ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

Aditya L1 Live Streaming : આદિત્ય L 1 મિશન લોન્ચ માટે તૈયાર, આ રીતે જોઈ શકશો લાઇવ

Aditya L1 Live Streaming: ભારત Aditya-L1 લોંચ કરવા માટે તૈયાર, સૌર મિશન માટે આજથી કાઉન્ટડાઉન શરૂં, જાણો ક્યાં ક્યાં જોઈ શકશો તેનું લાઈવ સ્ટ્રીમીંગ.

Aditya L1 Live Streaming

સમગ્ર વિશ્વ ભારતના ચંદ્રયાન મિશનની ઉજવણી કરી રહ્યું છે. ભારત સૌર મિશન આદિત્ય એલ વન (Aditya L1) લોંચ કરવા માટે તૈયાર છે. ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથે જણાવ્યું કે, આજથી આદિત્ય L1 માટે કાઉન્ટડાઉન શરૂ થશે, 2 સપ્ટેમ્બર સવારે 11ને 50 મિનિટે આંધ્રપ્રદેશના શ્રી હરિકોટાથી તેનું લોન્ચિંગ કરવામાં આવશે.

સૂર્ય સ્પેસ મિશન આદિત્ય એલ વન સાત પેલોડ બોટ પર સાધનો સાથે પોલાર સેટેલાઈટ લોંચ વ્હિકલ-SLVનો ઉપયોગ કરશે. આ અવકાશયાન સૂર્ય-પૃથ્વી પ્રણાલીના લાન્ગ્રેજ બિંદુ એકમાં સ્થાયી થવા માટે લોંચ કરવામાં આવશે. ત્યાંથી તે સૂર્ય પર સતત નજર રાખીને તેનો અભ્યાસ કરી શકશે, સ્થાનિક પર્યાવરણ વિશે પણ માહિતી એકઠી કરી શકશે.

સૂર્યયાન આદિત્ય એલ 1

ઈસરોના જણાવ્યા પ્રમાણે એલ વન પોઈન્ટનું અંતર પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર છે. આદિત્ય એલ વનને Lagrange Point પર સ્થાપિત કરવામાં આવશે. ઈસરોના મતે સૂર્ય આપણી સૌથી નજીકનો તારો છે. તારાઓના અભ્યાસમાં તે આપણને સૌથી વધુ મદદ કરી શકે છે.

ઈસરો આદિત્ય એલ 1નું લોન્ચિંગ દુનિયાને બતાવવા માટે ખાસ વ્યવસ્થા કરી છે. તેની વેબસાઇટ પર, સંસ્થાએ પ્રેક્ષકોને શ્રી હરિકોટામાં કેન્દ્રથી આદિત્ય એલ 1નું લાઈવ લોંચ જોવા માટે વ્યુ ગેલેરી સીટો બુક કરવાનો વિકલ્પ આપ્યો હતો. જો કે આ માટે માત્ર સીમિત સીટો હતી, જે રજીસ્ટ્રેશન શરૂ થયા બાદ જ ભરાઈ ગઈ હતી.

આદિત્ય L1 મિશન લાઈવ જુઓ

એટલું જ નહી, ઈસરોની વેબસાઈટ isro.gov.in પર જઈને દર્શકો આદિત્ય એલ 1ના લોંચનું લાઈવ ટેલીકાસ્ટ જોઈ શકશે અને ક્ષણ ક્ષણ અપડેટ્સ મેળવી શકશે. આ સિવાય યુઝર્સ ઇસરોની વેબસાઈટ અને યુટ્યુબ ચેનલ પર લોંચને લાઈવ સ્ટ્રીમ પણ કરી શકે છે.

Aditya L1 Live Streaming
Aditya L1 Live Streaming

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ