સ્માર્ટફોન સહાય યોજના 2024: રૂપિયા 6000ની મોબાઈલ ખરીદવા ખેડૂતને સહાય - MY OJAS UPDATE

સ્માર્ટફોન સહાય યોજના 2024: રૂપિયા 6000ની મોબાઈલ ખરીદવા ખેડૂતને સહાય

સ્માર્ટફોન સહાય યોજના 2024: ગુજરાત સરકાર દ્વારા વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ હાલમાં શરૂ છે. i khedut પોર્ટલ મારફતે સરકાર વિવિધ સહાય યોજનાઓ ખેડૂતભાઈઓ સુધી પહોંચાડે છે. હાલમાં ખેડૂતભાઈઓ માટે સ્માર્ટફોન સહાય યોજના શરૂ છે.

 • સ્માર્ટફોનની ખરીદ કિંમતના ૪૦% સહાય અથવા રૂ.૬૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે.
 • i khedut પોર્ટલ મારફતે અરજી કરવાની રહેશે.
 • આ યોજનાનો લાભ આજીવન એક વખત મળવાપાત્ર છે.
 • અરજી કરવાની છેલ્લી તારીખ 08-02-2024

સ્માર્ટફોન સહાય યોજના 2024

ગુજરાતના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ગુજરાત મોબાઇલ સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે. જે ખેડૂતો ગુજરાત સ્માર્ટફોન સહાય યોજના લાભ લેવા માગતા હોય તો તે ખેડૂતોએ ઓનલાઇન આઇ ખેડૂત પોર્ટ (Smartphone Sahay Scheme 2024) ઓફિસિયલ વેબસાઈટ પરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેની બધી જ માહિતી આપણે જાણીએ.

સ્માર્ટફોન સહાય યોજના 2024 | મોબાઈલ સહાય યોજના 2024
સ્માર્ટફોન સહાય યોજના 2024 | મોબાઈલ સહાય યોજના 2024
યોજનાનું નામસ્માર્ટફોન સહાય યોજના 2024
મોબાઈલ સહાય યોજના 2024
ઉદ્દેશ્યગુજરાતના ખેડૂતોને ડીજીટલાઇઝેશન કરવાનું
લાભાર્થીઓગુજરાત રાજ્યના ખેડૂતો
મળવાપાત્ર સહાયસ્માર્ટફોનની ખરીદ કિંમતના ૪૦% સહાય અથવા રૂ.૬૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે
કેટલીવાર સહાય મળવાપાત્ર થશેઆજીવન એક વખત
ફોર્મ ભરવાની શરૂ તારીખ09-01-2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ08-02-2024
વેબસાઈટikhedut.gujarat.gov.in

મોબાઈલ સહાય યોજના 2024

સરકાર દ્વારા સ્માર્ટફોન મોબાઇલ સહાય યોજના આપવામાં આવી છે જેથી ખેડૂતો સ્માર્ટફોનનો ઉપયોગ કરીને ખેતી ખેતી વિષયક માહિતી ને આપલે કરીને ફોટોગ્રાફી મેલ વિડિયો ની અપડેટ થઈ શકે અને ખેડૂતો પણ માહિતગાર થઇ શકે તે માટે ખેડૂત મોબાઈલ સહાય યોજના (Mobile Sahay Yojana 2024) બનાવવા માં આવી છે.

સૂચનાઓ

 • ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) ધરાવતા હોય કે ના ધરાવતા હોય, તો પણ અરજી કરી શકાય છે.
 • જો તમે ખેડૂત નોંધણી ધરાવો છો તેમાં હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજુ કરવાનો રહેશે તો તમારાં મોબાઈલ ઉપર એક OTP આવશે. તે OTP નાખ્યા બાદ અરજીમાં ખેડુતની વિગતો આપો આપ ઓનલાઈન આવી જશે.
 • જો તમે ખેડૂત નોંધણી કરાવ્યા વગર વર્ષ ૨૦૧૮-૧૯થી પ્રથમ વખત અરજી કરતાં હશો તો ઓનલાઈન અરજી કરતી વખતે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની પાત્રતા નિયત થાય તે સમયે સંબંધિત કચેરીમાં આધાર નંબરની નકલ રજુ કરેથી, સંબંધિત અધિકારીશ્રી દ્વારા તેની ખરાઇ કર્યા બાદ ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) થશે. તે સમયે નોંધણી (રજીસ્ટ્રેશન) થયેલ છે તે અંગેનો SMS આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર આવશે.
 • જે વિગતો આગળ લાલ * છે તે ફરજીયાત છે.
 • અરજી અપડેટ/કન્ફર્મ કરવા અરજી નંબર સાથે જમીન ખાતાનો ખાતા નંબર જે તે અરજી કરતી વખત આપેલ હશે તે આપવાનો રહેશે.
 • અરજી કન્ફર્મ થઇ ગયા બાદ અરજી અપડેટ થશે નહી.
 • અરજી કન્ફર્મ થયા પછીજ અરજીની પ્રિન્ટ લઇ શકાશે.
 • જો બેન્કનું નામ લીસ્ટમાં ન મળે તો નજીકની ખેતીવાડી કચેરીનો સંપર્ક કરવો.
 • અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો સુચનાઓની ઉપરની લાઇનમાં મેસેજ વાંચો.
 • અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે. ફક્ત કન્ફર્મ કરેલ અરજી ધ્યાનમાં લેવાશે.
 • કન્ફર્મ નહિ કરેલ અરજી ikhedut Portal ઉપર લેવાયેલ ગણાશે નહિ. તે ફક્ત ડેટા સેવ કરવાની સુવિધા માટે છે.

નોંધ: સ્માર્ટફોન સહાય યોજના 2024ને લગતી તમામ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ જુઓ અને ત્યાર બાદ જ ઓનલાઈન અરજી કરો.

અરજી કરવાઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment