ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

રક્ષાબંધન 2022 શુભ મુહૂર્ત | Raksha Bandhan 2022

રક્ષાબંધન 2022 : રક્ષાબંધન ભારતના મુખ્ય તહેવાર પૈકીનો એક તહેવાર છે, શ્રાવણ મહિનાની પુનમ એટલે રક્ષાબંધન કેટલાક સ્થળોએ રાખી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે, ભાઈ બહેનના અતુટ પ્રેમના પ્રતિક સમા આ તહેવારના દિવસે બહેન ભાઈના હાથના કાંડા પર રાખડી બાંધે છે બદલામાં ભાઈ બહેને રક્ષા કરવાનું વચન આપે છે.

રક્ષાબંધન 2022

પોસ્ટ નામરક્ષાબંધન 2022
ઉજવણીભારત
તહેવારભારતના મુખ્ય તહેવાર પૈકી એક
રક્ષાબંધન કઈ તારીખે છે11-08-2022

રક્ષાબંધન વિશે

રક્ષાબંધન એ ભારતના મુખ્ય તહેવારો પૈકીનો એક તહેવાર છે. પ્રાચીન સમયથી આ તહેવાર ઉજવાતો આવે છે. ઇતિહાસમાં નજર કરીએ તો કુંતા માતાએ તેમના પૌત્ર અભિમન્યુને રાખડી બાંધી અને વિજયના આશીર્વાદ આપેલ, દ્રોપદી દ્વારા શ્રી કૃષ્ણ ભગવાનનાના હાથે સાડીનો કટકો બાંધ્યો તો બદલામાં શ્રી કૃષ્ણ ભગવાને દ્રોપદીને રક્ષણ માટે વચન આપેલ. પ્રાચીન સમયથી ઉજવાતો આ તહેવાર પરંપરાગત ઉજવાતો આવે છે. Raksha Bandhan 2022 ક્યારે છે સમય મહુર્ત બધી જ માહિતી આ લેખમાં જોઈએ.

રક્ષાબંધન કઈ તારીખે છે

રક્ષાબંધન તહેવાર શ્રાવણ માસની પૂર્ણિમાની તિથીએ ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 11 ઓગસ્ટ, 2022ને ગુરુવારના રોજ ઉજવાશે.

રક્ષાબંધન 2022 શુભ મુહૂર્ત / રક્ષાબંધનનો શુભ સમય

ઘણા લોકો રક્ષાબંધન પર ભાઈના કાંડા પર રાખડી બાંધવા માટે ખૂબ જ શુભ સમયની રાહ જોતા હોય છે.

રાખડી બાંધવાનો શુભ સમય તા.૧૧/૮/૨૦૨૨ ગુરુવાર, સવારે ૧૧:૧૦ થી ૧:૧૦, બપોરે ૨:૩૦ થી ૪, સાંજે ૫:૪૫ થી ૮:૩૦

રક્ષાબંધન વિધિ ભદ્રા દરમિયાન ન કરવી જોઈએ. ભદ્રા દૂષિત સમય છે જેને તમામ શુભ કાર્ય માટે ટાળવું જોઈએ. વ્રતરાજ સહિતના મોટા ભાગના હિંદુ ધાર્મિક ગ્રંથો રક્ષાબંધન તહેવાર દરમિયાન રાખડી બાંધવા માટે ભદ્રા સમય ટાળવાની સલાહ આપે છે.

નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. માહિતીએપ તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો

રક્ષાબંધન ગીત

હોંગા બડા જીસ દિન તૂ, લેકર દુઆ મેરી,
પ્યાર છે ચર્ચા કરેંગા, સારા જમાના તેરી

યે દિન યે ત્યોહાર ખુશી કા, પાવન જૈસે નીર નદી કા
ભાઇ કે ઉજલે માથે પે, બહન લગાએ મંગલ ટીકા
ઝૂમે યે સાવન સુહાના, સુહાના ભૈયા મેરે…

રક્ષાબંધન નિબંધ / રક્ષાબંધન વિશે નિબંધ / રક્ષાબંધન નિબંધ pdf

આપડી સ્કુલ કે કોલેજોમાં ગુજરાતી વિષયમાં એક નિબંધ તરીકે રક્ષાબંધન તરીકે પણ પૂછવામાં આવે છે. સ્કુલની પરીક્ષા સમયે અથવા રક્ષાબંધનના તહેવાર સમયે શિક્ષક શ્રી દ્વારા રક્ષાબંધન વિશેનો નિબંધ પૂછવામાં આવે છે.

રાખડી બાંધવાની શાસ્ત્રીય પદ્ધતિ

  • રાખડી બાંધવા માટે ભાઈએ હંમેશા પૂર્વ તરફ અને બહેનનું મુખ પશ્ચિમ તરફ રાખવું જોઈએ. આમ કરવાથી તમારી રાખડીને પણ દેવતાઓની કૃપા પ્રાપ્ત થશે.
  • રાખડી બાંધતી વખતે, ભાઈઓએ તેમના માથા પર રૂમાલ અથવા કોઈ પણ સ્વચ્છ કપડું રાખવું જોઈએ.
  • ભાઈના જમણા હાથના કાંડા પર રાખડી બાંધો અને પછી ચંદન અને રોલીનું તિલક લગાવો.
  • તિલક લગાવ્યા પછી અક્ષત લગાવો અને આશીર્વાદ તરીકે ભાઈ પર થોડા અક્ષતનો પણ છંટકાવ કરો.
  • આ પછી, દીપમાંથી આરતી ઉતાર્યા પછી, બહેન અને ભાઈ એકબીજાને મીઠાઈ ખવડાવીને મોં મીઠા કરાવો.
  • ભાઈએ કપડા, ઘરેણા, પૈસા કે અન્ય કોઈ ભેટ આપીને બહેનને સુખ જીવનની શુભેચ્છા પાઠવી જોઈએ.

(ખાસ નોંધ : આ લેખ માત્ર ને માત્ર આપની જાણકારી માટે છે, આ લેખમાંની આપેલ સૂચનાઓ સામાન્ય માહિતી અને માન્યતાઓ પર આધારિત છે. જે ગુજરાતઅસ્મિતા.કોમ કોઈ પણ દાવા અને માહિતીઓ, તેમજ અન્યની પુષ્ટિ કરતું નથી.)

રક્ષાબંધન 2022 તારીખ

રક્ષાબંધન આ વર્ષે 11 ઓગસ્ટ 2022

રક્ષા બંધન વર્ષ ૨૦૨૨ માં કઈ તારીખે ઉજવવામાં આવ છે?

રક્ષાબંધન તારીખ 11 ઓગસ્ટ 2022 ના રોજ છે.

રક્ષાબંધન 2022
રક્ષાબંધન 2022

નોંધ : આ માહિતી અલગ અલગ માધ્યમોથી મેળવેલ છે એટલે તમારે સૌપ્રથમ વેરીફાય કરી લેવી.

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ