રક્ષાબંધન 2023 મુહૂર્ત : ભદ્રાના કારણે મુહૂર્તમાં અસમંજસ, રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત - MY OJAS UPDATE

રક્ષાબંધન 2023 મુહૂર્ત : ભદ્રાના કારણે મુહૂર્તમાં અસમંજસ, રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત

રક્ષાબંધન 2023 મુહૂર્ત, Raksha Bandhan 2023 Muhurat : શ્રાવણ મહિનાની પુનમ એટલે રક્ષાબંધન કેટલાક સ્થળોએ રાખી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભાઈ બહેનના અતુટ પ્રેમના પ્રતિક સમા આ તહેવારના દિવસે ભાઈના કાંડે બહેન રાખડી બાંધે છે.

રક્ષાબંધન 2023 મુહૂર્ત

રક્ષાબંધન ભાઈ બહેન વચ્ચેના પ્રેમના પ્રતિક છે. આ વર્ષે રક્ષાબંધનની તારીખ અને શુભ મુહૂર્તને લઈને ઘણી મુંજવણ છે. આ સાથે આપણે આજે જાણીશું કે રાખડી બાંધવાનો શુભ સમય ક્યારે અને કેટલો સમય છે.

રક્ષાબંધન 2023 મુહૂર્ત | Raksha Bandhan 2023 Muhurat
રક્ષાબંધન 2023 મુહૂર્ત | Raksha Bandhan 2023 Muhurat

રક્ષાબંધન એ ભારતના મુખ્ય તહેવારો પૈકીનો એક તહેવાર છે. પ્રાચીન સમયથી આ તહેવાર ઉજવાતો આવે છે, ઈતિહાસમાં એક નજર કરીએ તો કુંતા માતાએ તેમના પૌત્ર અભિમન્યુને રાખડી બાંધી અને વિજયના આશીર્વાદ આપેલ, દ્રોપદી દ્વારા શ્રી કૃષ્ણ ભગવાનના હાથે સાડીનો કટકો બાંધ્યો તો બદલામાં શ્રી કૃષ્ણ ભગવાને દ્રોપદીને રક્ષણ માટે વચન આપેલ. પ્રાચીન સમયથી ઉજવાતો આ તહેવાર પરંપરાગત ઉજવાતો આવે છે. રક્ષાબંધન 2023 મુહૂર્ત ક્યારે છે નધી માહિતી આ લેખમાં મેળવીએ.

રક્ષાબંધન તારીખ 30 ઓગસ્ટ 2023ના દિવસે સવારે 10:59એ શ્રાવણ સુદ પૂનમ શરૂ થાય છે. આ દિવસે સમગ્ર દિવસ દરમિયાન ભદ્રા હોવાનું કહેવામાં આવી રહ્યું છે, તેની હકીકત જાણીએ તો કારણ નીકળે છે કે વૃશ્ચિકી ભદ્રાની છેલ્લી ઘડીએ ત્રણ ઘડી જ ત્યાજય ગણાય છે, જેથી 30 ઓગસ્ટ સવારે 11 વાગ્યા પછી તમે રક્ષાબંધન ઉજવી શકો છો.

30 ઓગસ્ટ 2023 શુભ મુહૂર્ત

એક લેખ અનુસાર પુનમના દિવસે ભદ્રા હોવાથી :વૃશ્ચિક ભદ્રા” કહેવાય છે/ આ ભદ્રામાં છેલ્લી ત્રણ ઘડી ત્યાગવાની હોય છે (ત્રણ ઘડી એટલે 72 મિનિટ), માટે દરેક બહેનો પોતાના ભાઈઓને રાખડી તારીખ 30-08-2023 બુધવારે સવારે 11:00 થી સાંજના 07:50 સુધીમાં રાખડી બાંધી શકશે.

એક લેખ અનુસાર એવું પણ કહે છે કે હોય અને ભદ્રાનું સંપૂર્ણ રીતે પાલન કરતા હોવ તો 30 ઓગસ્ટ રાતે 09:00 વાગ્યા પછી રાખડી બાંધવી તે મુહૂર્ત 31 ઓગસ્ટ સવારે 07:30 વાગ્યા સુધીનું છે.

રાખડી બાંધવાની શાસ્ત્રીય પદ્ધતિ

  • રાખડી બાંધવા માટે ભાઈએ હંમેશા પૂર્વ તરફ અને બહેનનું મુખ પશ્ચિમ તરફ રાખવું જોઈએ.
  • રાખડી બાંધતી વખતે, ભાઈઓએ તેમના માથા પર રૂમાલ અથવા કોઈ પણ સ્વચ્છ કપડું રાખવું જોઈએ.
  • ભાઈના જમણા હાથના કાંડા પર રાખડી બાંધો અને પછી ચંદન અને રોલીનું તિલક લગાવો.
  • તિલક લગાવ્યા પછી અક્ષત લગાવો અને આશીર્વાદ તરીકે ભાઈ પર થોડા અક્ષતનો પણ છંટકાવ કરો.
  • આ પછી, દીપમાંથી આરતી ઉતાર્યા પછી, બહેન અને ભાઈ એકબીજાને મીઠાઈ ખવડાવીને મોં મીઠા કરાવો.
  • ભાઈએ કપડા, ઘરેણા, પૈસા કે અન્ય કોઈ ભેટ આપીને બહેનને સુખ જીવનની શુભેચ્છા પાઠવી જોઈએ.

નોંધ : આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ/શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતીતક આની પુષ્ટિ કરતું નથી.

Leave a Comment