PMJAY: પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના હેઠળ 10 લાખ રૂપિયાના વીમા કવચ મળશે,

PMJAY: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત હેઠળ રાજ્ય સરકાર દ્વારા 10 લાખ રૂપિયાની આરોગ્ય વીમા સહાયનો વિધિવત પ્રારંભ તારીખ 11-07-2023થી કરવામાં આવ્યો છે. આ પહેલા રાજ્યના નાગરિકોને 5 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ મળતું હતું, જેની મર્યાદા વધારવામાં આવી છે.

PMJAY યોજના
PMJAY યોજના
  • 10 લાખની આરોગ્ય વીમા સહાય
  • 11-07-2023થી લાભ આપવાનો શરૂ
  • પહેલા 5 લાખ સહાય મળતી જેમાં વધારો કરાયો

PMJAY યોજના

આ વીમા સહાયથી આયુષ્યમાન કાર્ડ ધારકોને ટ્રાન્સપ્લાન્ટ, ઈમ્પ્લાન્ટ અને ખર્ચાળ સર્જરીની સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ થશે. આ આરોગ્ય વીમા સહાયનો લાભ મળવાપાત્ર તમામ લાભાર્થીઓને મળે અને અન્ય રાજ્યો માટે પણ આદર્શ અને પ્રેરણારૂપ સાબિત થાય તેવી રાજ્ય સરકારની નેમ છે.

પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના

વિવિધ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ અંતર્ગત વિવિધ સારવાર માટે 5 લાખ રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર હતી, હવેથી એટલે કે 11 જુલાઈથી આ રકમની મર્યાદા વધારીને 10 લાખ રૂપિયા એટલે કે હવે આયુષ્માન કાર્ડ ધરાવતા નાગરિકોને વિવિધ હોસ્પિટલમાં 10 લાખ રૂપિયાના ખર્ચ સુધીની સર્વર મળી શકશે.

દસ લાખ રૂપિયાની આરોગ્ય વીમા સહાય હૃદય, કિડની, લીવર, ગર્ભાશય જેવા ટ્રાન્સપ્લાન્ટની સાથે સાથે કોક્લિયર ઈમ્પાનન્ટ સહિતની સર્જરી પણ હવેથી આ કાર્ડ અંતર્ગત સરળતાથી મળવાપાત્ર બનશે તેમ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેળે જણાવ્યું હતું.

PMJAY-મા યોજના

રાજ્યમાં આયુષ્માન કાર્ડ અંતર્ગત હાલ ૨૦૨૭ સરકારી અને ૮૦૩ જેટલી ખાનગી તેમજ ૧૮ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત આમ કુલ ૨૮૪૮ હોસ્પિટલ નોંધાયેલી છે. આ તમામ હોસ્પિટલમાં કુલ મળીને ૨૪૭૧ જેટલી સારવારનો લાભ આયુષ્યમાન કાર્ડ અંતર્ગત મળશે.

આયુષ્યમાન ભારત હોસ્પિટલ લિસ્ટ 2024

હોસ્પિટલ ચેક કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

1 thought on “PMJAY: પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના હેઠળ 10 લાખ રૂપિયાના વીમા કવચ મળશે,”

Leave a Comment