Suryayaan: ISROનું Aditya L1 મિશન, 2જી સપ્ટેમ્બરે સૂર્યયાન લોંચ કરશે

Suryayaan: ચંદ્રયાન 3ની ભવ્ય સફળતા બાદ ISRO 2 સપ્ટેમ્બરના રોજ સૂર્યયાન (Aditya L1) લોંચ કરશે, આ સૂર્યયાન આશરે 15 લાખ કિમી અંતરે Lagrange Point પર સ્થાપિત કરવામાં આવશે.

Suryayaan (સૂર્યયાન)

ભારતનું આદિત્ય L1 (Suryayaan) મિશન સૂર્યના અદર્શ્ય કિરણો અને સૌર વિસ્ફોટમાંથી નીકળતી ઉર્જાનું રહસ્ય ઉકેલશે. ISROના જણાવ્યા મુજબ સૂર્ય પૃથ્વીની નજીકનો તારો છે. તે તારાઓના અભ્યાસમાં આપણી સૌથી વધુ મદદ કરી શકે તેમ છે. Aditya L1 મિશન દ્વારા મળનારી માહિતીઓ અન્ય તારા આપણી આકાશગંગા તથા ખગોળ વિજ્ઞાનના ઘણા રહસ્યો અને નિયમો સમજવામાં મદદ કરશે.

Suryayaan | સૂર્યયાન | Aditya L1 Mission
Suryayaan | સૂર્યયાન | Aditya L1 Mission

ચંદ્રયાન 3ની સફળતા બાદ ઈસરો પોતાનું આગામી મિશન માટે તૈયાર છે, જેનું નામ છે Aditya L1 મિશન એટલે કે સૂર્યયાન, જે 2 સપ્ટેમ્બર 2023ના રોજ લોંચ કરવા જી રહ્યું છે ઈસરો. Aditya-L1 Mission (સૂર્યયાન) મિશનનું લોન્ચિંગ શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી કરવામાં આવશે.

પૃથ્વીથી સૂર્ય અંદાજે 15 કરોડ કિમી દૂર છે. અમદાવાદ ખાતે આવેલ ઈસરોના સ્પેસ એપ્લીકેશન સેન્ટર (SAC)ના ડીરેક્ટર નીલેશ એમ. દેસાઈએ કહ્યું કે સોલાર મિશન યાન લોન્ચિંગ માટે તૈયાર છે. આ યાન 15 લાખ કિલોમીટરની યાત્રા 127 દિવસમાં પૂરું કરશે, તે હેલો ઓર્બીટ (HALO ઓર્બીટ)માં ગોઠવવામાં આવશે. આ મિશન PSLV રોકેટ દ્વારા લોંચ કરવામાં આવશે.

Aditya L1

ઈસરોએ આદિત્ય L1ની તસ્વીર જાહેર કરી છે. સૂર્યના અભ્યાસ માટે ઈસરોનું પ્રથમ મિશન છે. આદિત્ય L1 સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે પહોંચી ગયું છે. અહીં તેને રોકેટમાં લગાવવામાં આવશે. આ મિશનમાં સૌથી મહત્વના પેલોડ વિઝીબલ લાઈન એમીશન કોરોનાગ્રાફ (VELC) છે. તેને ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ એસ્ટ્રોફિઝીક્સ દ્વારા તૈયાર કરવામાં આવે છે. સૂર્યયાનમાં સાત જેટલા પેલોડ્સ છે, જે પૈકી છ પેલોડ્સ ISRO તથા અન્ય દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.

આદિત્ય L1 સ્પેક્રાફ્ટને ધરતી અને સૂર્યની વચ્ચે L1 ઓર્બીટમાં રાખવામાં આવશે એટલે કે સૂર્ય અને ધરતીની સિસ્ટમ વચ્ચે રહેલ લેંન્ગ્રેજ પોઈન્ટ (Lagrange Point)માં રખાશે. જ્યાંથી તે સૂર્યનો અભ્યાસ કરશે તે સૂર્યની સાવ નજીક જશે નહી.

આદિત્ય L1 મિશનના (Suryayaan) મુખ્ય વિષયો

  • સૌર ઉપલા વાતાવરણીય (ક્રોમોસ્ફીયર અને કોરોના) ગતિશીલતાનો અભ્યાસ.
  • ક્રોમોસ્ફીયર અને કોરોનલ હિટીંગનો અભ્યાસ, આંશિક રીતે આયોનાઈઝડ પ્લાઝમાનું ભૌતિકશાસ્ત્ર, કોરોનલ માસ ઈજેક્શનની શરૂઆત અને જ્વાળાઓ.
  • સુર્યમાંથી કણોની ગતિશીલતાના અભ્યાસ માટે ડેટા પ્રદાન કરતા ઇન-સીટુ કણો અને પ્લાઝમા વાતાવરણનું અવલોકન.
  • સૌર કોરોના અને તેની હિટીંગ મીકેનીઝમનું ભૌતિકશાસ્ત્ર.
  • કોરોનલ અને કોરોનલ લૂપ્સ પ્લાઝમાનું ડાયગ્નોસ્ટિકસ : તાપમાન, વેગ અને ઘનતા.
  • CMEsનો વિકાસ, ગતિશીલતા અને મૂળ.
  • બહુવિધ સ્તરો (રંગમંડળ, આધાર અને વિસ્તૃત કોરોના) પર થતી પ્રક્રિયાઓનો ક્રમ ઓળખો જે આખરે સૌર વિસ્ફોટની ઘટનાઓ તતરફ દોરી જાય છે.
  • સૌર કોરોનામાં ચુંબકીય ક્ષેત્રે ટોપોલોજી અને ચુંબકીય ક્ષેત્રે માપન.
  • અવકાશ હવામાન માટે ડ્રાઈવરો (સૌર પવનની ઊત્પતિ, રચના અને ગતિશીલતા)

આદિત્ય L1 મિશનમાં 7 ઉપકરણ લાગશે

  • વિઝીબલ એમિશન લાઈન કોરોનાગ્રાફ (VELC)
  • સોલાર અલ્ટ્રા-વાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ (SUIT)
  • સોલાર લો એનર્જી એક્સરે સ્પેકટોમીટર (SoLEXS)
  • હાઈ એનર્જી L1 ઓર્બીટીંગ એક્સરે સ્પેકટોમીટર (Hel1OS)
  • આદિત્યા સોલાર વિન્ડ પાર્ટીકલ એક્સપીરીમેન્ટ (ASPEX)
  • પ્લઝમાં એનાલાઈઝર પેકેજ ફોર આદિત્ય (PAPA)

Leave a Comment