અમને ફોલો કરો Follow Now

ICC Men’s Cricket Wolrd Cup 2023: ICC ક્રિકેટ વર્લ્ડકપ કાર્યક્રમ જાહેર

ICC Men’s Cricket Wolrd Cup 2023, વર્લ્ડ કપ 2023નું શેડ્યુલ જાહેર: આઈસીસી દ્વારા મંગળવારે તારીખ 27-06-2023ના રોજ મીડિયા બ્રીફિંગમાં વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. ક્રિકેટ વર્લ્ડકપ 46 દિવસનો હશે. જે દેશના જુદા જુદા 10 શહેરોમાં આયોજન કરવામાં આવશે પહેલી મેચ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં તારીખ 15 ઓક્ટોમ્બરના રોજ ઇંગ્લેન્ડ VS ન્યુઝીલેન્ડ રમાશે અને ફાઈનલ મેચપણ તારીખ 19 નવેમ્બરના રોજ અમદાવાદ ખાતે જ રમાશે.

ICC Men's Cricket Wolrd Cup 2023
ICC Men’s Cricket Wolrd Cup 2023
  • ભારત પાકિસ્તાનની ટક્કર 15 ઓક્ટોબર.
  • 19 નવેમ્બરના રોજ ફાઈનલ રમાશે.
  • 46 દિવસ ટુર્નામેન્ટ ચાલશે.
  • 10 ટીમો ભાગ લેશે.
  • 10 શહેરોના મેદાન પર રમાશે મેચ

ICC Men’s Cricket Wolrd Cup 2023

ICCએ ODI વર્લ્ડ કપનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું છે (ICC World Cup 2023 Schedule) આ કાર્યક્રમ મુજબ મેચો 5 ઓક્ટોબર થી 19 નવેમ્બર સુધી રમાશે. પ્રથમ મેચ અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. ભારત અને પાકિસ્તાન (ind vs pak) વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડીયમ (narendra modi stadium)માં મેચ રમાશે.

ICC World Cup 2023 Schedule

ICC World Cup 2023 Schedule જાહેરાત સમયે BCCI સેક્રેટરી જય શાહ પણ હાજર હતા. આ વર્ષે એટલે કે 2023માં ક્રિકેટ વર્લ્ડકપ 2023નું આયોજન ભારતમાં થઇ રહ્યું છે જેમાં 10 દેશના ક્રિકેટ ટીમો ભાગ લઇ રહી છે.

ભારત 9 મેચ રમશે

ICC દ્વારા જાહેર કરાયેલ કાર્યક્રમ મુજબ ટીમ ઇન્ડિયા 9 મેચ રમશે. 9 મેચો અલગ અલગ સ્થળ પર રમાશે. ઇન્ડિયાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલીયા સામે 8 ઓક્ટોબરના રોજ રમાશે. ઇન્ડિયાની 9 મેચનો કાર્યક્રમ નીચે મુજબ છે.

તારીખમેચશહેર
8 ઓક્ટોબરભારત vs ઓસ્ટ્રેલીયાચેન્નઈ
11 ઓક્ટોબરભારત vs અફઘાનિસ્તાનદિલ્હી
15 ઓક્ટોબરભારત vs પાકિસ્તાનઅમદાવાદ
19 ઓક્ટોબરભારત vs બાંગ્લાદેશપુણે
22 ઓક્ટોબરભારત vs ન્યુઝીલેન્ડધર્મશાળા
29 ઓક્ટોબરભારત vs ઇંગ્લેન્ડલખનૌ
2 નવેમ્બરભારત vs ક્વોલિફાયરમુંબઈ
5 નવેમ્બરભારત vs દક્ષિણ આફ્રિકાકોલકાતા
11 નવેમ્બરભારત vs ક્વોલિફાયરબેંગ્લુરુ

10 શહેરોમાં રમાશે મેચ

ક્રિકેટ વર્લ્ડકપ 2023ની મેચો દેશના અલગ અલગ 10 શહેરોમાં રમાશે. અમદાવાદ, હૈદરાબાદ, ધર્મશાળા, દિલ્હી, ચેન્નઈ, લખનૌ, પુણે, બેંગ્લોર, મુંબઈ અને કોલકત્તા ખાતે મેચ રમાશે. ફાઈનલ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદ ખાતે રમાશે.

ફાઈનલ અને સેમીફાઈનલ મેચ

નોકઆઉટ મેચસ્થળતારીખ
સેમીફાઈનલ 1મુંબઈ15 નવેમ્બર
સેમીફાઈનલ 2કોલકત્તા16 નવેમ્બર
ફાઈનલઅમદાવાદ19 નવેમ્બર

46 દિવસ યોજાશે ટુર્નામેન્ટ

46 દિવસની ટુર્નામેન્ટમાં ત્રણ નોકઆઉટ સાથે કુલ 48 મેચ રમાશે. ભારત પ્રથમ વખત પુરા વર્લ્ડકપની યજમાની કરી રહ્યું છે. અગાઉ ૧૯૮૭માં ભારત-પાકિસ્તાન, ૧૯૯૬માં ભારત-પાકિસ્તાન-શ્રીલંકા અને ૨૦૧૧માં ભારત-શ્રીલંકા-બાંગ્લાદેશ સંયુક્ત રીતે વર્લ્ડકપની યજમાની કરેલ છે.

10 ટીમો ભાગ લેશે.

કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે જેમાં 8 ટીમો ક્વોલિફાય કરી લીધું છે (ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલીયા અને ઇંગ્લેન્ડ) અને 2 ટીમો અંગેનો નિર્ણય ક્વોલિફાયરથી થશે. આ ટુર્નામેન્ટ 13મી સીઝન છે.

ભારતે 1983 અને 2011માં જીત્યો વર્લ્ડ કપ

ભારતે 1983માં કપિલ દેવની કપ્તાની હેઠળ અને 2011માં એમએસધોનીની કપ્તાની હેઠળ વર્લ્ડકપ જીત્યા છે. ઓસ્ટ્રેલિયા સૌથી વધુ 5 વાર, ભારત અને વેસ્ટઇન્ડીઝે 2-2 વખતવર્લ્ડકપ જીત્યા છે જયારે ઇંગ્લેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા એક-એક વખત વર્લ્ડકપ જીત્યો છે. ન્યુઝીલેન્ડ ટીમ 2 વખત રનર્સઅપ રહી છે.

ICC Men’s Cricket Wolrd Cup 2023 Schedule

ICC Men’s Cricket Wolrd Cup 2023

Leave a Comment