અમને ફોલો કરો Follow Now

Mera Bill Mera Adhikar: મારું બિલ મારો અધિકાર, 1 કરોડ રૂપિયા સુધીના ઇનામ જીતો

Mera Bill Mera Adhikaar: આપનું બિલ આપનો અધિકાર જે હવે અપાવી શકે છે આપને 1 કરોડ રૂપિયા સુધીના ઇનામ. મારું બિલ મારો અધિકાર બિલ પ્રોત્સાહન યોજના 1 સપ્ટેમ્બર 2023થી આસામ, ગુજરાત, હરિયાણા અને પોંડીચેરી, દમણ તથા દિવ અને દાદરા નગર હવેલીમાં લાગુ.

Mera Bill Mera Adhikar

નાગરિકો દ્વારા ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદી કરીને બિલ મેળવવા પ્રોત્સાહિત કરવાના હેતુસર “મેરા બિલ મેરા અધિકાર” યોજના 1 સપ્ટેમ્બર 2023 થી એક વર્ષ માટે અમલમાં આવશે. ચીજ વસ્તુઓ અને સર્વિસીસ ખરીદીને બિલ મેળવનાર ગ્રાહકને માસિક અને ત્રિમાસિક ડ્રો કરીને વિજેતા ગ્રાહકને પુરસ્કાર એનાયત કરવામાં આવશે. આ યોજના હેઠળ ડ્રોમાં વિજેતા ગ્રાહકને રૂપિયા 10,000થી લઇને રૂપિયા 1 કરોડ સુધીના પુરસ્કાર આપવામાં આવશે.

Mera Bill Mera Adhikar | મારું બિલ મારો અધિકાર | મેરા બિલ મેરા અધિકાર
Mera Bill Mera Adhikar | મારું બિલ મારો અધિકાર | મેરા બિલ મેરા અધિકાર

આ યોજનામાં સામેલ રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશોના નોંધાયેલ જીએસટી સપ્લાયર દ્વારા આપવામાં આવેલ રૂપિયા કે ઉપરની બિલ માન્ય રહેશે. એક ગ્રાહક દ્વારા મહિનામાં વધુમાં વધુ 25 બિલ અપલોડ કરી શકાશે. મહેરબાની કરીને ધ્યાન રાખો કે બિલ પર સપ્લાયરના GSTIN, બિલ નંબર, તારીખ અને રકમ લખેલી હોય. નાગરિકોએ 200 કે તેથી વધુની રકમની ખરીદી કરેલ હોવી જરૂરી છે.

મારું બિલ મારો અધિકાર / મેરા બિલ મેરા અધિકાર

આ યોજનાની શરૂઆત 1 સપ્ટેમ્બર 2023 થી શરૂ થશે, જેની શરૂઆત અસમ, ગુજરાત, હરિયાણા, પોંડીચેરી, દાદરા નગર હવેલી અને દમણમાં લાગુ થશે. ભારતના તમામ લોકો આ યોજનામાં ભાગ લેવાની પાત્રતા ધરાવે છે ભલે તે ગમે એ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાંથી આવતા હોય. એક વ્યક્તિ મહિનામાં વધુમાં વધુ 25 બિલ અપલોડ કરી શકશે.

1 કરોડ સુધી ઇનામ જીતો (બિલ પ્રોત્સાહ યોજના)

  • 1 કરોડના દર ત્રિમાસિક 2 ઇનામ
  • રૂ. 10 લાખના દર મહિને 10 ઇનામ
  • રૂ. 10 હજારના દર મહિને 800 ઇનામ
બિલ ઓનલાઈન અપલોડ કરવા મોબાઈલ એપ્લીકેશન ડાઉનલોડ કરો
બિલ ઓનલાઈન અપલોડ કરવા અહીં ક્લિક કરો

Mera Bill Mera Adhikar ભાગ લેવા શું કરવું?

  • કોઇપણ ખરીદી કર્યા પછી જીએસટી બિલ અચૂક લ્યો.
  • Mera Bill Mera Adhikar એપ અથવા વેબ પોર્ટલ https://web.merabill.gst.gov.in/
  • મોબાઈલ નંબર લખો અને લોગીન કરો.
  • પ્રથમ વખત તમારું નામ, પપ્પાનું નામ અને અટક લખો, રાજ્ય પસંદ કરો અને સબમિટ આપી દયો.
  • મોબાઈલમાં otp આવશે જે લખો.
  • Mera Bill Mera Adhikar એપ પર આપનું રૂપિયા 200 અથવા વધુનું બિલ અપલોડ કરો.

Leave a Comment