Rain in Gujarat Update: હજુ બે-ત્રણ દિવસ વરસાદની આગાહી, ક્યાં વરસાદ પડશે - MY OJAS UPDATE

Rain in Gujarat Update: હજુ બે-ત્રણ દિવસ વરસાદની આગાહી, ક્યાં વરસાદ પડશે

Rain in Gujarat Update, ગુજરાતમાં વરસાદ સમાચાર: આગામી 48 કલાક મેઘ તેનું રૂપ બતાવશે!. આ વરસાદને કારણે લોકોને સજાગ રહેવું પડશે. બીજી તારીખ સુધી ઘણા ભાગોમાં વરસાદ પડશે. ગઈ કાલે એટલે કે 29-06-2023ના રોજ રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર થતા ખેડૂતમિત્રોમાં ખુશીની લ્હેર જોવા મહી રહી છે.

Rain in Gujarat Update
Rain in Gujarat Update
  • આગામી દિવસોમાં ઘન જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
  • રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે !
  • ગઈ કાલે ક્યાં કેટલો વરસાદ પડ્યો

Rain in Gujarat Update

Rain in Gujarat Update: ગઈ કાલે અમદાવાદ, સુરત, ભાવનગર, મહીસાગર, ગીર સોમનાથ, નવસારી, અરવલ્લી સહીત ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. હજુ પણ 2 થી 3 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 1 થી લઇને 10 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. ચાલો તો આપડે જોઈએ ગઈ કાલે ક્યાં વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.

ક્યાં કેટલો વરસાદ વરસ્યો (Rain in Gujarat Update)

Rain in Gujarat Update: મહિસાગર જીલ્લામાં છ તાલુકામાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. બાલાસિનોરમાં આજે સૌથી વધુ 145 મિલીમિટર વરસાદ નોંધાયો. ગીર સોમનાથ જીલ્લામાં બપોર બાદ ધોધમાર વરસાદ થયાના અહેવાલ છે. વેરાવળમાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો. ઉમરાળા, આજોઠા અને પંડવા સહિતના ગામડામાં ખેતરોમાં પાણી ભરાયા. ગણદેવી તાલુકામાં આજે સવારથી બપોર સુધીમાં 65 મીલીમીટર વરસાદ નોંધાયો. વરસાદને કારણે ગણદેવી- ખારેલ માર્ગ ઉપર ધનોરી ગામે માર્ગ ઉપર તોતિંગ વૃક્ષ પડતા કલાકો સુધી માર્ગવ્યવહાર ખોરવાયો હતો. ગણદેવી પોલીસ, વન વિભાગ અને સ્થાનિકોએ વૃક્ષ હટાવ્યા બાદ પુનઃ ટ્રાફિક શરૂ થયો હતો. અંબિકા નદી ૧૦.૨૩ ફૂટ અને કાવેરી નદી ૮ ફૂટની જળ સપાટીએ વહેતી જોવા મળી.. નવસારી જીલ્લામાં સતત વરસાદને પગલે ચીખલીમાં કાવેરી નદી ઉપરનો કોઝવે છલકાયો હતો.

અરવલ્લી જીલ્લામાં સતત બીજા દિવસે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. મલપુર-ધનસુરામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. બજારોમાં પાણી ફરી વળ્યાં છે. ધનસુરા પંથકમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. ભાવનગર જિલ્લામાં આજે સતત ત્રીજા દિવસે જિલ્લામાં અડધાથી ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. ઉમરાળામાં ત્રણ ઇંચ, ભાવનગર શહેરમાં બે ઇંચ, સિહોરમાં દોઢ ઇંચ, ગારીયાધારમાં એક ઇંચ, ઘોઘામાં અને પાલીતાણામાં અડધો અડધો ઇંચ વરસાદ નોંધાયો. વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.. શહેરના છીપવાડ તેમજ મોગરાવાડી ગરનાળામાં પાણી ભરાતા લોકોએ હાલાકી વેઠી હતી. બોટાદ જીલ્લાના ગઢડા, ઢસા, ઉગામેડી, રસનાળ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.

કચ્છમાં સતત પાંચમા દિવસે વરસ્યો હતો. ગાંધીધામ,અંજાર, સામખિયાળી તથા મુન્દ્રા સહિતના તાલુકાઓમાં ભારે પાણી વહી નીકળ્યા છે. કચ્છ જીલ્લાના અબડાસા તાલુકાનું છછી ગામ વિખટું પડ્યું તો લઠેડી ગામ પાસે ડાયવર્ઝન તૂટી જતાં માર્ગ વ્યવહાર બંધ થયો છે. સુરેન્દ્રનગર જીલ્લાના લખતરમાં સૌથી વધુ 30 મિલીમીટર વરસાદ નોંધાયો.. અન્ય તાલુકાઓમાં પણ વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના ઈડર, પ્રાંતિજ, તલોદ તાલુકામાં વહેલી સવારથી જ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના કેવડામોઇ, તુલસા અને મોરંબા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉકાઇ ડેમમાં નવા નીરની આવક થઇ છે. ડેમની સપાટી 308.24 ફૂટ પહોંચી છે. ડેમના ઉપરવાસમાંથી છ હજાર 93 ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, આમોદ, જંબુસર, ઝઘડીયા, નેત્રંગ, વાગરા, વાલીયા,હાંસોટમાં પણ વરસાદ વરસ્યો.

રાજ્યના અમદાવાદ અને સુરત જીલ્લામાં બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

હજુ આગામી દિવસોમાં વરસાદની આગાહી

30 જૂન : ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે અમરેલી, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદ વરસી શકે છે. તેમજ ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે પવન ફૂંકાઈ શકે છે.

1 જુલાઈ : અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વલસાડમાં અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે સાબરકાંઠા, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. તેમજ ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે પવન ફૂંકાઈ શકે છે.

2 જુલાઈ : સુરત, નવસારી અને વલસાડમા ભારે વરસાદ પડી શકે છે. જ્યારે રાજ્યના મોટાભાગના જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે.

3 જુલાઈ : કચ્છ, સૌરાષ્ટ્ર સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે.

4 જુલાઈ : દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, બોટાદ, દ્વારકા, રાજકોટ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ગીર-સોમનાથ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

નોંધ: Rain in Gujarat Update આ લેખમાં આપેલ માહિતી અમને વિવિધ સોશિયલ મીડિયા દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી માહિતીની ખરાઈ અવશ્ય કરી લેવી. અમારો મુખ્ય ઉદેશ્ય તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે.

Leave a Comment