અમને ફોલો કરો Follow Now

ગુજરાત વરસાદ આગાહી: હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની ચેતવણી, મેપ દ્વારા સમજીએ

ગુજરાત વરસાદ આગાહી: હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની ચેતવણીનો મેપ તારીખ:- 18-09-2023ના રોજ જાહેર કર્યો હતો. આગામી 3 દિવસ ક્યાં જીલ્લા રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યેલો એલર્ટ આપવામાં આવ્યા તે જાણો.

ગુજરાત વરસાદ આગાહી

આજે આખા રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ઉપરવાસ અને ગુજરાતમાં વરસાદના લીધે નર્મદા નદી બે કાઢે વહી રહી છે અને નીચાણવાળા વિસ્તારોના લોનોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે સાથે જ NDRFની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.

ગુજરાત વરસાદ આગાહી
ગુજરાત વરસાદ આગાહી

હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની ચેતવણી

નર્મદા નદીના પાણી અંકલેશ્વરમાં ઘુસ્યા, અનેક સોસાયટીઓના એક માળ પાણીમાં ડૂબ્યા છે. નર્મદા નદીમાં પૂર આવવાથી તારીખ 18-09-2023ના રોજ મુંબઈથી અમદાવાદ તરફ આવતી અનેક ટ્રેનો રદ કરવામાં આવી હતી.

આજ રોજ હવામાન ખાતા દ્વારા જાહેર કર્યું છે કે ગુજરાતના અમુક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચાલો તેની માહિતી મેળવીએ.

18-09-2023ના 08:30 થી 19-09-2023ના 08:30 કલાક સુધી એલર્ટ

હવામાન ખાતા દ્વારા તારીખ 18-09-2023ના રોજ ભારે વરસાદની ચેતવણીનો નકશો જાહેર કર્યો હતો તે માહિતી મુજબ જુનાગઢ, પાટણ, મહેસાણા, મોરબી અને બનાસકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. પોરબંદર, રાજકોટ, અમરેલી, અમદાવાદ, ગાંધીનગર અને અરવલ્લીમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

19-09-2023ના 08:30 થી 20-09-2023ના 08:30 કલાક સુધી એલર્ટ

હવામાન ખાતા દ્વારા આપવામાં માહિતી મુજબ કચ્છ, પાટણ અને મોરબી જીલ્લમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, આણંદ, ભરૂચ અને સુરત જીલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

20-09-2023ના 08:30 થી 21-09-2023ના 08:30 કલાક સુધી એલર્ટ

હવામાન ખાતા દ્વારા આપેલ મેપ મુજબ કચ્છ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Leave a Comment