ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

2000 રૂપિયાની નોટ બદલવાની તારીખ લંબાવાઈ

2000 રૂપિયાની નોટ બદલવાની તારીખ લંબાવાઈ : રિજર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 2000ની નોટ બદલવાની મુદતમાં વધારો કર્યો છે. હવે લોકો 7 ઓક્ટોબર સુધી રૂપિયા 2000ની નોટ બેંકમાં જઈને બદલાવી શકશે. જુના નોટીફિકેશન મુજબ આજે છેલ્લો દિવસ હતો.

2000 રૂપિયાની નોટ બદલવાની તારીખ લંબાવાઈ

RBI દ્વારા બેંકમાં રૂપિયા 2000ની નોટ જમા કરાવવાની અથવા તેને અન્ય નોટો સાથે બદલવાની તારીખ 7 ઓક્ટોબર સુધી લંબાવી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક પરિપત્ર જાહેર કરીને જાણકારી આપું હતી.

2000 રૂપિયાની નોટ બદલવાની તારીખ લંબાવાઈ
2000 રૂપિયાની નોટ બદલવાની તારીખ લંબાવાઈ

એક સાથે વધુમાં વધુ 10 નોટ (20,000/- રૂપિયા) બદલી શકાશે. ‘Clean Note Policy’ અંતર્ગત રિઝર્વ બેંકે આ નિર્ણય લીધો હતો નિર્ણય. 2016માં થયેલી નોટબંધી પછી રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ બહાર પાડી હતી.

19 મે, 2023ના રોજ ચલણમાં રહેલી રૂપિયા 2000ની બેંક નોટના કુલ 3.56 લાખ કરોડના મૂલ્યમાંથી, રૂપિયા 3.42 કરોડની મૂલ્યની નોટ પાછા મળ્યા છે, જયારે 29 સપ્ટેમ્બર, 2023ના રોજ સુધીમાં માત્ર 0.14 લાખ કરોડ જ ચલણમાં છે, આમ 19 મે 2023ના રોજ ચલનમાં રહેલી રૂપિયા 2000ની નોટોમાંથી 96% નોટ પરત કરવામાં આવી છે.

RBI નોટ બહાર પાડે છે

RBI; હાલમાં રિઝર્વ બેંક દ્વારા બજારમાં 2, 5, 10, 20, 50, 100, 200, 500 અને 2000 રૂપિયાની નોટો બહાર પાડવામાં આવી રહી છે. પીએમ મોદીએ 8 નવેમ્બર 2016ના રોજ 500 અને 1000 રૂપિયાની નોટો ચલણમાંથી બહાર કરી દીધી હતી. તેના બદલામાં 2000 અને 500 રૂપિયાની નવી નોટો જારી કરવામાં આવી હતી.

30 સપ્ટેમ્બર હતો છેલ્લો દિવસ

2000ની ચલણી નોટો બદલવાની ડેડલાઈનછેલ્લી 30 સપ્ટેમ્બર હતી પરંતુ લોકો પાસે એક પણ નોટ રહી ન જાય તે માટે આરબીઆઈએ હવે એક અઠવાડિયું મુદત લંબાવીરી છે એટલે કે હવે લોકો 7 ઓક્ટોબર સુધી નોટો બદલાવી શકશે.

8 ઓક્ટોબરે બંધ થઈ જશે નોટો બદલવાની પ્રક્રિયા

RBI તરફથી આપેલ નિવેદન અનુસાર, 8 ઓક્ટોબરે રૂપિયા 2000ની ચલણી નોટો બદલવાનું કામ બંધ થઈ જશે. એટલે લોકો પાસે હજુ પણ નોટો બદલવા માટે એક અઠવાડિયાનો સમય છે.

RBI ઓફીશીયલ લેટરઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો
2000 રૂપિયાની નોટ બદલવાની તારીખ લંબાવાઈ

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ