ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

Rath Yatra 2023: રથયાત્રાની પળેપળની માહિતી

Rath Yatra 2023: અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથની ૧૪૬મી રથયાત્રા અને ભાવનગર ખાતે ભગવાન જગન્નાથની ૩૮મી રથયાત્રા સબંધિત તમામ માહિતી આ લાખ મારફતે તમારા સુધી પહોંચાડીશું.

Rath Yatra 2023

Rath Yatra 2023

Ahmedabad Rath Yatra 2023: તારીખ 20-06-2023ના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા (146 Jagannath Rathyatra) છે. જગતના નાથ જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથ સાથે નવા રથમાં નગરચર્યાએ નીકળશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સવારે 4.00 કલાકે મંગળા આરતી કરશે, જ્યારે સવારે 4.30 કલાકે મહાભોગ (ખીચડીભોગ) ધરાવાશે. સવારે 5.30 થી 6.00 ભગવાનને રથમાં વિરાજીત કરાશે.

રથયાત્રા શુભારંભની પહિન્દ વિધિ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ના શુભ હસ્તે રથ ખેંચી શુભારંભ કરવામાં આવશે. શ્રી જગન્નાથજી મંદિરના પ્રાંગણમાંથી સવારે 7.05 કલાકે રથયાત્રા નીકળશે અને પરંપરા મુજબ નગર પરિક્રમા કરી સાંજે 8.30 કલાકે નિજ મંદિર પરત આવશે.

અમદાવાદ જગન્નાથજીની 146મી રથયાત્રા

Ratha Yatra (Puri) જગન્નાથનું મુખ્ય મંદિર ઓડિશાના પુરીમાં આવેલું છે. પૂરી ખાસ કરીને રથયાત્રા કે રથજાત્રા માટે પ્રખ્યાત થયેલું છે. આ રથયાત્રા અષાઢ મહિનામાં એટલે કે અંગ્રેજી મહિના પ્રમાણે જૂન અથવા જુલાઈમાં નીકળે છે. જગન્નાથપુરી ની રથયાત્રા ને સૌથી વધુ જૂનો અને સૌથી મોટો હિન્દુઓનો રથ ઉત્સવ માનવામાં આવે છે. ગુજરાતમાં પણ અમદાવાદમાં ખૂબ જ મોટી રથયાત્રા નીકળે છે. તેમજ કૃષ્ણ મંદિરમાં અનેક જગ્યાએ નાની મોટી રથયાત્રાઓ યોજવામાં આવે છે. આ તહેવારમાં ત્રણ દેવતાઓનો સમાવેશ થાય છે એક તો ભગવાન જગન્નાથ,એક તેઓના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા. આ ત્રણેય ભગવાનને રથમાં બેસાડી, ગામમાં ફેરવી અને સાંજે મંદિરમાં લાવવામાં આવે છે.

અમદાવાદ રથયાત્રાના આકર્ષણો (Rath Yatra 2023)

  • 18 શણગારેલા ગજરાજો
  • 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટ્રકો
  • 30 અંગ કસરત પ્રયોગ સાથેના અખાડા
  • 18 ભજન મંડળીઓ
  • 3 બેન્ડબાજા
  • 1200 જેટલા ખલાસી ભાઇઓ
  • 2000 જેટલા સાધુ સંતો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભગવાન જગન્નાથ માટે મગ, કાકડી, જાંબુ, કેરી, દાડમ, ડ્રાયફ્રુટ્સનો પ્રસાદ મોકલી આપવામાં આવ્યો હતો. ભૂતકાળમાં તેઓ જમાલપુર ખાતે રહેતા અને ગુજરાતના CM બન્યા ત્યારથી આ પરંપરા તેમણે જાળવી હતી અને દિલ્હી ગયા પછી પણ તેઓ દર એકમના દિવસે ભગવાન માટે પ્રસાદી મોકલી આપે છે.

રથયાત્રામાં પોલીસ જવાનો મોટા પ્રમાણમાં બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યા છે.

ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા અનુસંધાને અમદાવાદ પોલીસનું જાહેરનામું અમદાવાદના 27 જેટલા રસ્તાઓ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

Rath Yatra Route Ahmedabad 2023

rath yatra route ahmedabad 2023
rath yatra route ahmedabad 2023
રથયાત્રા લાઇવ જુઓઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ