જરૂરી માહિતી: ભૂલથી બીજાના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઇ જાય તો શું કરવું? જાણો સંપૂર્ણ માહિતી

ભૂલથી બીજાના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઇ જાય તો: આપણે પૈસા બીજાના ખાતામાં મોકલીએ એ સમયે ઘણી કાળજી રાખીએ છીએ તેમ છતાં ઘણીવાર ભૂલો થતી હોય છે અને પૈસા ખોટા ખાતામાં ટ્રાન્સફર થઇ જતા હોય છે. જો એક આંકડામાં ફેર થાય તો પણ પૈસા બીજાના ખાતામાં જતા રહે છે. જો ભૂલથી બીજાના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઇ જાય તો નાણા પરત કઈ રીતે મેળવી શકાય તેની માહિતી આપડે આ લેખમાં મેળવીએ.

ભૂલથી બીજાના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઇ જાય તો
ભૂલથી બીજાના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઇ જાય તો
  • ભૂલથી બીજાના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઇ જાય તો શું કરવું?
  • ભૂલથી અન્ય બેંક ખાતામાં ટ્રાન્સફર કરેલ પૈસા પાછા કઈ રીતે લાવવા.
  • પૈસા પાછા લાવવાની તમામ રીતો આ લેખમાં

ભૂલથી બીજાના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઇ જાય તો

સ્માર્ટફોન અને ઇન્ટરનેટની સરળ ઉપલબ્ધતાએ ડિજીટલ બેન્કિંગને પ્રોત્સાહન આપ્યું છે. UPI તેને દૂર-દૂરના ગામડાઓના લઈ ગયું છે. આનાથી ઘણી બેંકિંગ કામગીરી ખાસ કરીને પૈસાની લેવડ-દેવડ પળવારમાં શક્ય બની છે.

જો પૈસા ખોટા ખાતામાં ટ્રાન્સફર થાય તો શું કરવું?

ઘણી વખત ઓનલાઈન બેંકિંગમાં ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર થઇ જાય છે. UPI, નેટ બેન્કિંગ, મોબાઈલ વોલેટે બેન્કિંગ વ્યવહારો સબંધિત મુશ્કેલીઓને ઘણી હદ સુધી ઓછી કરી છે. હવે માત્ર એક મોબાઈલ પૈસા ટ્રાન્સફરનું કામ ગણતરીની મિનિટમાં થઇ જાય છે. પરંતુ ઘણી વખત આમાં ખોટો નંબર પર પૈસા ટ્રાન્સફર થાય છે.

રકમ તરત જ પાછી મળશે

બેંકિંગ સુવિધાઓ સરળ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ નવા ફીચર્સ સાથે કેટલી મુશ્કેલીઓ પણ વધી છે. ઘણી વખતની જેમ, ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવામાં ભૂલથી અન્ય બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થઇ જાય છે. જો તમે ભૂલથી કોઈ બીજાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દીધા હોય તો તમે શું કરશો? તે પૈસાને પાછા કઈ રીતે લેશો? જી તમારી સાથે પણ આવું થયું છે તો તમને આ રકમ પરત મળી શકે છે. ચાલો જાણીએ તેની માહિતી.

તરત જ બેંકને જાણ કરો

જો તમારી સાથે આવું કશુ થયું છે, તો જેમ તમને ખબર પડે કે તમારા પૈસા કોઈ બીજાના ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા છે, તો તરત જ તમારી બેંકને જાણ કરો અને પૂરી વાત કરો. જો બેંક તમને ઈ-મેલ પર તમામ માહિતી માંગે છે, તો તેમાં આ ભૂલથી થયેલા ટ્રાન્ઝેક્શનની સંપૂર્ણ માહિતી આપો. ટ્રાન્ઝેક્શનની તારીખ અને સમય, તમારો એકાઉન્ટ નંબર અને જે એકાઉન્ટમાં ભૂલથી પૈસા ટ્રાન્સફર થયા હતા તેનો પણ ઉલ્લેખ કરો.

જો પૈસા ખોટા ખાતામાં ટ્રાન્સફર થાય તો

જો પૈસા ખોટા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, તો પૈસા પાછા મેળવવામાં થોડો સમય લાગી શકે છે. તમે પહેલા બ્રાન્ચમાં જાઓ અને મેનેજરને તેના વિશે જાણ કરો. કારણ કે તમે તમારી બેંકમાંથી જાણી શકો છો કે કયા શહેરની કઇ શાખામાં કયા ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા છે. તમે તે શાખા સાથે વાત કરીને તમારા પૈસા પાછા મેળવવાનો પ્રયાસ કરી શકો છો. તમારી માહિતીના આધારે, બેંક તે વ્યક્તિને જાણ કરશે જેના ખાતામાં ભૂલથી પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે. આ પછી, બેંક તે વ્યક્તિને ખોટી રીતે ટ્રાન્સફર કરેલા પૈસા પરત કરવાની પરવાનગી માંગશે.

નોંધ: આ માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા મળેલ છે. વધુ માહિતી માટે તમારા નજીકની બેંકમાંથી માહિતી મેળવો.

માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment