ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

Andhra Train Accident : આંધ્રપ્રદેશમાં 2 પેસેન્જર ટ્રેન વચ્ચે અકસ્માત

Andhra Train Accident : આ દુર્ઘટના આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લા સ્થિત કંટાલાપાલી-આલામંડા સ્ટેશન વચ્ચે ઘટી હતી. અત્યાર સુધી 13 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 50થી વધુ ઘાયલ થયા છે.

Andhra Train Accident

આન્ધ્રપ્રદેશ ટ્રેન અકસ્માત: આંધ્રપ્રદેશના વિજિયનગરમ પાસે મુસાફરોને લઈ જતી એક પેસેન્જર ટ્રેન બીજી ટ્રેન સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં અત્યારસુધીમાં 13 લોકોના મૃત્યુ અને 50 લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી છે. અધિકારીઓના મુજબ સિગ્નલની રાહલ જોઈ રહેલી એક પેસેન્જર ટ્રેનને પાછળથી આવી રહેલી અન્ય પેસેન્જર ટ્રેને ટક્કર મારી દીધી.

Andhra Train Accident
Andhra Train Accident

આંધ્રપ્રદેશ ટ્રેન અકસ્માત

જેના કારણે 3 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. આ દરમિયાન વિશાખાપટ્ટનમ લોકોને માહિતી આપવા માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યાં છે. તો પ્રધાનમંત્રીએ દુર્ઘના પર શોક વ્યક્ત કરી, રેલ દુર્ઘટનામાં પ્રત્યેક મૃતના પરિજનને પ્રધાનમંત્રી રાહત કોષમાંથી 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને 50-50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરાઈ છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રેલવે દુર્ઘટનામાં જાનહાનિ થવા પર દુઃખ વ્યક્ત કર્યું છે. એક સંદેશમાં મુર્મુએ કહ્યું કે તેમની સંવેદનાઓ અને પ્રાર્થના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે રેલ્વેમંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી હતી અને સ્થિતિની સમીક્ષા કરી હતી.

પ્રધાનમંત્રી એ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી છે. મોદીએ મૃતકના સંબંધીને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ – PMNRFમાંથી મહેરની રૂએ બે લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે રાજ્ય સરકાર અને રેલવેની ટીમો ગાઢ સંકલનમાં બચાવ કામગીરી કરી રહી છે. વૈષ્ણવે કહ્યું કે, આ દુર્ઘટનામાં મૃત્યુના કિસ્સામાં 10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઇજાગ્રસ્ત માટે 2.5 લાખ રૂપિયા અને નાની ઇજાવાળા મુસાફર માટે 50 હજાર રૂપિયા મહેરનીરૂએ મદદની શરૂઆત કરાઇ છે.

તેવી જ રીતે આંધ્ર પ્રદેશ સરકારે રાજ્યના મૃતકોના પરિવાર જનોને 10 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્ત વતનીઓને 2 લાખ રૂપિયા જ્યારે અન્ય રાજ્યના મૃતકોના પરિવારને 2 લાખ અને ઇજાગ્રસ્ત માટે 50,000 રૂપિયા રાહત મદદની જાહેરાત કરી છે. Andhra Train Accident

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ