GSSSB CCE કોલ લેટર : મોકૂફ રખાયેલ પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરો

GSSSB CCE કોલ લેટર : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર ગુજરાત ગૌણ સેવા, વર્ગ 3 (ગ્રુપ A તથા ગ્રુપ B)ની સયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class III (Group A and Group B) Combined Competitive Examination) માટે MCQ પ્રકારની CBRT (Computer Based Recruitment Test)ના કોલ લેટર (ઓનલાઈન પ્રવેશપત્ર) તેમજ ઉમેદવારો માટેની સૂચનાઓ https://ojas.gujarat.gov.in વેબસાઈટ ઉપરથી તારીખ 04-05-2024ના રોજ 18:00 કલાકથી જે તે ઉમેદવારની પરીક્ષાની તારીખ સુધી ડાઉનલોડ કરી શકાશે

GSSSB CCE કોલ લેટર

GSSSB CCE કોલ લેટર 2024
GSSSB CCE કોલ લેટર 2024

ઉમેદવારોએ MCQ પ્રકારની CBRT (Computer Based Recruitment Test) માટેના કોલ લેટર તથા તે સાથેની જરૂરી સૂચનાઓ સહિત ઉપર દર્શાવેલ સમયગાળા દરમ્યાન https://ojas.gujarat.gov.in વેબસાઈટ પરથી અચૂક ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ નકલ કાઢી લેવાની રહેશે. પરીક્ષાકેન્દ્રમાં પ્રવેશ મેળવવા માટે કોલ લેટર (ઓનલાઈન પ્રવેશપત્ર)ની પ્રિન્ટ નકલ રજૂ કરવી ફરજીયાત છે.

પ્રવેશપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ પ્રથમ કોમ્પ્યુટરમાં (1) https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવું. (2) MCQ-CBRT પદ્ધતિની પરીક્ષા માટેના ઉમેદવારોએ Call Letter પર ક્લિક કરવું. (3) ત્યારબાદ “Primary Exam Call Letter” પર “Click” કરીને Select Job ના બોક્ષમાંથી આપ જે જાહેરાતનો કોલલેટર ડાઉનલોડ કરવા માંગતા હોય તે જાહેરાત Select કરીને નિયત બોક્ષમાં “Confirmation Number” તથા “Birth Date” ટાઈપ કરીને Print Call Letter પર Click કરવાથી અલગ Windowમાં આપનો Call Letter (પ્રવેશપત્ર) સ્ક્રીન પર દેખાશે. જે કોલ લેટર તથા તે સાથેની સૂચનાઓ પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. (કોલલેટર નવી વિન્ડોમાં ખોલવા માટે Pop Up Blocker Off કરવું જરૂરી છે).

ઉમેદવારોએ ડાઉનલોડ કરેલ કોલ લેટર તથા સૂચનાઓની વિગતો કે જે CBRT પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી હોઈ તે અચૂક ધ્યાનપૂર્વક વાંચવા સલાહ આપવામાં આવે છે. ઓનલાઈન કોલલેટર ડાઉનલોડ કરવા સંદર્ભે કોઈ માર્ગદર્શન આવશ્યતા જણાય તો તે માટે મંડળના હેલ્પલાઈન ફોન નં. ૦૭૯-૨૩૨૫૮૯૧૬ પર કચેરી સમય દરમ્યાન સંપર્ક કરી શકાશે.

નોંધ: ઓફિશિયલ પરિપત્ર નીચે લીંકમાં આપેલ છે અવશ્ય વાંચો.

પરિપત્ર જુઓવાંચો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment