અમને ફોલો કરો Follow Now

Silence Unknown Callers: WhatsAppની નવી સુવિધા, મહિલાઓ માટે ખુબ જ ફાયદારૂપ

WhatsAppની નવી સુવિધા, Silence Unknown Callers: હાલનો યુગ એટલે સોશિયલ મીડિયા યુગ નાનાથી લઈને મોટા લોકો સુધી તેનો વ્યાપ જોવા મળે છે. સ્માર્ટ ફોન અને લેપટોપ, ટેબલેટ વગેરેના લીધે સોશિયલ મીડિયા તરફ લોકો વળ્યા છે. સોશિયલ મીડિયાના ઉપયોગ દરમિયાન ઘણી કાળજી પણ જરૂરી છે. હાલમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ WhatsApp દ્વારા એક નવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જે યુવાનો/યુવતી માટે ખુબ જ ઉપયોગી છે. ચાલો તો તેના વિશે માહિતી મેળવીએ.

  • વોટ્સએપ દ્વારા નવું ફ્યુચર લોન્ચ
  • Silence Unknown Callers ફ્યુચર જાહેર
  • યુવાનો/યુવતીઓ માટે ફાયદારૂપ
Silence Unknown Callers

WhatsAppની નવી સુવિધા

Meta કંપનીના CEO માર્ક ઝુકરબર્ગેએ આ ફ્યુચરની જાહેરાત કરી હતી એટલે WhatsApp હાલમાં જ યુઝર્સની સુરક્ષાને ધ્યાનમાં લઈને “Silence Unknown Callers” નામની સુવિધા આપવામાં આવી છે. આ નવી સુવિધા વોટ્સએપ અપડેટ કર્યા બાદ તમામ યુઝર્સને આપોઆપ મળી જશે. આ નવી સુવિધા વિશે વિગતવાર માહિતી મેળવીએ.

Silence Unknown Callers

“Silence Unknown Callers” અપડેટ યુવાનો અને યુવતીઓ માટે ખુબ જ લાભદાઈ છે. આ સુવિધા મુજબ વોટ્સએપ હવે જાતે જ અજાણ્યા કોલ મ્યુટ કરી દેશે. હાલના સમયમાં દરેક મોબાઈલ પર ઘણા અજાણ્યા કોલ આવતા હોય છે જેમાં ઘણા કોલ ફ્રોડ હોય છે. આ અપડેટના લીધે હવે ફ્રોડ કોલથી રાહત મળશે.

વોટ્સએપ દ્વારા ટ્વીટર પર ટ્વીટ કરીને વોટ્સએપના નવા ફ્યુચર “Silence Unknown Callers” વિશે માહિતી આપી હતી. આ નવા ફ્યુચરનો મુખ્ય હેતુ અજાણ્યા નંબર પરથી આવતા કોલ્સ પર નિયંત્રણ મુકવાનો છે. આ નવી સુવિધાથી અજાણ્યા નંબર પરથી તમારા કોલ આવશે એટલે રીંગ વાગશે નહી.

મહિલાઓ માટે ખુબ જ ફાયદારૂપ ફ્યુચર

હાલના સમયમાં ફ્રોડ વધી રહ્યો છે અને વોટ્સએપમાં પણ સ્પામ કોલ સતત વધી રહ્યા છે. અજાણ્યા કોલો દ્વારા આવતા વોટ્સએપ કોલ લોકો સાથે સરળતાથી ફ્રોડ કરી શકે છે. જેથી આ નવી અપડેટના લીધે લોકોની સુરક્ષા પણ મળશે અને અજાણ્યા કોલ ઓટોમેટીક મ્યુટ કરી નાખશે.

યુઝર્સે આ સુવિધાનો લાભ લેવા માટે Setting -> Privacy -> Calls -> Silence Unknown Callers ને ઓન કરવાનું રહેશે.

આ ફ્યુચર કેવી રીતે કામ કરશે

આપેલ માહિતી મુજબ જો યુઝર્સ દ્વારા આ ઓપ્શન ઓન કરવામાં આવ્યું હશે તો રીંગ વાગશે નહી, પરંતુ તે વોટ્સએપની અંદર મિસ કોલમાં દેખાશે, જેથી યુઝર્સ જાણી શકશે કે કોઈ મહત્વનો કોલ છે કે નહી. આ ફ્યુચરનો લાભ લેવા તમે અત્યારે જ તમારું વોટ્સએપ અપડેટ કરો.

નોંધ: આ માહિતી અમને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી મળી છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય આપના સુધી માહિતી પહોંચાડવાનો છે. તેથી આપવામાં આવેલ તમામ માહિતીની ખરાઈ કરી લેવી.

Leave a Comment