Upcoming IPOs: રૂપિયા તૈયાર રાખજો, આ અઠવાડિયામાં આવી રહ્યા છે આ IPO

Upcoming IPOs: માર્કેટમાં રોકાણ કરતા લોકો માટે સારા સમાચાર છે, આ અઠવાડિયામાં 5 IPO આવી રહ્યા છે. મોનો ફાર્માકેર IPO, રિષભ ઇન્સ્ટ્રુમેન્ટ્સ IPO, સીપીએસ શેપર્સ IPO, બેસિલિક ફ્લાય સ્ટુડિયો IPO, રત્નવીર પ્રેસિસીઓન એન્જિનયરીંગ IPO. Upcoming IPOs

Upcoming IPOs

આવતા અઠવાડિયા દરમ્યાન રૂપિયા 6000 કરોડના IPO આવવાની ધારણા છે. આ દરમિયાન મોટી સંખ્યામાં રોકાણકારો IPO માર્કેટમાં જોડાઈ રહ્યા છે. તેમજ ઘણા સમયથી આવી રહેલા IPO દ્વારા રોકાણકારો ખુશ છે, કારણ કે લગભગ દરેક આઈપીઓએ રોકાણકારોને સારો એવો લાભ આપ્યો છે. જેથી રોકાણકારો નવા આઈપીઓ ભરવામાં ઉત્સાહી જણાય છે.

શેરબજારમાં આ મહિને મુખ્ય બોર્ડ અને SME એમ કેટલાક મોટા IPOનું લીસ્ટીંગ જોવા મળ્યું હતું. એજ રીતે આગામી અઠવાડિયા અને નવા મહિના દરમિયાન, ઘણી કંપનીઓ તેમના IPO સાથે આવી રહી છે, જયારે ઘણી લીસ્ટીંગ થવા જઈ રહી છે. રોકાણકારો આ IPOમાં પૈસા રોકવાની એક તક છે.

મોનો ફાર્માકેર IPO

મોનો ફર્માંકેર 28 ઓગષ્ટથી 30 ઓગષ્ટ વચ્ચે ખુલવા જઈ રહ્યો છે, જેની પ્રાઈસ 26 થી 28 વચ્ચે રહેશે, લોટ સાઈઝની વાત કરીએ તો 4000 ની રહેશે, જેની એલોટમેન્ટ તારીખ 04 સપ્ટેમ્બર 2023 અને લીસ્ટીંગ તારીખની વાત કરીએ તો 07 સપ્ટેમ્બર 2023 રહેશે. મોનો ફાર્મા કેર લગભગ 55,00,000 ઇક્વિટી શેર વેચાણ માટે ખુલશે.

સીપીએસ શેપર IPO

સીપીએસ શેપર 29 ઓગષ્ટથી 31 ઓગષ્ટ વચ્ચે અરજી કરી શકશો, જેની પ્રાઈસ બેન્ડ 185 રહેશે, લોટ સાઈઝની વાત કરીએ તો 600 શેર રહેશે, જેની એલોટમેન્ટ તારીખ 05 સપ્ટેમ્બર 2023 રહેશે અને લીસ્ટીંગ તારીખ 08 સપ્ટેમ્બર 2023 રહેશે. સીપીએસ શેપર IPO અંદાજીત 6,00,000 ઇક્વિટી શેર વેચાણ માટે ખુલશે.

રિષભ ઇન્સ્ટ્રુમેન્ટ્સ IPO

રિષભ ઇન્સ્ટ્રુમેન્ટ્સ IPO માટે 30 ઓગષ્ટથી 01 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશો, જેની પ્રાઈસ બેન્ડ 418 થી 441 રહેશે, લોટ સાઈઝની વાત કરીએ તો 34 રહેશે, જેની એલોટમેન્ટ તારીખ 06 સપ્ટેમ્બર 2023 છે, અને લીસ્ટીંગની તારીખ 11 સપ્ટેમ્બર 2023 છે, રિષભ ઇન્સ્ટ્રુમેન્ટ્સના IPOની કુલ રકમ રૂ. 75 કરોડ છે.

બેસિલિક ફ્લાય સ્ટુડિયો IPO

બેસિલિક ફ્લાય સ્ટુડિયો IPO માટે 01 સપ્ટેમ્બર 2023 થી 05 સપ્ટેમ્બર 2023 સુધી અરજી કરી શકશો, જેની પ્રાઈસ બેન્ડ 95 થી 97 ની રહેશે, જેની લોટ સાઈઝ 1200 રહેશે, એલોટમેન્ટ તારીખની વાત કરીએ તો 08 સપ્ટેમ્બર રહેશે અને લીસ્ટીંગની તારીખ 13 સપ્ટેમ્બર રહેશે. 68.4 લાખ ઇક્વિટી શેરનો IPO પોસ્ટ ઇશ્યૂ પેઇડ-અપ ઇક્વિટીના 29.43 ટકાનો હિસ્સો ધરાવે છે. આ IPOમાં 62.4 લાખ શેરના નવા ઈશ્યુનો સમાવેશ થાય છે.

રત્ન્વીર પ્રેસિસીઓન IPO

રત્ન્વીર પ્રેસિસીઓન એન્જીન્યરીંગ IPO લગભગ 04 સપ્ટેમ્બર થી 06 સપ્ટેમ્બર 2023 સુધી અરજી કરી શકાશે અને એલોટમેન્ટ તારીખ 11 સપ્ટેમ્બર 2023 છે અને લીસ્ટીંગ તારીખ 14 સપ્ટેમ્બર છે. તેની અન્ય માહિતી ટુક સમયમાં જાહેર કરવામાં આવશે.

(નોંધ અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. માયઓજસઅપડેટ કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Upcoming IPOs
Upcoming IPOs

Leave a Comment