ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

Navodaya Admission: જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2024-25

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2024-25 : ભારતના તમામ રાજ્યોમાં આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6માં એડમીશન આપવા માટે દર વર્ષે પ્રવેશ આપમાં આવે છે. આ પ્રવેશ માટે હાલ ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે. શૈક્ષણિક વર્ષ 2024-25 માટે ધોરણ 6 માં પ્રવેશ આપવા માટે ચાલુ વર્ષની પ્રવેશ પરીક્ષા ફોર્મ ભરવાની જાહેરાત પ્રસિદ્ધ થઇ ગયેલ છે.

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2024

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2024

પોસ્ટ ટાઈટલનવોદય વિદ્યાલય ધોરણ 6 એડમિશન 2024-25
પોસ્ટ નામજવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2024 જાહેર
પ્રવેશધોરણ 6
વર્ષ માટે પ્રવેશ2024-25
અરજી છેલ્લી તારીખ10-08-2024
પરીક્ષા તારીખ04-11-2023 (વિન્ટર બાઉન્ડ જ.ન.વી)
20-01-2024 (સમર બાઉન્ડ જ.ન.વી)
સત્તાવાર વેબસાઈટhttps://navodaya.gov.in
અરજી પ્રકારઓનલાઈન

નવોદય વિદ્યાલય ધોરણ 6 એડમિશન 2024-25

ઉમેદવાર ધોરણ 5 (પાંચ)મા શૈક્ષણિક વર્ષ 2023-24મા સરકારી / સરકાર માન્યશાળામાં જે તે જીલ્લામાં નવોદય વિદ્યાલય કાર્યરત હોય ત્યાં પ્રવેશ પ્રરીક્ષા આપવા માટે પાત્ર છે. પ્રવેશ પરીક્ષા આપવા માટે ઈચ્છુક ઉમેદવારની જન્મતારીખ 01/05/2012 થી 31/07/2014 (બંને દિવસો સામેલ છે) હોવી જોઈએ.

નવોદય વિદ્યાલય પ્રવેશ 2024-25

વિસ્તુત જાણકારી જેમ કે પરીક્ષાની પદ્ધતિ અને જવાહર નવોદય વિદ્યાલયમાં ખાલી પડેલી જગ્યાઓ માટે નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ www.navodaya.gov.in જોવી. આ માટે જે તે જીલ્લાની નવોદય વિદ્યાલય આચાર્યનો સંપર્ક કરી શકે.

નવોદય વિદ્યાલયની વિશેષતાઓ

 • દરેક જીલ્લામાં સહ-શિક્ષણવાળી નિવાસીશાળા.
 • કુમાર અને કન્યાઓ માટે અલગ છાત્રાલય.
 • રહેવા અને જમવાની સુવિધા સાથે મફત શિક્ષણ
 • પ્રવાસી યોજના (migration scheme) દ્વારા બૃહદ સંસ્કૃતિક આદાન – પ્રદાન.
 • રમત-ગમત / એન.સી.સી. / એન.એસ.એસ. તથા સ્કાઉટગાઈડને પ્રોત્સાહન.

નવોદય વિદ્યાલયની ખાસ વિશેષતાઓ

 • ગુણવત્તા યુક્ત શિક્ષણપર વિશેષભાર આપવાની JEE (MAIN)-2022માં 7585 વિદ્યાર્થીઓમાંથી 4296 (56.6%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
 • JEE (Advanced) 2022માં 3000 વિદ્યાર્થીઓમાંથી 1010 (33.7%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
 • NEET-2022માં 24807 વિદ્યાર્થીઓમાંથી 19352 (78.0%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
 • 2022-23માં ધોરણ 10 અને 12નું પરિણામ Class – X : 99.14%, Class – XII : 97.51%.

નવોદય વિદ્યાલય પ્રવેશ માટે યોગ્યતા

 • જીલ્લાના અસલ રહેવાસી હોય તેમજ તેજ જીલ્લાની સરકારી / સરકાર માન્ય શાળામાં શૈક્ષણિક સત્ર 2023-24માં ધોરણ 5માં અભ્યાસ કરતા ઉમેદવાર કે જ્યાં જવાહર નવોદય વિદ્યાલય કાર્યરત છે જેમાં તેઓ પ્રવેશ માટે પાત્ર છે.
 • સરકારી કે સરકાર માન્ય શાળાના ધોરણ 3 અને 4માં પૂરું સત્ર અભ્યાસ કરેલ હોય અને પાસ થયેલ હોય.
 • જે જીલ્લાની નવોદય વિદ્યાલયમાં પ્રવેશ ઈચ્છતા હોય તે જીલ્લાની શાળામાં ધોરણ 5 પૂરું શૈક્ષણિક વર્ષ અભ્યાસ કરેલ હોવો જોઈએ.
 • ઉમેદવાર તારીખ 01-05-2012 અને 31-07-2014 (બંને દિવસો સમાવિષ્ટ છે) વચ્ચે જન્મેલ હોવો જોઈએ.

નવોદય વિદ્યાલય અનામત આરક્ષણ

 • ગ્રામીણ ક્ષેત્રના વિદ્યાર્થી માટે ઓછામાં ઓછી 75% જગ્યાઓ અનામત રહેશે.
 • કન્યાઓ માટે 1/3% જગ્યાઓ અનામત રહેશે.
 • ઓ.બી.સી/અનુ.જાતિ/અનુ.જન.જાતિ અને દિવ્યાંગ ઉમેદવારો માટે ભારત સરકારશ્રીના નિયમાનુસાર અનામત રહેશે.

નવોદય પ્રવેશ પરીક્ષા ડોક્યુમેન્ટ લિસ્ટ

સત્તાવાર જાહેરાત વાંચો.

નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ પરીક્ષા પદ્ધતિ

પરીક્ષામાં ઓબ્જેક્ટીવ ટાઈપ પ્રશ્ન હશે જેની સમય મર્યાદા 2 કલાકની રહેશે.

ક્રમવિષયપ્રશ્નમાર્ક્સસમય
1મેન્ટલ એબિલીટી ટેસ્ટ405060 મિનિટ
2એરીથમેટીક ટેસ્ટ202530 મિનિટ
3લેન્ગવેજ ટેસ્ટ202530 મિનિટ
કુલ801002 કલાક
જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2024

નોંધ : ઓનલાઈન રજીસ્ટ્રેશન કરતા પહેલા ફરજીયાત સત્તાવાર જાહેરાત વાંચી લેવી અને પછી જ અરજી કરવી.

વિગતવાર માહિતીઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2024-25 FAQs

જવાહર નવોદય વિદ્યાલય ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ?

અરજી છેલ્લી તારીખ: 10-08-2024

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2024 ક્યારે મળી શકે?

ઉમેદવાર ધોરણ 5 (પાંચ)મા શૈક્ષણિક વર્ષ 2023-24મા સરકારી / સરકાર માન્યશાળામાં જે તે જીલ્લામાં નવોદય વિદ્યાલય કાર્યરત હોય ત્યાં પ્રવેશ પ્રરીક્ષા આપવા માટે પાત્ર છે.

નવોદય વિદ્યાલય પ્રવેશ ફ્રોમ કઈ વેબ સાઈટમાં ભરાઈ છે?

નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ https://navodaya.gov.in/nvs/en/Home1

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2024 પરીક્ષા તારીખ કઈ છે?

પ્રવેશ પરીક્ષા તારીખ: 04-11-2023 (વિન્ટર બાઉન્ડ જ.ન.વી), 20-01-2024 (સમર બાઉન્ડ જ.ન.વી)

2 thoughts on “Navodaya Admission: જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2024-25”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ