ITBP કોન્સ્ટેબલ ભરતી 2022

ઇન્ડો તિબેટીયન બોર્ડર ફોર્સ (ITBP) દ્વારા કોન્સ્ટેબલ ભરતી 2022 જેવી કે કોન્સ્ટેબલ(કારપેન્ટર), કોન્સ્ટેબલ(મેસન), કોન્સ્ટેબલ(પ્લમ્બર)ની કુલ 108 જગ્યાઓ માટે ભરતી ભાર પાડવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર જાહેરાત વાંચી ઓનલાઈન અરજી કરી શકશે.

ITBP દ્વારા કોન્ટેબલ (કારપેન્ટર, મેસન, પ્લમ્બર)ની 108 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

ITBP કોન્સ્ટેબલ શૈક્ષણિક લાયકાત

– 10 પાસ અથવા તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ. – એક વર્ષનો ITI કોર્ષ (કારપેન્ટર, મેસન, પ્લમ્બર ટ્રેડમાં).

ITBP કોન્સ્ટેબલ પગાર

રૂપિયા 21,700 થી 69,100 સુધીનો પગાર મળવાપાત્ર છે.

ITBP કોન્સ્ટેબલ ભરતી 2022 પસંદગી પ્રક્રિયા જણાવો

– ઉમેદવારોની પસંદગી શારીરિક કસોટી (PET-PST), લેખિત પરીક્ષા, ટ્રેડ ટેસ્ટ, મેડીકલ પરીક્ષા (DME/RME)થી થશે. (નિયમો મુજબ)

ITBP કોન્સ્ટેબલ ભરતી 2022 માટે અરજી કઈ રીતે કરશો?

– લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ https://recruitment.itbpolice.nic.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.