અમને ફોલો કરો Follow Now

ભાદરવે મેઘ મહેર: હવામાન ખાતા દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી, આ જીલ્લાઓ રેડ એલર્ટ જાહેર

ભાદરવે મેઘ મહેર: ભારતીય હવામાન ખાતા દ્વારા ગુજરાત સાથે અન્ય રાજ્યોમાં પણ રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે. આઈએમડી ગુજરાતમાં પણ અમુક જીલ્લાઓ રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. ચાલો જાણીએ તમામ જીલ્લાઓની વિગતો.

ભાદરવે મેઘ મહેર

આખા રાજ્યમાં વરસાદી વાતાવરણ જામ્યું છે. કેટલાક જીલ્લાઓમાં રવિવારે વરસાદ પડ્યો અને કેટલાક જીલ્લાઓમાં હજુ વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના ઘણા તાલુકાઓમાં સારો વરસાદ નોંધાયો છે જેનાથી ખેડૂતોમાં ખુશીની લહેર છે. હવામાન વિભાગ દ્વારા ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું છે તે નીચે મુજબ છે.

ભાદરવે મેઘ મહેર
ભાદરવે મેઘ મહેર

આ વિસ્તારમાં રેડ એલર્ટ (ભાદરવે મેઘમહેર)

હવામાન વિભાગ દ્વારા તારીખ 18-09-2023ને સોમવારના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં આપ્યું છે રેડ એલર્ટ અપાયું છે. આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. સાથે અન્ય જીલ્લાઓ ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કરેલ છે.

17-09-2023ના રોજ એલર્ટ

હવામાન ખાતા દ્વારા અરવલ્લી, ખેડા, પંચમહાલ, મહીસાગર અને દાહોદમાં રેડ એલર્ટ. સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ અને વડોદરામાં ઓરેન્જ એલર્ટ. બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નર્મદા, છોટા ઉદેપુરમાં યેલો એલર્ટ જાહેર કરેલ છે.

18-09-2023ના રોજ એલર્ટ

હવામાન ખાતા દ્વારા બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં આપ્યું છે રેડ એલર્ટ. હવામાન ખાતા દ્વારા પાટણ, મહેસાણા, ગાંધીનગર અને મહીસાગર જીલ્લામાં આપ્યું છે ઓરેન્જ એલર્ટ. હવામાન ખાતાએ કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ જીલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

19-09-2023ના રોજ એલર્ટ

હવામાન ખાતા દ્વારા તારીખ, 19-09-2023ના રોજ કચ્છ, પાટણ અને બનાસકાંઠા જીલ્લામાં ઓરેન્જ એલર્ટ. મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા અને ગાંધીનગરમાં યેલો એલર્ટ જાહેર કર્યું છે.

20-09-2023ના રોજ એલર્ટ

કચ્છ જીલ્લામાં ઓરેન્જ એલર્ટ. દેવભૂમિ દ્વારકા અને જામનગર જીલ્લામાં યેલો એલર્ટ જાહેર કર્યું છે.

Leave a Comment