અમને ફોલો કરો Follow Now

GUJCET 2024 : ગુજકેટના ફોર્મ ભરવાની તારીખ જાહેર

GUJCET 2024, ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 : ગુજકેટની પરીક્ષા માર્ચ 2024માં યોજાવાની છે. આ પરીક્ષા માટેના ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે.

ગુજકેટ 2024ની પરીક્ષાનું આવેદનપત્ર બોર્ડની વેબસાઈટ www.gseb.org તથા gujcet.gseb.org પરથી Online ભરવાની અંતિમ તારીખ 16-01-2024 નિયત કરવામાં આવેલ હતી. જે તારીખ 22-01-2024 સુધી લંબાવવામાં આવે છે.

GUJCET 2024

ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગના તારીખ 19-11-2016ના ઠરાવ ક્રમાંક-પરચ-૧૦૨૦૧૨-૧૪૨-સ મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ડીગ્રી એન્જિનિયરીંગ, ડીગ્રી/ડીપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા A, B અને AB ગ્રુપના HSC વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) 2024ની પરીક્ષા માટેની માહિતી પુસ્તિકા અને ઓનલાઈન આવેદનપત્ર ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઈટ (gujcet.gseb.org) પર મૂકવામાં આવેલ છે.

GUJCET 2024
GUJCET 2024

આવેદન કઈ રીતે કરવું?

ગુજકેટ 2024ની પરીક્ષાનું આવેદનપત્ર બોર્ડની વેબસાઈટ www.gseb.org તથા gujcet.gseb.org પરથી તારીખ ઓનલાઈન ભરી શકાશે.

ગુજકેટની પરીક્ષા ફી રૂપિયા 350 SBIePay Sysytem મારફતે ONLINE (Credit Card, Debit Card, Net Banking) દ્વારા અથવા SBIePayના “SBI Branch Payment” ઓપ્શન દ્વારા દેશની કોઇપણ SBI Branch માં ભરી શકશે.

ઓફિશિયલ જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment