ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

VMC ભરતી 2023: 12 પાસ પર એપ્રેન્ટીસ ભરતી

VMC ભરતી 2023: વડોદરા મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસ એક્ટ 1961 અને મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના હેઠળ વર્ષ 2023ના સત્રમાં ઓફીસ આસીસ્ટન્ટ (પ્યુન) ટ્રેડમાં એપ્રેન્ટીસ જગ્યાઓ ભરવા લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત કરેલ અરજી ફોર્મમાં અરજીઓ મંગાવવામાં આવે છે.

VMC ભરતી 2023

VMC ભરતી 2023

પોસ્ટ ટાઈટલVMC ભરતી 2023 / VMC એપ્રેન્ટીસ ભરતી 2023
VMC Bharti 2023 / VMC Apprentices Bharti 2023
VMC Recruitment 2023
પોસ્ટ નામVadodara Municipal Corporation Recruitment 2023
Vadodara Municipal Corporation Bharti 2023
પોસ્ટઓફીસ આસીસ્ટન્ટ (પ્યુન) (એપ્રેન્ટીસ)
કુલ જગ્યા
સંસ્થાવડોદરા મહાનગરપાલિકા
અરજી છેલ્લી તારીખ30-06-2023
સત્તાવાર વેબસાઈટwww.vmc.gov.in
અરજી પ્રકારઓનલાઈન

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઓફીસ આસીસ્ટન્ટ (પ્યુન) ટ્રેડમાં એપ્રેન્ટીસ જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

Vadodara Municipal Corporation Recruitment 2023

ટ્રેડનું નામલાયકાત
ઓફીસ આસીસ્ટન્ટ (પ્યુન)ધોરણ 12 પાસ

વય મર્યાદા

18 થી 28 વર્ષની વચ્ચેના ઉમેદવારો અરજી કરવાની રહેશે.

સ્ટાઇપેન્ડ

સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચુકવવામાં આવશે. સ્થાનીક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.

એપ્રેન્ટીસશીપનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઅપ છુટા થયેલા ગણાશે. અગાઉ જે તે ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ કરેલ ઉમેદવારોએ અરજી કરવી નહી. જો ઉમેદવાર એપ્રેન્ટીસશીપ માટે અન્ય કોઈ એકમ/સંસ્થા સાથે કરાર નામથી જોડાયેલ હશે તો તે ઉમેદવારની ઉમેદવારી રદ થવાપાત્ર થશે.

VMC ભરતી 2023 અરજી પ્રક્રિયા

વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પર જાહેરાત સાથે સામેલ અરજીપત્રકમાં જ અરજી કરવાની રહેશે. અરજીના કવર પર મોબાઈલ નંબર અને ટ્રેડનું નામ ફરજીયાત લખવું. અરજી સ્પીડપોસ્ટ થી અથવા રજીસ્ટર પોસ્ટ એ.ડી.થી કરવાની રહેશે. અરજી રૂબરૂ સ્વીકારવામાં આવશે નહી. અધુરી વિગતવાળી, જરૂરી પ્રમાણપત્રો સિવાયની તથા મુદ્દત બહારની અરજી કોઈપણ સંજોગોમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.

અરજી કરનાર ઉમેદવારે www.apprenticeshipindia.org પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી પ્રોફાઈલ ભરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટાબ્લીસમેન્ટમાં એપ્લાઇ કરવાનું રહેશે.

ત્યારબાદ અરજી મોકલવાનું સ્થળ સામાન્ય વહીવટ વિભાગ, એપ્રેન્ટીસ શાખા, રૂમ નં. 127/1, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, વડોદરા – 390001ના સરનામે જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલો સહ તારીખ 30-06-2023 સુધીમાં મોકલવાની રહેશે.

VMC ભરતી 2023 પસંદગી પ્રક્રિયા

એપ્રેન્ટીસ ઉમેદવારોની મેરીટ યાદી ધોરણ 12 પાસ કક્ષાએ મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.

આ પસંદગી કામચલાઉ હોઈ વડોદરા મહાનગરપાલિકામાં ભવિષ્યમાં નોકરી અંગેનો તમારો કોઈ કાયદેસરનો હક્ક પ્રસ્થાપિત થશે નહી.

VMC ભરતી 2023 અરજી છેલ્લી તારીખ

અરજી છેલ્લી તારીખ : 30-06-2023

નોંધ: ઓનલાઈન અરજી કરતા પહેલા જાહેરાતમાં આપેલ તમામ વિગતો વાંચો અને પછી જ અરજી કરો.

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
અરજી ફોર્મઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

4 thoughts on “VMC ભરતી 2023: 12 પાસ પર એપ્રેન્ટીસ ભરતી”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ