન્ડરનો સંપર્ક કરો.
  • ઈન્સ્ટોલેશન પછી નેટ મીટર માટે અરજી કરો.
  • મીટર લાગ્યા પછી ડિસ્કોમ ટીમ નિરીક્ષણ કરશે અને કમિશનિંગ સર્ટીફીકેટ આપશે.

સબસિડી કેવી રીતે મળશે?

ઇન્સ્ટોલેશન બાદ ગ્રાહકે પ્લાન્ટની વિગતો જમા કરાવવાની રહેશે અને નેટ મીટર માટે અરજી કરવી પડશે. નેટ મીટર લાગ્યા બાદ અને ડિસ્કોમ દ્વારા નિરીક્ષણ કર્યા પછી પોર્ટલ પર કમિશનિંગ પ્રમાણપત્ર જનરેટ કરવામાં આવશે. કમિશનિંગ રીપોર્ટ પ્રાપ્ત થવા પર, ગ્રાહકે પોર્ટલ દ્વારા બેંક ખાતાની વિગતો અને રદ કરાયેલ ચેક જમા કરવાનો રહેશે. તમને 30 દિવસની અંદર બેંક ખાતામાં સબસીડી મળશે.

કેટલો ખર્ચ થશે અને કેટલી સબસિડી મળશે?

પ્લાન્ટ (કિલોવોટ)ખર્ચસબસિડી
1 KW50,000/-30,000/-
2 KW1,10,000/-60,000/-
3 KW1,45,000/-78,000/-

પીએમ સૂર્ય ઘર યોજનામાંથી પૈસા કઈ રીતે કમાઈ શકો?

એક કિલોવોટનો પ્લાન્ટ 4 યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે, એ હિસાબે 3 કિલોવોટ રોજ 12 યુનિટ સુધી વીજળી ઉત્પન્ન કરશે. તેનાથી 360 યુનિટ મહિનામાં ઉત્પન્ન થશે. જો તમે 200 યુનિટ સુધી મહિનામાં ખર્ચ કરો તો બાકીની 160 યુનિટ નેટ મીટરીંગ થકી કંપનીમાં પરત જતી રહેશે જેના પૈસા તમારા બેંક ખાતામાં જમા થશે.

નોંધ : ઓફિશિયલ વેબસાઈટમાં આપેલ તમામ માહિતી વાંચ્યા બાદ જ ઓનલાઈન અરજી કરવી.

ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ