ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

NMMS સ્કોલરશીપ યોજના 2024 : નેશનલ મીન્સ મેરીટ સ્કોલરશીપ યોજના 2024

NMMS સ્કોલરશીપ યોજના 2024 : રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ મેરીટ સ્કોલરશીપ (N.M.M.S.) નામની યોજના શિક્ષા મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મુકવામાં આવી છે.

NMMS સ્કોલરશીપ યોજના 2024

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા આગામી સમયમાં યોજવામાં આવશે. આ પરીક્ષા માટેના આવેદન www.sebexam.org વેબસાઈટ પર તારીખ 20-02-2024 થી 28-02-2024 દરમિયાન ઓનલાઈન ભરવાના રહેશે.

નેશનલ મીન્સ મેરીટ સ્કોલરશીપ યોજના 2024

પોસ્ટ ટાઈટલગુજરાત NMMS સ્કોલરશીપ યોજના 2024 (nmms Scholarship Scheme 2024)
પોસ્ટ નામનેશનલ મીન્સ-મેરીટ સ્કોલરશીપ યોજના 2024
મળવાપાત્ર શિષ્યવૃત્તિ4 વર્ષના કુલ 48000/- રૂપિયા
અરજી કરવાની છેલ્લી તારીખ28-02-2024
સત્તાવાર વેબ સાઈટwww.sebexam.org
અરજી પ્રકારઓનલાઈન
NMMS સ્કોલરશીપ યોજના 2024
NMMS સ્કોલરશીપ યોજના 2024

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા NMMS સ્કોલરશીપ પરીક્ષાનું નોટીફીકેશન 14 ફેબ્રુઆરી 2024ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ 20 ફેબ્રુઆરી 2024 થી 28 ફેબ્રુઆરી 2024 સુધી ઓનલાઈન ભરી શકશે. જે વિદ્યાર્થી આ પરીક્ષાના મેરીટમાં સિલેકશન થશે તેમને માસિક રૂ. 1000/- ના લેખે વાર્ષિક 12000 રૂપિયા મુજબ 4 વર્ષ સુધી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને મળવાપાત્ર થશે. (રાજ્યનો કુલ ક્વોટા 5097 વિદ્યાર્થી છે)

NMMS પરીક્ષા 2024 (NMMS Exam 2024)

શિષ્યવૃત્તિની રકમની ચુકવણી શિક્ષણ મંત્રાલયની ગાઈડલાઈન અનુસાર પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓએ National Scholarship Portal પર ફ્રેશ અને રીન્યુઅલ એપ્લીકેશન કરેથી તથા તે એપ્લીકેશન સબંધિત શાળા અને સબંધિત જીલ્લાના નોડલ અધિકારીશ્રી દ્વારા National Scholarship Portal પર વેરીફાઈડ કરેથી ભારત સરકારના શિક્ષણ મંત્રાલય, ન્યુ દિલ્હી દ્વારા સીધી જ લાભાર્થી વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા થશે.

વિદ્યાર્થીઓની લાયકાત

જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8 માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં (જિલ્લા પંચાયત / મહાનગરપાલિકા / નગરપાલિકાની શાળા) તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ NMMSની પરીક્ષા આપી શકશે.

જનરલ કેટેગરી તથા ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીએ ધોરણ 7માં ઓછામાં ઓછા 55% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ. અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) વિદ્યાર્થીએ ધોરણ 7માં ઓછામાં ઓછા 50% ગુણ કે સમકક્ષ ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ.

નોંધ : ખાનગી શાળાઓ (પ્રાઇવેટ શાળા / સેલ્ફ ફાઈનાન્સ શાળા), કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવા, જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર / રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદનપત્ર ભરી શકશે નહી.

આવક મર્યાદા

એન.એમ.એમ.એસ.ની પરીક્ષા માટે નક્કી થયા મુજબ ઉમેદવારના વાલીની વાર્ષિક આવક રૂપિયા 3,50,000/- થી વધારે ના હોવી જોઈએ. વિદ્યાર્થીના આવેદનપત્ર સાથે વાલીની વાર્ષિક આવકના દાખલાની પ્રમાણિત નકલ અવશ્ય જોડવાની રહેશે. (સરકાર દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રીનો દાખલો જોડવાનો રહેશે)

પરીક્ષા ફી

 • જનરલ કેટેગરી, EWS તથા ઓ.બી.સી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂ. 70/- રહેશે.
 • પી.એચ.,એસ.સી. તથા એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂ. 50/- રહેશે.
 • સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે.
 • કોઈ પણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહી.

પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ

કસોટી પ્રકારપ્રશ્નગુણસમય
MAT બૌધિક યોગ્યતા કસોટી909090 મિનીટ
SAT બૌધિક યોગ્યતા કસોટી909090 મિનીટ

અભ્યાસક્રમ

MAT બૌધિક યોગ્યતા કસોટી90 પ્રશ્નો શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીના રહેશે. આ પ્રશ્નોમાં સાદ્રશ્ય (Analogy), વર્ગીકરણ (Classification), સંખ્યાત્મક શ્રેણી (Numerical Series), પેટર્ન (Pattern Perception), છૂપાયેલ આકૃતિ (Hidden Figure) વગેરેનો સમાવેશ થાય છે.
SAT બૌધિક યોગ્યતા કસોટી90 પ્રશ્નોમાં ધોરણ 7 અને ધોરણ 8ના ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ થશે.
ધોરણ 7 માટે ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશે.
ધોરણ 8 માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમસત્રનો અભ્યાસક્રમ રહેશે.
NMMS સ્કોલરશીપ યોજના 2024

જરૂરી ડોક્યુમેન્ટની યાદી

 • ઓનલાઈન ભરેલ આવેદનની પ્રિન્ટ
 • ફી ભર્યાનું ચલણ (માત્ર SEB કોપી)
 • વિદ્યાર્થીના આધારકાર્ડની કોપી
 • આવકના દાખલાની પ્રમાણિત નકલ (સરકાર દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રીનો દાખલો જોડવાનો રહેશે)
 • ધોરણ 7ની માર્કશીટ અથવા સમકક્ષ પુરાવો કે દાખલો
 • જાતિના પ્રમાણપત્રની નકલ (સરકાર દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે) (જો લાગુ પડતુ હોય તો)
 • વિકલાંગતા અંગેના પ્રમાણપત્રની નકલ (જો લાગુ પડતું હોય તો)
 • અન્ય માહિતી માટે જાહેરાત વાંચો

NMMS પરીક્ષા ઓનલાઈન ફોર્મ

આ જાહેરાત ના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. તારીખ 20/02/2024 થી 28/02/2024 સુધી www.sebexam.org પરથી ઓનલાઈન અરજી કરી શકાશે.

NMMS પરીક્ષા 2024 અગત્યની તારીખો

 • જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ : 14/02/2024
 • ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો : 20/02/2024 થી 28/02/2024
 • પરીક્ષા માટે ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો : 20/02/2024 થી 29/02/2024
 • પરીક્ષા તારીખ : 07-04-2024

નોંધ : ફોર્મ ભરતા પહેલા સત્તાવાર જાહેરાત અવશ્ય વાંચો

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો
NMMS સ્કોલરશીપ યોજના 2024

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ