અમને ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ચોમાસાનું આગમન: રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી-હવામાન વિભાગ

5 દિવસ ભારે વરસાદની આગાહી: આજ રોજ વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યના અમુક ભાગોમાં ભારે વરસાદ અને અમુક ભાગોમાં મધ્યમ વરસાદ પડશે. ગુજરાતીઓ વરસાદની તોફાની બેટિંગ માટે થઇ જાવ તૈયાર. માછીમારોને દરીઓ ન ખેડવા સુચના અપાઈ છે.

5 દિવસ ભારે વરસાદની આગાહી
5 દિવસ ભારે વરસાદની આગાહી
  • રાજ્યના અમુક ભાગોમાં અતિભારે વરસાદની આગાહી
  • રાજ્યના અમુક ભાગોમાં ભારે વરસાદની આગાહી
  • રાજ્યના અમુક ભાગોમાં મધ્યમ અને હળવા વરસાદની આગાહી
  • હવામાન વિભાગે કરી આગાહી
  • માછીમારોને દરીઓ ન ખેડવા સુચના

રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે ​​ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. પૂર્વ રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગોવા, મહારાષ્ટ્ર, કોસ્ટલ કર્ણાટક અને કેરળમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છેલ્લા 24 કલાક દરમ્યાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહીત રાજ્યમાં ઠેર ઠેર વરસાદ શરૂ. તાપી, ડાંગ, સુરત, ભાવનગર અને વલસાડ જીલ્લા સહીત રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ વરસ્યો.

સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કરી છે. ગત રાત્રીથી જ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ધોધમાર વરસાદને લઈને રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને થોડીક તકલીફ પડી રહી છે. તંત્ર દ્વારા ઉભા પગે પાણી નિકાલની તમામ વ્યસ્થાઓ કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગે આજથી ત્રણ દિવસ માટે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી. સપ્તાહ દરમ્યાન સમગ્ર ગુજરાતમાં હળવાથી મઘ્યમ વરસાદની સંભાવના

આ જીલ્લામાં પડશે વરસાદ

વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના સ્થળો પર ભારે વરસાદ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના સ્થળો પર અતિભારે વરસાદ સાથે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

5 દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં સામાન્ય રીતે 20 જૂને શરૂ થતું ચોમાસુ આ વખતે મોડું શરૂ થયુ છે. જેને લઇને આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં તો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની પણ આગાહી કરાઈ છે.

ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં મેઘમહેર થઈ છે. રાજકોટ, અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ છે.

નોંધ: આ માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે. અમારો મુખ્ય હેતુ આપના સુધી નવી નવી માહિતી પહોચાડવાનો છે તેથી આપેલ માહિતીની ખરાઈ કરી લેવી.

Leave a Comment

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ